SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૨. એ ગાથાઓને જે રચનાકાળસૂચક માનવામાં આવે તો તે ગાથાઓ આચાર્ય જિનભદ્ર બનાવી હોય તેમ માનવું પડે. એવી સ્થિતિમાં તેની ટીકા પણ મળવી જોઈએ. પરંતુ આ જિનભદ્ર પ્રારંભેલી અને આચાર્ય કાર્યો પૂર્ણ કરેલ વિશેષાવશ્યકની સર્વ પ્રથમ ટીકામાં કે કેટયાચાર્ય અને આચાર્ય હેમચન્દ્ર મલધારીની ટીકામાં પણ એ ગાથાઓની ટીકા ઉપલબ્ધ નથી, એટલું જ નહિ, પણ એ ગાથાઓના અસ્તિત્વની સૂચના પણ નથી. એટલે માની શકાય કે તે ગાથાઓ આચાર્ય જિનભદ્રની રચના નથી. અર્થાત એ પણ માની શકાય કે પ્રતિની નકલ કરનાર કરાવનારે તે લખી હોય. અને તે એ ગાથામાં સૂચવેલ સમય રચનાસંવત નહિ, પણ પ્રતિલેખન સંવત છે, એમ સિદ્ધ થાય. કટ્ટાર્થના ઉ એ પણ નિશ્ચિત છે કે આચાર્ય જિનભદ્રની અંતિમ કૃતિ વિશેષાવશ્યકભાષ્ય છે. તે ભાષ્યની સ્વોપાટીકા તેમનું મૃત્યુ થઈ જવાથી પૂર્ણ ન થઈ શકી, એવો સ્પષ્ટ ઉલ્લેખ કટ્ટાર્ય કરે છે. હવે જે એ વિશેષા૦ પ્રતિ શક સં. ૫૩૧માં અર્થાત્ વિક્રમ સં. ૬૬૬ માં લખાઈ તો વિશેષા. વશ્યક રચાયાને સમય વિક્રમ ૬૬૦ ની આગળ તો વધી જ શકે નહિ. અને આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભદ્રની એ અંતિમ કૃતિ હતી. તેની ટીકા પણ તેમના મૃત્યુને કારણે અધૂરી રહી એટલે સ્વયં જિનભદ્રની પણ ઉત્તરાવધિ વિક્રમ ૬૫૦ થી આગળ મૂકવી જોઈએ નહિ. એક પરંપરાના આધારે પણ તેમની આ ઉત્તર અવધિને ટેકો મળે છે. વિચારણીમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય જિનભદ્રને સ્વર્ગવાસ વિક્રમ ૬૫૦ માં નક્કી કરી શકાય છે, કારણ કે તેમાં વીરનિર્વાણ ૧૦૫૫ માં આચાર્ય હરિભદ્રને સ્વર્ગવાસ નેયો છે. અને ત્યાર પછી ૬૫ વર્ષ જિનભદ્રને યુગપ્રધાનકાળ બતાવ્યું છે એટલે ૧૧૨૦ વીરનિર્વાણમાં અચાર્ય જિનભદ્રને સ્વર્ગવાસ આવે છે; અર્થાત વિક્રમ ૬૫૦ માં આચાર્ય જિનભદ્ર સ્વર્ગસ્થ થયા એમ વિચારશ્રેણી અનુસાર ફલિત થાય છે. વિચારકોણીને આ મત આપણી પૂર્વ વિચારણાને અનુકૂળ છે, એટલે તેને નિશ્ચય નહિ પણ સંભવકાટીમાં તો મૂકી શકાય. બીજી પરંપરા પ્રમાણે આચાર્ય જિનભદ્ર વીરનિર્વાણ ૧૧૧૫ માં યુગપ્રધાનપદે આવ્યા એ પરંપરાને ઉલેખ ધર્મસાગરીય પટ્ટાવલીમાં છે. તેમને યુગપ્રધાનકાળ ૬૦-૬૫ વર્ષને ગણતાં વિક્રમ ૭૦૫-૦૧૦ માં તેમનું મૃત્યુ સંભવે. પણ આની સાથે ઉક્તપ્રતિગત ઉલ્લેખનો મેળ નથી, કારણ કે તે વિક્રમ ૬૬૮ માં લખાઈ છે. તે પછી તેનું નિર્માણ તો તેથી પણ પહેલાં થઈ ગયું હોવું જોઈએ. અને અંતિમ કૃતિ હોવાથી તેના નિર્માણ અને આચાર્યના મૃત્યુના સમયમાં દશ-પંદરથી વધારે વર્ષનું અંતર તો કલ્પી શકાય નહિ, અને ધારો કે એ ઉલ્લેખને પ્રથનિર્માણચક માની લઈએ તો તે ગ્રન્થની રચના પછી ચાળીશ વર્ષે તેમનું મૃત્યુ થયું એમ માનવું પડે. પણ કાર્યને ઉલ્લેખ તેમાં સ્પષ્ટ રૂપે બાધક છે, એટલે ધર્મસાગરીય પટ્ટાવલીમાં સૂચિત સમય કરતાં વિચારશ્રેણીમાં સૂચિત સમય વધારે સંગત છે. અર્થાત આચાર્ય જિનભદ્રનું મૃત્યુ મેડામાં મોડું વિ૦ ૬૫૦માં થયું હતું એમ માનવું વધારે સંગત છે. ૧. આચાર્ય હરિભદ્રના સમય વિશેને આ ઉલેખ બ્રાન્ત છે, એમ સપ્રમાણ આચાર્ય જિનવિજયજીએ તમના લેખમાં બતાવ્યું છે. તે ઉચિત છે, છતાં આચાર્ય જિનભદ્રને સમય અબ્રાન્ત હોવાનો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy