SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ o સ્થાપના કરવાનો પ્રયત્ન કરીએ. છતાં પણ અમારે કહેવું જોઈએ કે જિનમતને અન્યથા કરવાની તો શક્તિ અમારામાં નથી જ. વળી આગમ અને હેતુવાદની મર્યાદા ભિન્ન છે એવી સમજથી તેમણે કહ્યું છે કે તર્કને એક બાજુએ રાખીને માત્ર આગમનું જ અવલંબન કરવું જોઈએ અને પછી યુક્ત છે અને અયુક્ત શું એને વિચાર કરવો જોઈએ. અર્થાત આગમની પાછળ પાછળ યુક્તિએ જવું જોઈએ, નહિ કે યુક્તિથી પ્રથમ જે વિચાર્યું હોય તેના સમર્થનમાં આગમને ધર.૨ વળી તેમણે કહ્યું છે કે આગમમાં પણ જે કાંઈ કહ્યું છે તે કાંઈ અહેતુક અર્થાત્ નિરાધાર તે કહ્યું જ નથી, માટે હેતુથી આગમનું સમર્થન કરવું જોઈએ, પણ હેતુથી આગમ વિરોધી વસ્તુનું પ્રતિપાદન તો કરવું જ ન જોઈએ. આ જ વસ્તુને તેમણે બીજે પ્રસંગે વધારે સ્પષ્ટ કરીને કહી છે કે એ અભિનિવેશ તમારે શા માટે રાખો કે પિતાના તર્કને જે ગમે તે જ જિનમત હેવો જોઈએ ? સર્વગ્નના મતને-જિનના મતને નિષેધ કરવાનું સામર્થ્ય તર્કમાં તો છે જ નહિ, એટલે કે આગમનું અનુસરણ તે કરવું જોઈએ, તર્કનું અનુસરણ આગમે નહિ,* આ નાનકડા પ્રકરણગ્રન્થમાં જ અનેક આગમ અને આગમેતર પ્રકરણના મતને સમન્વય કરવામાં આવ્યો છે તે આગમ અને અગમેતર ગ્રન્થ આ છે – અગમે પ્રજ્ઞાપના,૫ સ્થાનાંગ, પ્રજ્ઞપ્તિ (ભગવતી), દીપસાગરપ્રાપ્તિ, છવાભિગમ પ્રજ્ઞપ્તિ,૯ જંબુદ્વીપ ૧૦ પ્રાપ્તિ,૧૧ સૂર્યપ્રજ્ઞપ્તિ,૧૨ આવશ્યક,૧૩ સામાયિક ચૂર્ણ આચારણિધિ, સોમિલપૃચ્છા (ભગવતી). १. मोनूण हेउवाय आगममेत्तावलंबिणा होउ। सम्ममणुचिन्तणिज्ज कि जुत्तमजुत्तमेय ति ॥ ૨, હેતવાદ અને આગમવાદ વચ્ચેના વિરોધને પરિહાર સિદ્ધસેન દિવાકરે બંને વાદના વિષયોને જુદા પાડી કરેલ છે, જે ધ્યાન આપવા જેવો છે. (જુઓ સન્મતિતર્ક, કાંડ ૩, ગાયા ૪૩-૪૫, ગુજરાતી વિવેચન) હેતુ-અહેતુવાદને સંઘર્ષ એ માત્ર કેઈ એક જ પરંપરાની બાબત નથી. એવો સંધર્ષ દરેક દર્શનપરંપરામાં આવે જ છે. દા. ત. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ શ્રુતિ-આગમ-નો જ મુખ્યપણે આશ્રય લે છે. તે તકને ઉપયોગ કરે તે માત્ર આગમના સમર્થન માટે; સ્વતંત્રપણે નહિ, તેથી ઊલટું સાંખ્ય જેવાં દર્શને મુખ્યપણે તર્ક-હેતુ જીવી છે. તેઓ શ્રુતિને અવલંબે તે માત્ર તક. સિદ્ધ વસ્તુને સ્થાપવા માટે જ આ સંઘર્ષ અનિવાર્ય છે, એમ જણવાથી જ જૈન આચાર્યોએ એને ઉકેલ પોતપોતાની ઢબે દર્શાવ્યો છે, જેમાં ક્ષ. જિનભદ્રનું એક સ્થાન છે તે સિદ્ધસેન દિવાકરનું બીજુ છે. ૩. જવ જ સત્ર દિવય સવ નિમયમ ચં મન 1 જિં' અનુમૈરીમાળા આownત્ત દેવા મr૬ || ગા૦. ૨૪૯, ૪. વકો વામિળને તે દિણિ નિલમ સતw g] I =' તો સઘUTHવું જિમેદે | ગા૦ ૨૭૪ ૫. ગા૦ ૨૨૦, ૨૭૫ ૬, ગા૦ ૧૮ ૭. ગા૦ ૧૩, ૧૮, ૨૫૪, ૨૨૦, ૧૭૨ ૮. ગ૦િ ૯ ૯, ૧૩, ૨૪૨ ૧૦. ગા૦ ૧૩ ૧૧. ગા. ૧૭ નું ઉત્થાન ૧૨. ગા) ૨૫૩ ૧૩. ગા૦ ૩૧ ૧૪. ગા૦ ૨૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy