SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ લખાઈ. અત્યારે ઉપલબ્ધ થતી એ પ્રાકૃત ટીકાઓ નિયુક્તિના નામે પ્રસિદ્ધ છે અને તે બધી આચાર્ય ભદ્રબાહુ-પ્રણીત છે. તેમનો સમય વિક્રમ સં. ૧૬૨ (ઈ. ૫૦૫) આસપાસ છે, એટલે કહી શકાય કે આગમની વલભી સંકલના પછીનાં પચાસ વર્ષમાં તે લખાઈ હોવી જોઈએ. એ નિર્યુક્તિની પદ્યબદ્ધ પ્રાકૃત ટીકા લખાઇ, જે મૂળ ભાષ્ય નામે પ્રસિદ્ધ છે. એ મૂલ ભાષ્યના કર્તા કોણ એનું પ્રમાણુ હજી કશું જ મળ્યું નથી. પણ આચાર્ય હરિભદ્ર વગેરેના ઉલેખ ઉપરથી જણાય છે કે આવશ્યકનિર્યુક્તિની પ્રથમ ટીકારૂપે કઈ ભાષ્ય રચાયું હતું જેને આચાર્ય જિનભદ્રના ભાષ્યથી જુદું પાડવા ખાતર સંભવ છે કે આચાર્ય હરિભદ્રે તેને મૂલ ભાષ્ય' એનું નામ આપ્યું. એ ગમે તેમ હોય, પણ એ મૂળ ભાળ્યું પછી જિનભદ્દે આવશ્યક નિર્યુક્તિના સામાયિક અધ્યયન પૂરતી પ્રાકૃત પદ્યમાં જે ટીકા લખી તે વિશેષાવશ્યક – ભાષ્યને નામે પ્રસિદ્ધ છે. એટલે આચાર્ય જિનભદ્રના વિશેષા)ના સમયની પૂર્વાવધિ નિર્યુક્તિકર્તા ભદ્રબાહુના સમયની અને પૂર્વોકત મૂળ ભાષ્યના સમયની પહેલાં તો હોઈ શકે નહિ. આચાર્ય ભદ્રબાહુ વિક્રમ સં. ૧૬૨ ની આસપાસ વિદ્યમાન હતા, એટલે વિશેષાવશ્યક-ભાષ્યની પૂર્વાવધિ વિક્રમ સં. ૬૦૦ની પહેલાં સંભવતી નથી. મનિશ્રી જિનવિજયજીએ જેસલમેરની વિશેષાવશ્યક-ભાગ્યની પ્રતિને અ તે પ્રાપ્ત થતી બે ગાથા. ઓને આધારે નિર્ણય કર્યો છે કે તે વિ. ૬૬૬ માં રચાયું હતું. તે ગાથાઓ આ પ્રમાણે છે : पंच सता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्य । तो चेतपुण्णिमाए बुधदिण सातिमि णक्खत्ते ॥ रज्जे णु पालणपरे सी[लाइ]च्चम्मि णरवरिन्दम्मि । વર્મા રાઇ ફર્મ મા......મિ નિમવો | આ ગાથાઓનું તાત્પર્ય શ્રી. જિનવિજયજી એવું લે છે કે શક સંવત ૧૩૧ માં વલભીમાં જ્યારે શીલાદિત્ય રાજ્ય કરતે હતો ત્યારે ચૈત્રની પૂર્ણિમા, બુધવાર અને સ્વાતિ નક્ષત્રમાં વિશેષાવણ્યકની રચના પૂર્ણ થઈ. પરંતુ તેમણે કાઢેલ એ તાત્પર્ય મૂળ ગાથામાં નીકળતું નથી. એ ગાથામાંથી રચના વિશે કશું જ કહેવામાં આવ્યું નથી. તૂટતા અક્ષરોને આપણે કોઈ મંદિરનું નામ માની લઈએ તો એ બને ગાથામાં કઈ ક્રિયા છે જ નહિ એટલે તે શક સં. ૫૩૧ માં (વિ. ૬૬૬ માં) રચાયું એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ, વધારે સંભવ એવો છે કે તે પ્રતિ એ વર્ષમાં લખાઈને તે મંદિરમાં મૂકવામાં આવી એવું તાત્પર્ય એ ગાથાએાનું છે. ગાથાનું તાત્પર્ય રચનામાં નહિ અને મંદિરમાં મૂકવામાં હોય એ વધારે સંગત નીચેનાં કારણે માની શકાય ? ૧. એ ગાથાઓ માત્ર જેસલમેરની પ્રતિમાં જ મળે છે, અન્યત્ર કઈ પ્રતિમાં મળતી નથી. એટલે માનવું રહ્યું કે તે ગાથાએ મૂલકારની નથી, પણ પ્રતિ લખાયાની અને ઉક્ત મંદિરમાં મૂકાયાની સચક છે. જે પ્રતિ મંદિરમાં મુકાઈ હશે તેની જ નકલ જેસલમેરની પ્રતિ હેાય એટલે તેમાં એ ગાથાઓ દાખલ થવાનો સંભવ છે. અને એ પ્રતિના આધારે બીજી કઈ પ્રતિ ન લખાઈ એટલે બીજી કોઈ પ્રતિમાં એ ગાથાઓ દાખલ થઈ નહિ, એમ અનુમાન તારવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy