SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ એ પણ વાચકને પર્યાય કાલાન્તરે બની જાય તે સ્વાભાવિક છે. સિદ્ધસેન જેવા શાસ્ત્રવિશારદ વિદ્વાને પિતાને “દિવાકર” કહેવડાવતા હશે કે તેમના સાથીઓએ તેમને “દિવાકર'ની પદવી આપી હશે; એટલે વાચકના પર્યાયમાં ‘દિવાકર' પદને પણ સ્થાન મળી ગયું. આચાર્ય જિનભદ્રને યુગ એ ક્ષમાશ્રમણોને યુગ હશે, એટલે તેમના પછીના લેખકોએ તેમને માટે વાચનાચાર્યને બદલ ક્ષમાશ્રમણું” પદથી ઓળખાવ્યા હોય એવો સંભવ છે. આચાર્ય જિનભદ્રનું કુલ નિવૃતિ કુલ હતું એ હકીકત ઉક્ત લેખ સિવાય અન્યત્ર ઉપલબ્ધ નથી. ભગવાન મહાવીરની ૧૭ મી પાટે આચાર્ય વાસેન થયા. તેમણે પારક નગરના શેઠ જિનદત્ત અને શેઠાણી ઈશ્વરીના ચાર પુત્રો નામે નગેન્દ્ર, ચન્દ્ર, નિવૃતિ અને વિદ્યાધરને દીક્ષિત કર્યા હતા. આગળ જતાં એ ચારે શિષ્યનાં નામે જલ્દી જુદી તે ચાર પર ૫રીએ ચાલી તે નાગે, ચક, નિવૃતિ અને વિદ્યાધર કુલને નામે ઓળખાઈ. એમાંના નિવૃતિ કુળમાં આચાર્ય જિનભદ્ર થયા એ ઉકત મૂર્તિ. લેખને આધારે સિદ્ધ થાય છે. મહાપુરુષચરિત્ર નામના પ્રાકૃત ગ્રન્થને લેખક શીલાચાર્ય, ઉપમિતિભવપ્રપંચ કથાના લેખક સિદ્ધર્ષિ, નવાગવૃત્તિના સંશોધક દ્રોણાચાર્ય એ પ્રસિદ્ધ આચાર્યો પણ એ નિતિકુલમાં થયેલા છે, એટલે એ કુલ વિદ્વાનની ખાણ જેવું છે એમાં તે શક નથી. આ સિવાય તેમના જીવન વિશેની કશી જ હકીકત મળતી નથી. માત્ર તેમનું ગુણવર્ણન મળે છે, તેને સાર એ છે કે તેઓ એક મહાન ભાગ્યકાર હતા અને પ્રવચનના યથાર્થજ્ઞાતા અને પ્રતિપાદક હતા. તેમના ગુણોનું વ્યવસ્થિત વર્ણન તેમને જીતક૯૫સૂત્રના ટીકાકારે કર્યું છે તેના આધારે મુનિશ્રી જિનવિજયજીએ જે તારણ કાઢયું છે તે આ પ્રમાણે છે.-૨ તત્કાલીન પ્રધાન પ્રધાન મૃતધર પણ એમને બહુ માનતા હતા. શ્રત અને અન્ય શાસ્ત્રોના પણ એ કુશલ વિદ્વાન હતા. એ જૈન સિદ્ધાન્તોમાં જે જ્ઞાન-દર્શનારૂપ ક્રમિક ઉપગને વિચાર કરવામાં આવ્યા છે તેના એ સમર્થક હતા. એમની સેવામાં પણ મુનિઓ જ્ઞાનાભ્યાસ કરવા માટે સદા ઉપસ્થિત રહેતા હતા, જુદાં જુદાં દર્શનનાં શાસ્ત્રો તથા લિપિવિદ્યા, ગણિતશાસ્ત્ર, છન્દ શાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર આદિમાં એમનું અનુપમ પાંડિત્ય હતું. પરસમયના આગમ વિશે નિપુણ હતા, સ્વાચારપાલનમાં ત૫ર હતા અને સર્વ જૈન શ્રમણામાં મુખ્ય હતા, અત્યારે તે જ્યાં સુધી બીજી નવી હકીકત ન મળી આવે ત્યાંસુધી આપણે ઉક્ત ગુણવર્ણનથી જ તેમના વ્યક્તિત્વને ખ્યાલ કરીને સંતોષ પામવો જોઈએ. સત્તા સમય વીરનિર્વાણ સંવત ૯૮૦ (વિક્રમ સં. ૫૧૦; ઈ. સ. ૪૫૩)માં વલભી વાચનામાં આગમ વ્યવસ્થિત થયા અને તેને અંતિમ રૂપ મળ્યું. ત્યાર પછી તેની સર્વપ્રથમ પદ્યટીકાઓ પ્રાકૃત ભાષામાં ૧. જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી – જૈન ગુર્જર કવિઓ, ભાગ બીજો, પૃ૦ ૬૬૯ નિવૃતિ' શબ્દના જુદે જુદે ઠેકાણે “નિવૃત્તિ, નિત્તિ’ એવાં પણ રૂપે મળે છે. ૨. છતકલ્પસૂત્રની પ્રસ્તાવના, પૃ૦ ૭ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy