________________
પુત્ર ઠાકુર શ્રી જજઅ જેવા તો પાંચ ગાઉમાં જે આચાર્ય બિરાજતા હોય તો તેમનાં દર્શન કર્યા વિના ખાતા નહિ.
૯૧-૩ અણહિલપુર પાટણમાં તે કઈ એકને જિનાયતનમાં બોલાવવામાં આવે તે વિના બેલાબે બાકીના બધા શ્રાવકે ભેગા થઈ જાય એવા તેઓ વંદનીય હતા. એમની મૂર્તિ તે જાણે બ્રહ્માએ અમૃત રસથી જ નિર્મિત કરી હતી, જેનાં દર્શનથી છવોનું કષાય વિષ ઊતરી જતું.
૯૪ અન્ય તીર્થિકે પણ તેમનાં દર્શન કરીને આનંદને પામતા અને તેમને પોતાના દેવતાની અવતાર જેવા માનતા.
૯૫-૯૯ તેમને મોઢામાંથી એવું જ સદા વચન નીકળતું જેથી સાંભળનારનું મન શાંત થાય. જિન મંદિરમાં દર્શને જવાના નિયમને લઈને શ્રાવકોમાં રોષને કારણે જે કલહ થયો હતો તેને પણ તેમણે શમાવ્યો. બે ભાઇઓમાં જ્યાં અબાલા હતા તેમને પણ ઉપદેશ આપીને બેલતા કર્યા. જે લેકે રાજાની કપાને કારણે અભિમાની થઈ ગયા હતા, જે લેકે પોતાના ગરણ સિવાયના બીજા સાધુઓને નમસ્કાર ન કરતા અને રાજાના જે મંત્રીઓ હતા તેમને પણ સામાન્ય મુનિ પ્રતિ આદરશીલ બનાવી દીધા.
૧૦૦-૧ ગોપગિરિ (ગ્વાલિયર)ના શિખર પર સ્થિત ભ. મહાવીરના મંદિરના દ્વારને ત્યાંના અધિકારીઓએ જે અવરોધ કર્યો હતો તે માટે આ આચાર્ય સ્વયં ભુવનપાલ રાજા પાસે ગયા અને તેને સમજાવીને તે મદિરનાં દ્વાર ઉઘડાવી દીધાં.
૧૦૨ ગરણુગના પુત્ર શાંતુ મંત્રીને કહીને ભરૂચમાંના શ્રી સમલિકાવિહાર ઉપર સુવર્ણકલશે ચડાવરાવ્યા.
૧૦૩ સિંહદેવ રાજાને કહીને સમસ્ત દેશમાં પર્યુષણાદિ દિવસોમાં અમારીની ઘોષણા કરાવી.
૧૦૪ શાક ભરીના (અજમેર પાસેના સાંભરના) રાજા પૃથવીરાજને પત્ર લખીને રણથંભોરમાં જિનમંદિરમાં સુવર્ણકલશો ચડાવરાવ્યા.
૧૦૫-૬ એક ઉપવાસ કે બે ઉપવાસ કરવા છતાં બન્ને વખતની સદ્ધર્મદેશના દેવાનું કાર્ય કદી તેમણે છોડયું નહિ અને શ્રાવકોને અષ્ટાદ્દિકા જેવા ઉત્સવમાં પ્રવૃત્ત કર્યા.
૧૦૭-૧૧ પોતાના જ્ઞાનથી જ્યારે તેમણે મૃત્યુને સમીપ જણ્યું ત્યારે શરીર નીરોગ છતાં એકેક કાળિો આહાર ક્રમશઃ ઓછો કરીને છેવટે ભજનો ત્યાગ કર્યો. તેમના એ ઉત્તમ વ્રતને જાણીને પરતીથિક લેકે પણ આંસુ ભરી આંખે તેમનાં દર્શને આવવા લાગ્યા હતા. ગુજ૨ નરેન્દ્રના નગરમાં એ કઈ પણ ન હતા જે તેમનાં દર્શને તે કાળે ન આવ્યું હોય. શાલિભદ્રાદિ અનેક સૂરિઓ શેક સહિત તેમની પાસે ગયા હતા.
૧૧૨-૧૬ ભાદરવા માસમાં તેરમે ઉપવાસે પણ કેઈની પણ સહાય લીધા વિના સ્વયં પગે ચાલીને રાજમાન્ય અને આસપાસના બધા પ્રદેશમાં સંમાનિત એવા સયા (શ્રીયક) શેઠની અંતિમ
૧. શ્રાવકેમાં પ્રથમ કોણ દર્શન કરે એવો કઈ કારણસર તડ પડી ગયાં હશે અને પક્ષાપક્ષીને લઈને કલહ થતો હશે એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org