SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આ ઉપરાંત જિનરત્નકેષમાં એક અજ્ઞાતકર્તાક અવચૂરિને પણ ઉલ્લેખ છે. આચાર્ય જિનભદ્રના છતકને આધારે સમપ્રભસૂરિએ યતિજતકલ્પની રચના કરી છે અને મેરૂતુંગે છતકપસાર લખે છે. (૮) ધ્યાનશતક આ નામને પ્રાકૃતગાથાબદ્ધ ગ્રન્થ આચાર્ય જિનભદ્રને નામે ચડે છે. તે શતક કહેવાય છે. પણ તેની વસ્તુતઃ ગાથા ૧૦૫ છે. આ શતકને સમાવેશ આવશ્યકનિયુક્તિ માં છે. આચાર્ય હરિભદ્ર તેની બધી ગાથાઓની વ્યાખ્યા પણ કરી છે, પણ તેમાં આ ગ્રન્થને તેમણે “શાસ્ત્રાન્તર' કહ્યા છતાં તે કાની રચના છે તે વિશે કશું જ કહ્યું નથી. આચાર્ય મલધારી હેમચંદ્ર પોતાના ટિપણમાં પણ રચયિતા વિશે કશી જ સૂચના આપી નથી. એટલે આ કૃતિ આચાર્ય જિનભદ્રની હવા વિશે શંકાને સ્થાન છે. આચાર્ય હરિભદ્રના ઉ૯લેખને અર્થ ધ્યાનશતક એ “શાસ્ત્રાન્તર' છે એ તે નિશ્ચિત જ છે, પણ તે આચાર્ય ભદ્રબાહુની કૃતિ નથી એવો અર્થ તેમાંથી ફલિત થતો નથી. વસ્તુતઃ આવશ્યકનિર્યુક્તિમાં અનેક વાર તીર્થકરને નમસ્કાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યાં નવું પ્રકરણ શરૂ થતું હોય છે ત્યાં નમસ્કાર કર્યો છે. તે પ્રમાણે ધ્યાન પ્રકરણને પ્રારંભમાં પણ આચાર્યો નમસ્કારની સંગતિ બેસાડવા ખાતર આચાર્ય હરિભદ્ર એમ કહ્યું છે કે હવે ધાનશતકમાં ઘણું કહેવાનું છે અથવા તો એ વિષય બહુ મહત્વનું છે તેથી ખરી રીતે એ શાસ્ત્રાન્તરનું સ્થાન લેતું વાથી પ્રારંભમાં આચાર્યો નમસ્કાર કર્યો છે. આ ઉપરથી માત્ર ધ્યાનશતકમાં પ્રતિપાદિત વિષયની મહત્તાને કારણે આ. હરિભક તેને શાસ્ત્રાનેતર સૂચવે છે. પણ એથી એમ તો ફલિત નથી થતું કે આ હરિભદ્ર આવશ્યકનિયંક્તિમાં આ. જિનભદ્રના ધ્યાનશતકને ઉપયોગી સમજીને સમાવી લીધું અને તેની વ્યાખ્યા કરી. જે એ કૃતિ ભદ્રબાહુની ન હોત તો સ્પષ્ટ રીતે આ. હરિભદ્ર અવશ્ય તેવી સૂચના આપત અને તે કોની છે તે પણ સૂચવત, એવી કશી જ સૂચનાને અભાવમાં એ પ્રકરણને આવશ્યક નિર્યુક્તિના અંશરૂપ જ માનવું જોઈએ. ધાનશતકને શ્રી વિનય ભક્તિ-સુંદર-ચરણ ગ્રથમાલાના ત્રીજા પુષ્પરૂપે આચાર્ય જિનભની કૃતિરૂપે પૃથફ પણ છાપવામાં આવ્યું છે. ૭, મલધારી હેમચન્દ્રાચાર્ય ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ સિદ્ધરાજ જયસિંહ અને રાજર્ષિ કુમારપાલને રાજત્વકાળ છે. એ યુગમાં ગુજરાતની રાજનૈતિક દૃષ્ટિએ ઉન્નતિ થઈ, પણ એથી એ વધારે તો સંસકારનિર્માણની દષ્ટિએ થઈ છે, અને એમાં જૈન અમા-મહામાત્ય દંડનાયકને જે ફાળે છે તેના મૂળમાં મહાન જૈન આચાર્યો વિરાજમાન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને ઉક્ત બને રાજાઓની રાજસભામાં ૧. આવશ્યકનિયુક્તિની ગા૦ ૧૨૬૭ પછી ધ્યાનશતકને સમાવેશ છે. ૨. દયાનંરાત ૨ महार्थत्वाद्वस्तुतः शास्त्रान्तरत्वात् प्रारम्भ एव विधनविनायकापशान्तये मलार्थ मिष्टदेवतानमस्कारमाह" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy