________________
માં આચાર્યું કર્યું નથી; એટલે ઉક્ત ગાથાઓમાંને કૂવ શબ્દને સંબંધ પૂર્વોક્ત પ્રકારે કર યોગ્ય છે.
ગ્યતાનો અને અયોગ્યતાને વિચાર
જ્ઞાનવિવેચન પછી વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપનારની વિસ્તારથી કરવામાં આવ્યો છે (ગા) ૧૪૯-૨૫૪).
સાંપ્રતકાલમાં એવી ચગ્યતાવાળા મહાપુરુષો છે નહિ તો પ્રાયશ્ચિત્તનો સંભવ કેવી રીતે ઘટે ? એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે કેવલી અને ચૌદપૂર્વધારી સાંપ્રત કાળમાં નથી એ સાચું, પરંતુ પ્રાયશ્ચિત્તની વિધિનું મૂળ પ્રત્યાખ્યાનપૂર્વેની તૃતીય વસ્તુમાં છે અને તેને આધારે' કલ્પ, પ્રકલ્પ અને વ્યવહાર એ ત્રણ ગ્રન્થનું નિર્માણ થયું છે, જે અદ્યાપિ વિદ્યમાન છે અને તે ગ્રન્થોના જ્ઞાતા પણ વિદ્યમાન છે. એટલે પ્રાયશ્ચિત્તને વ્યવહાર એ ગ્રન્થને આધારે બહુ જ સરલતાથી થઈ શકે છે અને તેથી ચારિત્રની શુદ્ધિ પણ થઈ શકે છે, તો તેનું આચરણ શા માટે ન કરવું ? (ગા) ૨૫૪-૨૭૩)
પ્રાયશ્ચિત્તદાનમાં દાતાએ દયાભાવ રાખવો જોઈએ અને જેને પ્રાયશ્ચિત્ત આપવાનું હોય તેની શક્તિનો પણ વિચાર કરવો જોઈએ. એમ થાય તે જ પ્રાયશ્ચિત્ત કરનાર સંયમમાં સ્થિર થાય છે. અન્યથા પ્રતિક્રિયા જન્મે છે અને પ્રાયશ્ચિત લેનાર શુદ્ધિને બદલે સંયમને જ સર્વથા ત્યાગ કરે છે. પણ દયા ભાવની એટલી વૃદ્ધિ તો ન જ કરવી જોઈએ જેને લઈને પ્રાયશ્ચિત્ત દેવાને જ વિચાર માંડી વળય. એમ કરવા જતાં તે દેશની પરંપરા જ જન્મ અને ચારિત્રશુદ્ધિ થાય જ નહિ (ગા) ૩૦૭), કારણું પ્રાયશ્ચિત્ત જ ન દેવામાં આવે તે ચારિત્ર સ્થિર ન રહે અને જો ચારિત્ર જ ન હોય તો તીર્થ ચરિત્રશલ્ય બની જાય. અને જે તીર્થમાં ચારિત્ર જ ન હોય તો નિવણલાભ કેમ થાય? નિર્વાણલાભ ન હોય તો પછી કોઈ દીક્ષિત શા માટે થાય ? અને કેઈ દીક્ષિત સાધુ જ ન હોય તે એ તીર્થ કેમ કહેવાય છે માટે પ્રાયશ્ચિત્તની પરંપરા તે જ્યાંસુધી તીર્થ સ્થિતિ છે ત્યાંસુધી ચાલુ રાખવી જ જોઈએ (ગા૦ ૩૧૫-૩૧૭).
પ્રસંગે ભક્તપરિજ્ઞા (ગા) ૩૨૨-૧૧), ઈગિની મરણ (૫૧૨-૧૫) અને પાદપપગમન (૫૧૬ -૫૯) એ ત્રણે પ્રકારની મારણાંતિક સાધનાનું વિવેચન એટલા માટે કરવામાં આવ્યું છે કે સાંપ્રતકાલમાં પણ આવી કઠિન તપસ્યાઓને આચારનાર મોજૂદ છે તો સામાન્ય પ્રાયશ્ચિત્તોનું આચારણ તેની અપેક્ષાએ ઘણું જ સરલ છે એટલે તેનું અવલંબન વિછિન કેમ મનાય ?
મૂળની પ્રથમ ગાથાના ભાષ્યમાં આ અને આ સિવાયના અનેક પ્રાસંગિક વિષયોની વિશદ ચર્ચા આચાર્યો કરી છે. આ પછી મૂલાનુસારી ભાષ્યની ગતિ છે. એટલે કે મૂલમાં જ્યાં સાધુઓથી થતા તે તે દે ગણાવ્યા છે અને તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તોનું વિધાન છે ત્યાં સર્વત્ર મૂળના શબ્દ શબ્દની વ્યાખ્યા ઉપરાંત આવશ્યક સંબંધ વિષયોની ચર્ચા પણ આચાર્ય ભાષ્યમાં કરી છે અને એ પ્રકારે ભાષ્યને સુવિસ્તૃત અને વિશદ ગ્રન્થનું રૂપ આપ્યું છે.
૧. ક૯૫ તે બૃહત્કલ્પને નામે ઓળખાતો ગ્રન્થ છે. પ્રકટપ એટલે નિશીથ અને વ્યવહાર એ જ વ્યવહારસૂત્ર નામને ગ્રન્થ છે, એ ત્રણે આજે પણ વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org