SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ જે કે આ ગ્રન્થ આવશ્યકસૂત્રની નિયુક્તિની ટીકારૂપે લખાય છે એટલે મૂળને અનુસરીને ચાલે છે, પણ આચાર્યની વસ્તુસંકલનાની એ કુશળતા છે કે મૂળની સ્પષ્ટતાને બહાને તેઓ અનેક સંબદ્ધ વિષયોની ચર્ચા કરી લે છે. આ ગ્રંથને પરિચય માટે એક સ્વતંત્ર ગ્રન્થલેખનની આવશ્યકતા છે તેથી અહીં તેને વધારે વિસ્તાર કર અનાવશ્યક માનું છું અને સામાન્ય પરિચય આપી સંતોષ માનું છું. આ ભાષ્યની ૩૬૦૬ ગાથાઓ છે અને તેની ટીકા સ્વયં આચાર્યો સંસ્કૃતમાં લખી છે તે ગ્રન્થની આદિથી છઠ્ઠા ગણધર સુધી છે; પણ પછીની ટીકા તેમના મૃત્યુને કારણે અધૂરી રહી છે, એટલે આગળને ભાગ આચાર્ય કટ્ટાર્ચે પૂરો કર્યો છે. બીજી ટીકા કેટયાચાર્યની છે અને ત્રીજી ટીકા આચાર્ય માલધારી હેમચંદ્રની છે, જેના આધારે પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવામાં આવ્યું છે. (૨) વિશેષાવશ્યકભાળ્ય-સ્વપજ્ઞ વૃત્તિ આચાર્યે આ ટીકા સંસ્કૃતમાં લખી છે. પ્રાયઃ પ્રાકૃત ગાથાઓના વક્તવ્યને સંસ્કૃત ભાષામાં મૂકી દીધું છે અને યત્રતત્ર થોડી વધારાની ચર્ચા પણ કરી છે. આ વૃત્તિ અતિ સંક્ષિપ્ત જ છે એટલે મળના હાર્દને સાધારણ વાચક સમજી શકે તેમ નથી. આ જ કારણે આચાર્ય કેટચાચાર્યું અને માલધારી હેમચંદ્ર આના ઉપર ઉત્તરોત્તર વિસ્તૃત ટીકા લખવાનું ઉચિત માન્યું છે. આ ટીકાને વિશેષ પરિચય મુનિશ્રી પુણ્યવિજયજીએ જ સર્વપ્રથમ તેને શોધીને તાજેતરમાં આવે છે. આચાર્યે આ ટીકામાં આચાર્ય સિદ્ધસેનનું નામ આપ્યું છે, એટલે હવે એ વસ્તુ નિશ્ચિત થાય છે કે અમક મતાને સિદ્ધસેનના મતે તરીકે અન્ય ટીકાકારોએ વર્ણવ્યા છે તેને આધારે પ્રસ્તુત ટીકા જ છે. ભાષ્યનું નામ તેમણે પોતે જ વિશેષાવશ્યક ર આપ્યું છે એ વસ્તુ તેમની સ્થાપના ટીકાથી સિદ્ધ થાય છે. ગા૦ ૧૮૬૩ સુધી આચાર્ય વ્યાખ્યા કરી શક્યા છે, પણ ત્યારપછી તેમનું મૃત્યુ થઈ જવાથી વ્યાખ્યા અધૂરી રહી છે.૩ (૩) બૃહત્સંગ્રહણી બહસંગ્રહણીને વિવરણના મંગલ પ્રસંગે આચાર્ય મલયગિરિએ આ ગ્રન્થના કતાં તરીકે આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ઉલેખ બહુ આદરપૂર્વક કર્યો છે, એટલે એ કૃતિના કર્તા આ. જિનભદ્ર છે એમાં શંકાને અવકાશ નથી. આચાર્ય જિનભદ્ર સ્વયં આ ગ્રન્થને સંગ્રહણીપ ૧. જુઓ ગાથા ૭૫ ની વ્યાખ્યા. ૨. જુઓ ગા) ૧૪૪૨ ની વ્યાખ્યા. 3. निर्माप्य षष्ठगणधरवक्तव्यं किल दिवंगता पूज्या : ॥ अनुयोगमार्य (ग)देशिकजिनभद्रगणिक्षमाप्रमणाः॥ તવ પ્રળિયાતઃ ઘરમવિ(વ)ાિટવિયરનું બિરૂ | વોર્થવાળના મંધિયા શત્તિમનપેટ્સ || ગાળ ૧૮૬૩, ४. नमत जिनबुद्धितेजःप्रतिहतनिःशेषकुमतघनतिमिरम्। जिनवचनकनिषण्ण जिनभद्रगणिक्षमाश्रमणम् ॥ यामकुरूत संग्रहणि जिनभद्रगणिक्षमा मणपुज्यः । तस्या गुरूपदेशानुसारतो वच्मि विवृतिमहम् ॥ ૫‘તા સંગાળ ત્તિ નામે છે ગા૦ ૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy