SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્ય લખીને જેન આગમનાં મતોને તકની કસોટીએ કર્યાં અને એમ કરી એ કાળની તાર્કિકાની જિજ્ઞાસાને સંતોષી છે. વેદવાકયોના તાત્પર્યને શોધવા જેમ મીમાંસા દર્શન રચાયું છે, તેમ જૈન આગમોના તાત્પર્યનું ઉદ્ઘાટન કરવા જૈનમીમાંસાના રૂપમાં આચાર્ય જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્યની રચના કરી છે. જીવન અને વ્યક્તિત્વ આચાર્ય જિનભદ્રનું તેમના ગ્રંથને કારણે જૈન ધર્મના ઇતિહાસમાં બહુ જ મહત્ત્વનું સ્થાન છે, છતાં પણ એ મહાન આચાર્ય જિનભદ્રના જીવનની ઘટનાઓ વિશે કશું જ જૈન ગ્રન્થમાં મળતું નથી એ એક આશ્ચર્યજનક ઘટના લેખાવી જોઈએ. તેઓ કયારે થયા અને કેને શિષ્ય હતા એ વિશે પરસ્પર વિરોધી ઉલેખો મળે છે અને તે પણ પંદરમી–સેળમી શતાબ્દીમાં લખાયેલી પટ્ટાવલીઆમાં! એટલે માનવું રહ્યું કે તેઓ ખરી રીતે પટ્ટપરંપરામાં સ્થાન પામ્યા નહિ હોય, પરંતુ તેમના ગ્રન્થોનું મહત્ત્વ સમજીને અને જૈન સાહિત્યમાં સર્વત્ર તેમના ગ્રન્થોના આધારે થતા વિવરણને જઈને પાછળના આચાર્યોએ તેમને મહત્વ આપ્યું. તેમને યુગપ્રધાન બનાવી દીધા, અને આચાર્ય પપરપરામાં પણ કયાંક ગોઠવી દેવાને પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન મનસ્વી હતો એટલે તેમાં એકમાત્ય ન હોય તે સ્વાભાવિક છે, એટલે આપણે જોઈએ છીએ કે તેઓ આચાર્ય હરિભદ્રની પાટે આવ્યા એ તેમના વિશે અસંગત ઉલેખ થયેલ છે. ભગવાન મહાવીરના સમયમાં પૂર્વદેશમાં જૈન ધર્મનું પ્રાબલ્ય હતું તે આગમોથી સિદ્ધ થાય છે. પણ પછી તેનું કેન્દ્ર પશ્ચિમ અને દક્ષિણ તરફ ખસતું ગયું છે. ઈ. સ. પ્રથમ શતાબ્દી આસપાસ મથરામાં અને પાંચમી શતાબ્દીમાં વલભી નગરીમાં જૈન ધર્મનું પ્રાબલ્ય જણાય છે. તે બને સ્થળોએ ક્રમશઃ આગમવાચના કરવામાં આવી છે તે ઉપરથી તે બને નગરોનું તે તે કાળમાં મહત્ત્વ સિદ્ધ થાય છે. દિગમ્બર શાસ્ત્ર પખંડાગમની રચનાને મૂળ સ્ત્રોત પણ પશ્ચિમ દેશમાં જ છે. એટલે ખરી રીતે પ્રથમ શતાબ્દી પછી જૈન સાધુઓને વિશેષ રૂપે વિહાર પશ્ચિમમાં થયો હતો, એમ સહેજે અનમાન કરી શકાય. વલભી નગરીનું મહત્તવ તો તેના ભંગ સુધી જૈનદષ્ટિએ રહ્યું છે, અને ભંગ પછી પણ તેની આસપાસનાં નગર પાલીતાણું વગેરે જૈનધર્મના ઇતિહાસની દષ્ટિએ મહત્ત્વનાં કેન્દ્રો રહ્યાં છે. આચાર્ય જિનભદ્રકૃત વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ શક સંવત ૧૩૧માં લખાઈને વલભીના કેઈ જિન મંદિરમાં સમર્પિત થઈ છે તે ઉપરથી જણાય છે કે વલભી નગરી સાથે આચાર્ય જિનભદ્રને સંબંધ હોવો જોઈએ; અને અનુમાન થઈ શકે છે કે તેમને વિહાર વલભી અને તેની આસપાસ હોવો જોઈએ. તેમના જીવન સાથે સંબંધ રાખનારી આ ઘટનાનું માત્ર અનુમાન કરવું રહ્યું. વિવિધ તીર્થક૯પમાં મથુરાકલ્પ પ્રસંગે આચાર્ય જિનપ્રભ જણાવે છે કે મથુરામાં દેવનિર્મિત તૂપના દેવની એક પક્ષની તપસ્યા કરીને આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે આરાધના કરી અને ઊધઈએ ખાધેલ મહાનિશીથ સૂત્રને ઉદ્ધાર કર્યો. આ ઉપરથી એ હકીકત જાણવા મળે છે કે જિનભદ્ર વલભી १. इत्थं देवनिम्मिअथूभे पक्खक्खमणेण देवयं आराहित्ता जिणभद्दबमासमणेहि उद्देहियामक्खियपुत्थयपતળા તડું માં મહાનિરહિં સંધિમં | વિવિધતીર્થકલ્પ, પૃ૦ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy