SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપરાંત મથુરામાં પણ વિચર્યાં હતા અને તેમણે મહાનિશીથ સૂત્રના ઉદ્ધાર કર્યાં હતા. તાજેતરમાં અકાટ્ટક(અર્વાચીન અાટા ગામ)માંથી મળી આવેલી પ્રાચીન જૈન મૂર્તિ એનુ અધ્યયન કરતાં કરતાં શ્રી. ઉમાકાંત પ્રેમાનદ શાહને મહત્ત્વની પ્રતિમાએ મળી આવી છે. તેમા પરિચય તેમણે જૈન સત્યપ્રકાશ(અંક ૧૯૬)માં આપ્યા છે. મૂર્તિ કલા અને લિપિવિદ્યાના આધારે તેમણે એ મૂર્તિ એને ઈ. સ. ૫૫૦ થી ૬૦૦ ના ગાળામાં મૂકી છે. અને તેમણે નક્કી કર્યું છે કે એ મૂર્તિ એના લેખમાં જે આચાય જિનભદ્રનું નામ છે તે ખીા કાઈ નહિ પણ વિશેષાવશ્યકભાષ્યના કર્તા ક્ષમાશ્રમણુ જિનભદ્ર જ છે. તેમની વાચના પ્રમાણે એક મૂર્તિના પબાસણના પાછલા ભાગમાં “ૐ સેવધાય નિવૃત્તિ છે નિનમનવત્ત્વના જાય ચ ।। ” એવા લેખ છે. અને ખીજી મૂર્તિના ભામડલમાં “ૐ નિવૃત્તિટે બિનમત્રવા૨નાવાય || '' એવા લેખ મળે છે. આ ઉપરથી ત્રણ વાતા નિશ્ચિત રૂપે નવી જાણવાની મળે છે તે એ કે આચાય જિનભદ્રે એ મૂર્તિ એને પ્રતિષ્ઠિત કરી હશે, તેમનુ કુલ નિવ્રુતિકુલ હતુ, અને તેએ વાચનાચાય કહેવાતા. એક એ પણ હકીકત આના આધારે ફલિત થાય કે તેએ ચૈત્યવાસીર હતા, કારણ કે લેખમાં જિનભદ્ર વાચનાચાય ની' એમ લખેલું છે. આ હકીકતને વિચારાધીન એટલા માટે ગણવી જોઈએ કે એ લેખ સિવાય એ બાબતમાં ખીજું પ્રમાણ મળી શકે તેમ નથી. વળી એ મૂર્તિએ અ ક્રાકમાં મળી છે તેથી વલભી ઉપરાંત તે કાળમાં ભરૂચની આસપાસ પણ જૈનના પ્રભાવ હતા અને એ તરફ પણ આચાય જિનભદ્રે વિહાર કર્યાં હશે, એવું અનુમાન પણ થઈ શકે છે. લેખમાં આચાર્ય જિનભદ્રને ક્ષમાશ્રમણ નથી કહ્યા, પણ વાચનાચાર્ય કહ્યા છે, એ વિશે થોડી વિચાર કરવા આવશ્યક છે. પરંપરા પ્રમાણે વાદી ક્ષમાશ્રમણુ દિવાકર અને વાચક એ એકાઅેક શબ્દો મનાયા છે. વાચક અને વાચનાચાય પણ એકાક જ છે; એટલે પરંપરા પ્રમાણે વાચનાચાય અને ક્ષમાશ્રમણુ શબ્દો એક જ અને સૂચવે છે, છતાં પણ વિચારવુ પ્રાપ્ત છે કે એ શબ્દો એકાક શાથી મનાયા અને આચાય જિનભદ્રે સ્વયં વાયનાચાર્ય પદના ઉલ્લેખ કર્યાં છે છતાં, તેમની વિશેષ પ્રસિદ્ધિ ક્ષમાશ્રમણને નામે શાથી થઈ. આ પ્રશ્નને ઉત્તર કલ્પનાળે આપવા હાય તેા આપી શકાય. પ્રારભમાં શાસ્ત્રવિશારદે માટે વાચક' શબ્દ વિશેષ પ્રચલિત હતા. પણ વાચકામાં જે કાળે ક્ષમાશ્રમણાની સ ંખ્યા વધી ગઈ ત્યારે વાચકને પર્યાય ક્ષમાશ્રમણ પણ પ્રસિદ્ધ થઈ ગયે. અથવા ક્ષમાશ્રમણ એ શબ્દ આવશ્યક સૂત્રમાં સામાન્ય ગુરુના અમાં પણ વપરાયેલા મળે છે એટલે વિદ્યાગુરુને પણુ શિગે। ક્ષમાશ્રમણુને નામે સંખેાધતા હોય એ સંભવ છે. એટલે વાચકના પર્યાય પણ ક્ષમાશ્રમણુ બની જાય એ સ્વાભાવિક છે. જ્યારે જૈન સમાજમાં વાદીએની પ્રતિષ્ઠા જામી ત્યારે શાસ્રવેશારઘને કારણે વાચકેાના જ માટી ભાગ વાદી એવા નામે પ્રસિદ્ધિને પામ્યું હશે; એટલે વાદી ૧ શ્રી. શાહની વાયના પ્રામાણિક છે અને તેમનુ લિપિના સમય વિશેનું અનુમાન પણુ બરાબર છે તેની સાક્ષી બનારસ યુનિવર્સિટીના પ્રાચીન લિપિવિશારદ પ્રા∞ અવધિકારે પણ આપી છે. એટલે તેમાં શ ંકાને સ્થાન નથી. ૨. શ્રી. શાહે પણુ આની સૂચના કરી છે, કારણુ ખીજુ` આપ્યું. છે. ૩. જુએ કહાવલીનું ઉદ્ધૃણુ-સત્યપ્રકાશ અંક ૧૯૬, પૃ૦ ૮૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy