SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ આ ગ્રન્થમાં જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરવર દીપાઉં—એ પાંચ પ્રકરણમાં તે તે દ્વીપ અને સમુદ્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જંબદ્વીપના નિરૂપણ પ્રસંગે સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ વિશે વિસ્તારથી પ્રરૂપણું કરવામાં આવી છે, અને લવણદધિના નિરૂપણ પ્રસંગે અત્તરદીપોની પણ વિસ્તૃત પ્રરૂપણ છે. આચાર્યો આ ગ્રંથમાં જૈન ભૂગોલને સમાવેશ કર્યો છે એમ કહેવું જોઈએ. સાથે જ આમાં ગણિતાનુયોગ પણ આવી જાય છે. આચાર્ય મલયગિરિની ટીકા સાથે એ ગ્રન્થ જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રસિદ્ધ કર્યો છે તેમાં તેની ગાથા બધી મળી ૬૫૬ છે. જે ગાથામાં ગ્રન્થની ગાથાસંખ્યાને ઉલેખ છે તે ગાથામાં એક પાઠાંતર પ્રમાણે ૬૫૫ ગાથાઓને નિર્દેશ છે, પણ આચાર્ય મલયગિરિએ પ૩૭ ગાથા છે એ પાઠ સ્વીકાર્યો છે, છતાં પણ તેમણે વ્યાખ્યા તો ૬૫૬ ગાથાઓની કરી છે. છેલી ગાથા જેમાં ગ્રન્થપ્રશસ્તિ છે તેને બાદ કરીએ તો પાઠાંતરનિર્દિષ્ટ ૬૫૫ ગાથા એ મૂળ ગ્રન્થની ગણી શકાય, કારણ કે આચાર્ય મલયગિરિએ કઈ ગાથા વિશે પ્રક્ષેપની સૂચના આપી નથી. આમ કેમ બન્યું હશે એ કલ્પવું મુશ્કેલ છે. સંભવ છે કે મૂળ ગાથા ૬૩૭ જ હોય, પણ પછી તેમાં પ્રક્ષેપ થયો હોય અને તે પ્રક્ષેપને આચાર્ય મલયગિરિ તારવી શકથા ન હોય. તેમણે વગર ગણતરીએ જે પાઠ મળ્યો તેની ટીકા કરી, પણ એ ગાથાનું પાઠાંતર તેમના ધ્યાનમાં આવ્યું ન હોય, પણ એ પાઠાંતર મળે છે, એટલે પ્રક્ષેપની સંભાવના થઈ શકે ખરી. આ ગ્રન્થ બન્યા પછી અભ્યાસીઓમાં તે અતિ પ્રચલિત થઈ ગયું છે એ જ કારણે આ ગ્રંથનાં અનેક અનુકરણે થયાં છે અને તેની અનેક ટીકાઓ પણ રચાઈ છે. જિનરત્નકેષમાં આ ગ્રન્થની દશ ટીકાઓની નોંધ લેવાઈ છે ? (૧) આચાર્ય હરિભદ્રકૃત વૃત્તિ-આ વૃત્તિ પ્રસિદ્ધ યાકિનીસૂનુ હરિભદ્રની નથી, પણ બહગચ્છના માનદેવ-જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્ર-કૃત છે અને તે સં. ૧૧૮૫ માં લખાઈ છે. (૨) સિદ્ધસેનસૂરિકૃત વૃત્તિ-ઉપકેશગચ્છના દેવગુપ્તસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ 3000ોક પ્રમાણ સં. ૧૧૯૨ માં પૂર્ણ કરી હતી. (૩) આ મલયગિરિકૃત વૃત્તિ-આ વૃત્તિ પ્રસિદ્ધ ટીકાકાર આચાર્ય મલયગિરિએ રચી છે. તેનું પ્રમાણ ૭૮૮૭ ક જેટલું છે, આચાર્ય મલયગિરિ પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના સમકાલીન હતા. (૪) વિજ્યસિંહકૃત વૃત્તિ-આ વૃત્તિ સં. ૧૨૧૫ માં રચાઈ છે. તેનું પરિમાણ ૩૨૫૬ શ્લોક છે. શ્રી. દેસાઈન અનમાન છે કે આ વિજયસિંહ તે જ છે જેમણે જબુદ્વીપ સમાસની ટીકા લખી છે અને તે ચંદ્રગરીય અભયદેવ–ધનેશ્વર---અજિતસિંહ–વર્ધમાન–ચંદ્રપ્રભ-ભદ્રેશ્વર-હરિભદ્ર –જિનચંદ્રના શિષ્ય હતા ૧. જુઓ ૫. ૭૫ ૨. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૫૦ ૩ જૈન સા. સં. ઈ, પૃ. ૨૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy