________________
સંમાન મળ્યું તે કાંઈ એકાએક નથી મળ્યું; પણ અણહિલપુર પાટણની વિક્રમ સં. ૮૨માં સ્થાપનાથી માંડીને એ નગરમાં ઉત્તરોત્તર જૈનાચાર્યો અને મહામાત્યને સંબંધ વધતો ગયો હતો અને તેને પરિણામે જૈનચાર્યોના પ્રભાવની પરાકાષ્ઠા રાજા કુમારપાલના સમયે આચાર્ય હેમચંદ્રમાં જોવા મળી. સિદ્ધરાજની સભામાં આચાર્ય હેમચંદ્રની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૮૧ પછી જ જામી હશે, કારણ કે પ્રબન્ધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે દિગંબર કુમુદચંદ્ર સાથેના વાદી દેવસૂરિના વાદ સમયે ત્યાં આચાર્ય હેમચંદ્ર પ્રેક્ષકરૂપે ઉપસ્થિત હતા. પણ વિક્રમ ૧૧૯૧માં માલવવિજય કરીને આવેલા સિદ્ધરાજને જેનેના પ્રતિનિધિરૂપે આચાર્ય હેમચંદે આશીર્વાદ દીધો હતો. એ ઉપરથી જણાય છે કે વિક્રમ ૧૧૮૧થી ૧૧૯૧ સુધીમાં ઉત્તરોત્તર આચાર્ય હેમચંદ્રને પ્રભાવ વધતો ગયો છે, અને છેવટે ૧૧૯૧ માં તો તેઓ જૈનોના પ્રતિનિધિ રૂપે સિદ્ધરાજની સભામાં હતા.
આચાર્ય હેમચંદ્રના આ પ્રભાવની ભૂમિકામાં જે પૂર્વાચાર્યો છે તેમાં આચાર્ય અભયદેવસૂરિ મલધારીનું સ્થાન સર્વોચ્ચ જણાય છે, અને એમને એ સ્થાનની રક્ષા તેમને જ પટ્ટધર આચાર્ય હેમચંદ્ર મલધારીએ કરી છે. રાજા સિદ્ધરાજના મનમાં આ બંને મલધારી આચાર્યોએ પોતાની તપસ્યાને બળ અને શીલને બળે જે ભક્તિ જમાવી હતી તેને જ લાભ તેમના મૃત્યુ પછી આચાર્ય હેમચંદ્રને મળે અને તેથી તેઓ પોતાની સાહિત્યિક સાધનાને બળે કલિકાલસર્વજ્ઞરૂ પે અને કુમારપાળના સમયમાં જૈન શાસનના મહાપ્રભાવક પુરુષરૂપે ઈતિહાસમાં ઝળકી ગયા.
ઉક્ત આચાર્ય અભયદેવને રાજા કર્ણદેવે “માલધારી' પદ આપ્યું હતું એમ તેમની પરંપરામાં થનાર પદ્યદેવસૂરિ અને રાજશેખર જણાવે છે. એ ઉપરથી જણાય છે કે આચાર્ય અભયદેવને પ્રભાવ રાજા કર્ણ ઉપર પણ હશે. કર્ણ પછી તેમને રાજા સિદ્ધરાજ ઉપર જે પ્રકારનો પ્રભાવ હતો તેનું આંખે દેખેલું વર્ણન અતિશયોક્તિ કર્યા વિના તેમના પ્રશિષ્ય શ્રીચ કર્યું છે. તે ઉપરથી જણાય છે કે રાજા આચાર્યને પરમ ભકત હતા; અને તેમાં મુખ્ય કારણ આચાર્યની અને સ્વયં રાજાની પરમસહિષ્ણુતા એ છે. રાજા સિદ્ધરાજ ઉપરને અભયદેવને પ્રભાવ તેમના મૃત્યુ પછી મલધારી હેમચંદ્ર ટકાવી રાખ્યો, અને રાજાને ઉપદેશ આપીને જૈનધર્મની અનેક પ્રકારે પ્રભાવના તેમણે વધારી. સિદ્ધરાજ ઉપર મલધારી હેમચંદ્રના પ્રભાવનું કારણ તેમનાં ત્યાગ અને તપસ્યા તો હશે જ, પણ તેમનાં પૂર્વ જીવનના પ્રભાવે પણ તેમાં ભાગ ભજવ્યું હોય તો અસંભવિત નથી.
માલધારી હેમચંદ્રની પરંપરામાં થયેલા માલધારી રાજશેખરે પ્રાકૃત દ્રયાશ્રયની વૃત્તિ જે તેમણે ૧૩૮૭ માં પૂર્ણ કરી છે, તેની પ્રશસ્તિમાં જણાવ્યા તમાણે તેમનું ગૃહસ્થાશ્રમનું નામ પ્રદ્યુમ હતું
અને તેઓ રાજમંત્રી હતા. તેમણે પોતાની ચાર સ્ત્રીઓને છોડીને આચાર્ય અભયદેવ માલધારી પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી જણાય છે કે આચાર્ય હેમચંદ્ર માલધારી રાજમંત્રી હતા, અને એ કારણે પણ તેમને અનેક રાજાઓમાં પ્રભાવ વધ્યો હોય તો તે સંભવે છે. ઉક્ત બને આચાર્યનું
૧. જુઓ પદ્યદેવ કૃત સરુપદ્ધતિ અને રાજશેખરકૃત પ્રાકૃત દ્વયાશ્રય વૃત્તિની પ્રશસ્તિ, પણ વિવિધતીર્થક૫માં રાજા સિદ્ધરાજે તે બિરુદ આપ્યાને ઉલેખ છે. પૃ. ૭૭. જે રાજા સિદ્ધરાજે એ બિરુદ આપ્યું હતું તે શ્રીચંદ્રસૂરિ એ બાબતનો ઉલ્લેખ કર્યા વિના રહેત નહિ એટલે વધારે સંભવ એ છે કે તે બિરુદ કર્ણદેવે જ આપ્યું હોય. ૨, જૈન સા. સં. ઈ. પૃ૦ ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org