SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવશાળી જીવન મુનિ સુવ્રતચરિતની પ્રશસ્તિમાં શ્રીયદ્રસૂરિએ જે આપ્યું છે તે એટલું રોચક અને સાયુ` છે કે તેમાં વિશેષ કહેવાની જરૂર રહેતી નથી. તેથી અહીં તે જ ઉતારું છું : ૪૭ ૭૧-૩ ભગવાન પાર્શ્વનાથ પછી અઢીસેા વર્ષ પછી તીર્થંકર વીર થયા જેમનું તી આજે પ્રવર્તમાન છે. તે અંતિમ તીર્થંકરના તીર્થમાં શ્રીપ્રશ્નવાહન કુલમાં હપુર ગચ્છમાં શાકંભરી માંડલમાં પ્રસિદ્ધ શ્રીજયસિદ્ધસૂરિ થયા, જેએ ગુણાના ભડાર અને આચારપરાયણ હતા. ૭૪–૬ તેમના શિષ્ય ગુણરત્નાની ખાણ જેવા અભયદેવસૂરિ થયા, જેમણે પેાતાના ઉપશમ ગુણુ વડે સુગરા (?) તું મન હરી લીધું, એમના ગુણા ગાવાની શક્તિ સુરગુરુમાં પણ નથી તા પાછુ મારું શું ગજું ? છતાં પણ તેમના અસાધારણ ગુણાની ભક્તિથી પરવશ થઈને તેમના ગુણમાહાત્મ્યને ગાઉ' છું. ૭૭ તેમના ઉચ્ચ ગુણાનું અનુસરણ કરવા ખાતર જ તેમનુ શરીર ઊંચું થયું હોય એમ જણાય છે. એટલે કે અચાય શરીરે કદાવર હતા. ૭૮ તેમનુ રૂપ જોઈ ને મદન પણ પરાજિત થઈ ગયેલ છે જેથી તે તેમની પાસે કદી આવ્યે નથી. અથાત્ આચાર્ય સુંદર પણ હતા અને કામવિજેતા પણ હતા. ૭૯-૮૧ જ્યારે તીથ કર સૂર્યના અસ્ત થયા ત્યારે ભારતવર્ષોમાં સયમ માગ માં લેાકેા પ્રમાદી થઈ ગયા. પણ તેમણે ધર્મપ્રદીપ તપ-નિયમ આદિ વડે પ્રદીપ્ત કર્યાં; અર્થાત્ તેમણે ક્રિયાહાર કર્યાં. ૮૧ તેમના કાઈ પણુ અનુષ્ઠાનમાં કષાયની માત્રા રહેતી નહિ. સ્વપક્ષ અને પરપક્ષની બાબતમાં તેમનું વન માધ્યસ્થપૂર્ણ રહેતું; અર્થાત્ સ ધર્મસહિષ્ણુ હતા એમ ફલિત થાય છે. ૮૩ એક ચેાલપટા અને એક પછેડી માત્ર પેાતાના ઉપયોગમાં તે નિરીહ આચાય લેતા હતા; અર્થાત્ તેએ અપરિગ્રહી જેવા હતા. ૮૪ યશસ્વી આચાર્ય વસ્ત્રમાં અને દેહમાં મલ ધારણ કરતા હતા; જાણે કે આભ્યંતર મલ ભયભીત થઈને બહાર નીકળી ગયા હતા. ૮૫ આચાય. રસમૃદ્ધિથી રહિત હતા એટલે માત્ર ઘીને છેડીને જીવનપર્યં ત બધા વિયેાના ત્યાગ કર્યાં હતા. ૮૬ તેએ પાતાના કર્મોની નિરાતે અર્થે ખરે બપારે ઉનાળામાં મિથ્યાદષ્ટિને ત્યાં ભિક્ષાર્થે જતા. ૮૭–૯૦ જ્યારે તે ભિક્ષા લેવા નીકળતા ત્યારે શ્રાવકે પોતાના ધરમાં ભિક્ષા દેવાના અભિલાષથી તૈયાર થઈ રહેતા અને આમણુ શેઠ જેવા પણ તેમને પોતાના હાથથી ભિક્ષા આપતા; જે ગામમાં તે બિરાજતા ત્યાંના શ્રાહાળુએ પ્રાયઃ તેમનાં દર્શન કર્યા વિના ભાજન કરતા નહિ; અને શ્રી વીરદેવના ૧. જુએ પાટણ જૈન ભંડાર ગ્રન્થ સૂચી-(ગાયકવાડ સિરીઝ), પૃ૦ ૩૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy