________________
૫૦
૧૩-૩૭ મેઘની જેમ ગંભીર યુનિથી જ્યારે તેઓ ઉપદેશ આપતા ત્યારે જિનભવનની બહાર ઊભા રહીને પણ લોકો તેમના ઉપદેશરસનું પાન કરતા હતા. વ્યાખ્યાન -લબ્ધિસંપન્ન હોવાથી શાસ્ત્રવ્યાખ્યાન કરતા ત્યારે જડબુદ્ધિવાળા મનુષ્ય પણ સહજમાં બેધ પામી જતા.
૧૩૮-૪૧ સિદ્ધવ્યાખ્યાનિકે ઉપમિતિભવપ્રપચકથા વૈરાગ્ય ઉ૫ન કરનારી બનાવી તો હતી, પણ તે સમજવામાં અત્યંત કઠણ હતી તેથી તેનું વ્યાખ્યાન સભામાં ઘણું વખતથી કઈ કરતું નહિ; પણ આચાર્યો તે કથાનું વ્યાખ્યાન કર્યું ત્યારે મુગ્ધ પણ તે કથાને સમજવા લાગી ગયા અને લોકે તેમને વારંવાર તે સંભળાવવા વિનંતિ કરવા લાગ્યા; અને લાગલગાટ આ પ્રકારે ત્રણ વર્ષ સુધી તે કથાનું વ્યાખ્યાન તેમણે કર્યું. આ પછી તે કથાને પ્રચાર ખૂબ વધી ગયો, તે આચાર્યો જે ગ્ર રચ્યા તે આ પ્રમાણે છે
૧૪૨-૪૫ આચાર્યું પ્રથમ ઉપદેશમાલા મૂળ અને ભવભાવના મૂળની રચના કરી અને પછી તે બનેની ક્રમશઃ ૧૪ હજાર અને ૧૩ હજાર લોક પ્રમાણુ વૃત્તિ રચી પછી અનુયાગદ્દાર, જીવસમાસ અને શતક (બંધશતક)ની ક્રમશ: છ, સાત અને ચાર હજાર કલેકં પ્રમાણ વૃત્તિની રચના કરી. મૂલ આવશ્યક વૃત્તિ (હરિભદ્રકૃત)નું ટિપ્પણુ પાંચ હજાર લેક પ્રમાણુ રચ્યું. આ ટિપણુ ઉક્ત વૃત્તિનાં વિષમ સ્થાને ને બોધ કરાવવા માટે રચ્યું હતું. વિશેષાવશ્યક સૂત્રની વિસ્તૃત વૃત્તિ ૨૮,000 લોક પ્રમાણુ રચી.
૧૪૬-૫૪ તેમના વ્યાખ્યાનની પ્રસિદ્ધિ સાંભળીને ગુજરેન્દ્ર સિંહદેવ સ્વયં પોતાના પરિવાર સહિત જિનમંદિરમાં આવીને ધર્મકથા સાંભળતો. કેટલીક વાર તે સ્વયં દર્શનની ઉત્કંઠાથી ઉપાશ્રયમાં આવીને દર્શન કરતા અને બહુ સમય સુધી વાત-ચીત કરો. એક વખત તે તે આચાર્યને બહુ માનપૂર્વક પોતાના ઘેર લઈ ગયો અને દુ-ફલ કુલ - જલ વગેરે દ્રવ્યથી તેમની આરતી ઉતારીને તેમના પાદમૂલમાં એ બધાં દ્રવ્ય મૂકીને પંચાગ પ્રમાણું કર્યા અને પોતાની પીરસેલી થાળીમાંથી પોતાને હાથે ચાર પ્રકારના આહારનું આચાર્યને દાન કર્યું. અને પછી હાથ જોડીને કહ્યું કે : આજે કતાર્થ થઈ ગયો છું. આજે મારું ભવન અપના પાદરપશથી કલ્યાણસ્થાન બની ગયું છે. મને તે એ આનંદ છે, જાણે આજ સ્વયં ભગવાન મહાવીર મારા ઘેર પધાર્યા હોય.
૧૫૫-૬૨ જયસિંહ રાજાને કહીને તેમણે જૈનમંદિર ઉપર સુવર્ણકલશો ચડાવરાવ્યા. ધંધુકા અને સચર (સત્યપુર-સાર)માં પરતીર્થિકકૃત પીડાને નિવારી અને જયસિંહની આશા વડે તે સ્થાનોમાં તથા અન્યત્ર રથયાત્રા ચાલુ કરાવી. વળી જૈન મંદિરના ભાગ તી જે આવક બંધ પડી ગઈ હતી તેને ચાલુ કરાવી અને કેટલીક તે આવક જે રાજભંડારમાં ચાલી ગઈ હતી તેને રાજાને સમજાવીને પાછી મેળવી આપી. વધારે શું કહેવું છે જ્યાં જ્યાં જૈન ધર્મને પરાભવ થયે હતો ત્યાં ત્યાં સેંકડો ઉપા કરીને ફરી જૈન ધર્મની પ્રતિષ્ઠા કરી. જૈન શાસનની પ્રભાવનાનાં એવાં એવાં કાર્યો કર્યો કે જેની બીજાને તે કલ્પના પણ ન આવે, સાધુજનેને કયાંય પણ અનાદર ક્યારે પણ ન થાય તે પ્રબંધ તેમણે કરાવ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org