SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આચાર્ય જિનભદ્રનું સયુ ૧૦૪ વર્ષ હતું એવી પરંપરા છે. તે પ્રમાણે તેમને સમય વિક્રમ ૫૪૫-૬૫૦ વચ્ચે માની શકાય. બીજ' કઈ બાધક ન મળે ત્યાંસુધી આચાર્ય જિનભદ્રને સમય આ પ્રમાણે માની શકાય. તેમના ગ્રમાં આવતા ઉ૯લેખો તપાસતાં પણ આ સમયમાં બાધક બને એ એક પણ ઉલ્લેખ જોવામાં આવતા નથી. સામાન્ય રીતે તેમના ગ્રન્થમાં આચાર્ય સિદ્ધસેન, પૂજ્યપાદ દિગ્નાગ જેવા પ્રાચીન આચાર્યોના મતેની નોંધ છે, પણ વિક્રમ ૬૫૦ પછીના કોઈ પણ આચાર્યના મતને ઉલેખ જોવામાં નથી આવ્યો. જિનદાસની ચૂર્ણિમાં જિનભદ્રના મતને ઉલ્લેખ મળી આવે છે તેથી પણ ઉક્ત સમયાવધિનું સમર્થન થઈ જાય છે. નન્દીચૂર્ણિ તે નિશ્ચિત રૂપે ૭૩૩ વિક્રમ સંવ માં બની છે અને તેમાં તો ડગલે ને પગલે વિશેષાવશ્યક ઉદ્ધત છે. ૬. આચાર્ય જિનભદ્રના ગ્રંથ નીચેના ગ્રંથો આયાયે જિનભદ્રને નામે ચડેલા છે– ૧ વિશેષાવશ્યક ભાષ્ય-પ્રાકૃત પદ્ય ૨ વિશેષાવશ્યકભાષ્ય પજ્ઞ વૃત્તિ-સંસ્કૃત ગદ્ય ૩ બહસંગ્રહણી-પ્રાકૃત પદ્ય ૪ બ્રહક્ષેત્રસમાસ–પ્રાકૃત પદ્ય ૧ વિશેષણવતી-પ્રાકૃત પદ્ય ૬ જીતક૯પસૂત્ર-પ્રાકૃત પદ્ય ૭ જીતકપસૂત્રભાષ્ય-પ્રાકૃત પદ્ય ૮ ધ્યાનશતક (૧) વિશેષાવશ્યકભાષ્ય જૈનત્તાનમહેદધિની ઉપમા આ ગ્રંથને આપવામાં આવે છે તેમાં જરાય અતિશયોક્તિ જેવું નથી. જૈન આગમમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુરઃસર ગોઠવીને આમાં રજૂ કરવામાં આવી છે. જૈન પરિભાષાઓને સ્થિર કરવામાં આ ગ્રન્થને જે ફાળે છે તે ભાગ્યેજ બીજા અનેક ગ્રન્થોએ મળીને પણ આપણે હશે. જ્યારથી આ ગ્રંથની રચના થઈ છે ત્યારપછીને જૈન આગમની વ્યાખ્યા કરતા કોઈ પણ ગ્રન્થ એવો નથી મળતો જેમાં આ ગ્રંથને આધાર લેવામાં ન આવ્યું હોય. આ ઉપરથી આ ગ્રન્થનું મહત્વ કેટલું છે તે સમજાઈ જાય છે. આ ગ્રન્થનાં અનેક પ્રકરણે એવાં છે જે સ્વતંત્ર પ્રન્થ જેવાં છે. પાંચ જ્ઞાનચર્ચા કે ગણધરવાદ લે અથવા નિહ્નવવાદ લો કે નવાધિકાર પ્રકરણ યો કે સામાયિક વિવેચન , એ અને એનાં જેવાં બધાં પ્રકરણે સ્વતંત્ર ગ્રન્થની ગરજ સારે એવાં પ્રકરણો છે. કઈ પણ વસ્તુની ચર્ચા જ્યારે આચાર્ય ઉપાડે છે ત્યારે તેના હાર્દમાં– ઊંડાણમાં તે જાય જ છે, પણ તેના વિસ્તારમાં જવામાં પણ સંકોચ રાખતા નથી; એટલે તે તે વિષયની ગંભીર ઊંડી સંપૂર્ણ ચર્ચા એક જ જગ્યાએ વાચકને મળી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy