________________
જૈન પરિભાષા અને પરંપરાનું તલસ્પર્શી જ્ઞાન આચાર્યને હતું કે તે તેમની કોઈ પણ નિર્યુક્તિ જોતાં 'રત ધ્યાનમાં આવે તેમ છે. જૈન આચારની ગલીઓમાં આચાર્ય ફરી વળ્યા છે તેમાં તો શક નથી. જૈન તત્વજ્ઞાનને પણ તેઓ પી ગયા છે એમ કહી શકાય.
આ ઉપોદઘાત નિર્યુક્તિમાં જ તેમણે ગણધરવાદનાં બીજો મૂકી દીધાં છે એ વિશે આગળ વિશેષ કહેવામાં આવશે. એટલું તો નકકી છે કે ગણધરની શંકાઓના વિષયોને જ તેમણે નિર્દેશ કર્યો છે તેમાં ભારતીય દર્શનના તાત્કાલિક ચર્ચાતા મહત્વના વિષયોને સમાવેશ થઈ જાય છે. ગણધરો એ બ્રાહ્મણ હોવાથી તેમની શંકાઓને આધાર વેદ-વા હતા તેવી જે સૂચને તેમણે નિર્યુક્તિમાં કરી છે તે તે પહેલાંના કેઈ પણ ગ્રન્થમાં ઉપલબ્ધ થતી ન હોવાથી વિદ્વાનનું મન એમ માનવા સહજ લલચાઈ જાય એમ છે કે તે સૂચના આચાર્ય ભદ્રબાહુની પ્રતિભામાંથી જ આવિર્ભત થઈ હોવી જોઈએ.
ઉપોદઘાત નિયુક્તિ પછીને આવશ્યક નિર્યુક્તિ ગ્રન્થ સૂત્રને સ્પર્શીને આગળ વધે છે અને આવશ્યક સૂત્રને સ્પશન છએ અધ્યયનની વ્યાખ્યા કરે છે.
બીજી નિયુક્તિઓમાં પણ આવશ્યકની જેમ આચાર્યો પ્રારંભમાં તે તે મૂળગ્રથના પ્રાદુર્ભાવની કથા કહી છે પણ તે એ જ ગ્રન્થમાં કહી છે, જેના પ્રાદુર્ભાવની કથા આવશ્યકથી જુદી પડતી હોય છે. અન્યત્ર અધ્યયનનાં નામ અને વિષયે ગણાવી એ અધ્યયને શામાંથી–એટલે કે કયા ગ્રન્થમાંથી નિપન થયાં છે તે જણાવી પ્રત્યેક અધ્યયનના નામના પ્રાયઃ નિક્ષેપ કરીને વ્યાખ્યા કરી છે. અધ્ય. થનમાં કોઈ મહત્વના શબ્દ કે તેમાંના મૌલિક ભાવ પકડીને તેના ઉપર પિતાનું વિવેચન કરીને જ આચાર્ય સંતોષ પકડ છે. આવશ્યકની જેમ સૂત્રસ્પર્શિક નિયુક્તિ બીજ ગ્રન્થમાં બહુ જ ઓછી દેખાય છે. એ જ કારણે બીજા ગ્રંથોની નિર્યુક્તિઓનું પરિમાણ મૂળ કરતાં ઘણું ઓછું છે, જ્યારે આવશ્યકમાં તેથી ઉલટું છે.
જૈન પરંપરામાં રહું ત અને ઉતરત એવા બે પ્રાકૃત શબ્દ ઉપરાંત એક દિંત શબ્દ પણ મળે છે. તેની વ્યુત્પત્તિ એવી કરવામાં આવે છે કે જે રુદ-એટલે ફરી ન જન્મે, ન પ્રગટે તે અહંત.
વૈદિક પરંપરાના વ્યુત્પત્તિ પ્રધાન નિરુક્ત શાસ્ત્રમાં પણ આવી જ વ્યુત્પત્તિએ જોવામાં આવે છે. ઉ. ત, ટુદિતા (પુત્રી)ની વ્યસ્પત્તિ યાક ત્રણ રીતે કરે છે : (૧) સુરે+fહતા=જેનું હિત સાધવું વર મેળવી આપ-કઠણ છે તે દુહિતા. (૨) સુરે+fહતા=જે માબાપ આદિ કુટુંબથી આઘે રહે તો જ હિતાવહ છે તે દુહિતા. (૩) દુર્દૂ+રૂતા=જે માબાપ વગેરેને હમેશાં ધન કપડાં આદિથી દેહ્યા જ કરે તે દુહિતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org