SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આચાર્ય જિનભદ્ર પૂર્વ ભૂમિકા ઉપનિષદમાં આ વિશ્વનું મૂળ સત છે કે અસત્ છે એવા બે પરસ્પર વિરોધી વાદોનું ખંડનમંડન જડી આવે છે. ત્રિપિટક અને ગણિપિટક-જૈન આગમમાં પણ વિરોધીનું ખંડન કરવાની પ્રવૃત્તિ દેખાય છે. એટલે માની શકાય કે વાદ-વિવાદનો ઈતિહાસ બહુ જૂને છે અને તેને ઉત્તરોત્તર વિકાસ થતો આવ્યો છે. પણ દાર્શનિક વિવાદના ઇતિહાસમાં નાગાજનથી માંડી ધમકીતિના સમય સુધી કાળ એવો છે જેમાં દાર્શનિની વાદ-વિવાદ કરવાની પ્રવૃત્તિ તીવ્રતમ બની છે. નાગાર્જુન, વસુબંધુ, દિગ્નાગ જેવા બૌદ્ધ આચાર્યોના તાર્કિક પ્રહારોનો સતત મારો બધાં દર્શને ઉપર થયે હતા અને તેના પ્રતીકારરૂપે ભારતીય દર્શનેમાં પુનર્વિચારની ધારા પ્રવાહિત થઈ હતી. ન્યાયદર્શનમાં વાસ્યાયન અને ઉદ્યોતકર, વૈશેષિક દર્શનમાં પ્રશસ્તપાદ, મીમાંસક દર્શનના શબર અને કુમારિલ જેવા પ્રૌઢ વિદ્વાનોએ પિતાનાં દર્શને ઉપર થતા પ્રહારોને પ્રત્યુત્તર આપ્યો, એટલું જ નહિ, પણ તે બહાને વદર્શનને પણ નવપ્રકાશ આપીને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. દાર્શનિક વિવાદના આ અખાડામાં જૈન તાર્કિકે પણ પડયા અને તેમણે પણ પોતાના આગમના આધારે જૈન દર્શનને તર્કપુર:સર સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્ર રચવાની પ્રેરણું એ વિવાદમાંથી લીધી હશે, પરંતુ તે બધાનું ખંડન કરીને જૈન દર્શનને પોતાનું રૂપ આપવાનું કાર્ય તેમણે કર્યું નથી. તેમણે તો માત્ર જૈન દર્શનનાં તત્ત્વોને સૂત્રાત્મક શૈલીમાં મુકી દીધાં, અને તેમના પછી થનારા પૂજ્યપાદ અકલંક, સિદ્ધસેનગણિ, વિદ્યાનન્દ આદિ તેની ટીકાઓના લેખકો માટે વિવાદનું કાર્ય બાકી રાખ્યું. આચાર્ય સિદ્ધસેન દિવાકરે એ વિવાદમાંથી જૈન ન્યાયની આવશ્યકતા સમજીને ન્યાયાવતાર જેવી અતિ સંક્ષિપ્ત કૃતિની રચના કરી અને જૈન ન્યાયમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા અનેકાંતવાદના પાયામાં રહેલા નયવાદનું વિવેચન કરતા ગ્રન્થ સન્મતિતર્ક ર; પણ એ બને કૃતિમાં ય દાર્શનિક દુનિયાનું તટસ્થ અવલોકન માત્ર કરીને પોતાના દર્શનને વ્યવસ્થિત કરવાના પ્રયત્ન વધારે છે; ઈતર દાર્શનિકની દલીલને રદિયે આપવાનું કાર્ય ગૌણ છે. આચાર્ય સિદ્ધિસેન વિશે પણ એમ તો ન કહી શકાય કે તેઓ દાર્શનિક અખાડામાં એક પ્રબલ પ્રતિમલના રૂપમાં પિતાના ગ્રંથે લઈને ઉપસ્થિત થયા. જૈન દર્શનની માંડણીનાં બીજો તેમના ગ્રામ ઉપસ્થિત છે. પણ ઈતર દાર્શનિકોની નાની-મેટી બધી મહત્તવની દલીલને રદિયે આપવાનો પ્રયત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy