SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આગમેત૨– કર્મ પ્રકૃતિ, સારી, વસુદેવચરિત. (૬) છતકલ્પસૂત્ર ૧૦૩ પ્રાકૃત ગાથાઓમાં આચાર્ય જિનભકે આ ગ્રંથની રચના કરી છે અને તેમાં જીતવ્યવહારને આધારે અપાતાં પ્રાયશ્ચિત્તોનું સંક્ષેપથી વર્ણન કર્યું છે (ગા) ૧). પ્રાયશ્ચિત્તને સંબંધ મેક્ષના કારણ ભૂત ચારિત્ર સાથે છે, કારણકે ચારિત્રની શુદ્ધિને મુખ્ય આધાર પ્રાયશ્ચિત્ત છે. એટલે મેક્ષાર્થીએ પ્રાયશ્ચિતોનું જ્ઞાન કરવું આવશ્યક છે. એમ આ ગ્રન્થરચનાનું પ્રોજન બતાવીને (ગા૦૨-૩) આચાર્યો આલોચને આદિ પ્રાયશ્ચિત્તના દશ ભેદ ગણાવ્યા છે (ગા) ૪), અને પછી તે પ્રત્યેક પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધસ્થાનને નિર્દેશ કર્યો છે, એટલે કે કયા અપરાધમાં કયા પ્રકારનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તેને નિર્દેશ કર્યો છે (ગા૦ ૫-૧૦૧). અંતમાં જણાવ્યું છે કે અનેવસ્થાપ્ય અને પાચિક એ બે પ્રાય ચૌદ પૂર્વના સત્તાકાળ સુધી અપાતાં હતાં; એટલે કે આચાર્ય ભદ્રબાહુના કાળ સુધી એ પ્રાયશ્ચિત અપાતાં, ત્યાર પછી તેમને વિચ્છેદ છે (ગા૧૦૨) અને ઉપસંહારમાં જણાવ્યું છે કે આ જીતકપની રચના સુવિહિતની અનુકંપાથી કરવામાં આવી છે. ગુણાની પરીક્ષા કરીને આ શાસ્ત્રને ઉપદેશ કરવો જોઈએ. (ગા) ૧૦૩). (૭) જીતક૫ભાષ્ય – ૧૦૩ ગાથાના પિતાના મૂલ જીતક૯પસૂત્ર ઉપર આચાર્ય જિનભકે ૨૬૦૬ ગાથા-પ્રમાણુ ભાષ્યની રચના કરી છે. મૂલસમ્બદ્ધ અનેક વિષયની ચર્ચા એમાં કરીને આચાર્યો છતવ્યવહાર શાસ્ત્રને જ નહિ પણ સંપૂર્ણ છેદશાસ્ત્રના રહસ્યને પણ કુટ કર્યું છે. મૂલસૂત્રના એક એક શબ્દની વ્યાખ્યા પ્રથમ પર્યાયે દર્શાવીને અને પછી ભાવાર્થ પ્રદર્શન દ્વારા કરવામાં આવી છે. એટલાથી જ આચાર્યો સંતોષ નથી માને, પણ અનેક શબ્દની વ્યુત્પત્તિ પણ દર્શાવી છે અને તે પ્રકારે ઈષ્ટાર્થની સિદ્ધિ કરી છે. માત્ર અર્થપ્રદર્શન એ જ ભાષ્યનું શ્રેય નથી. તેમાં તો ચર્ચાતા વિષયની સાથે સંબદ્ધ અનેક ઉપયોગી વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં પણ આચાર્યો સકાચ અનુભવ્યું નથી, અને એ રીતે આ ગ્રન્થને એક શાસ્ત્રનું રૂપ આપી દીધું છે. આચાર્યો મૂલમાં (ગા) ૧) પ્રવચનને નમસ્કાર કર્યો છે એટલે ભાષ્યમાં સર્વ પ્રથમ પ્રવચન શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે કરવામાં આવી (ગા) ૧-૩) છે અને પછી પ્રાયશ્ચિત શબ્દની વ્યાખ્યા કરી છે કે – पाव छिदति जम्हा पायच्छित्तं ति भण्णते तेण । पायेण व। विचित सोहयई तेण पचिछन । गा. ५ ॥ પ્રાયશ્ચિત એ સંસ્કૃત શબ્દનાં પ્રાકૃતમાં બે રૂ૫ પ્રચલિત છે, વાછિત્ત અને વરિજીરો એટલે એ ૧. ૮૩, ૮૫, ૧૦૪, ૧૨૬ ૨. ગા) ૯૦-૯૨ ૩. ગા૦ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy