SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ કર્યો છે. અને અંતે કહ્યું છે કે આર્ય રક્ષિત ચારે અનુગો પૃથક કર્યા. સંક્ષેપમાં આર્ય રક્ષિતનું પણ જીવન કહી દીધું છે. આર્ય રક્ષિતના શિષ્ય ગેષ્ઠામહિલથી અદ્ધિક નિદ્વવને પ્રારંભ થશે એ પ્રસંગને લઈને આચાર ભગવાન મહાવીરના શાસનમાં પોતાના સમય સુધીમાં જેટલા નિદ્ભવ થયા હતા તે બધા વિશે સંક્ષેપમાં વર્ણન કરી દીધું છે.* સામાયિક આટલું પ્રાસંગિક કહ્યા પછી અનુમતિદ્વારની વ્યાખ્યા કરીને સામાયિક એ શું છે, એ દ્વારની ચર્ચા શરૂ કરી છે. તેમાં નયદષ્ટિએ સામાયિકને વિચાર કર્યો છે. સામાયિકના ભેદવિચાર પ્રસંગે તેના ત્રણ ભેદ-સમ્યકત્વ, શ્રુત, ચારિત્ર કર્યા છે. સામાયિક કરે છે એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે સંયમ, નિયમ અને તપમાં જેને આમાં રમમાણ છે તેને સામાયિક છે. જે સર્વ જીવોમાં સમભાવી છે તેને સામાયિક છે. પછી સામાયિકકરણને-આચરણને ઉપદેશ આપ્યું છે, કયાં સામાયિક છે એ પ્રકનના ઉત્તરમાં ક્ષેત્રાદિ અનેક કારો વડે વિચારણા કરી છે, ૧૦ શામાં છે એ પ્રકનની ચર્ચા કરીને કેવી રીતે તે પ્રાપ્ત થાય છે તે પ્રશ્નની ચર્ચા૨ પ્રસંગે મનુષ્યભવની દુર્લભતા વિશે સદષ્ટાંત વિવેચન કર્યું છે, ૧૩ શ્રતની દુર્લભતા ૧૪ અને બધિ-સામાયિકની દુર્લભતા વિશે વિવેચન કર્યું છે અને કેવી રીતે તે ક્રમે પ્રાપ્ત થાય છે તે સદષ્ટાંત વર્ણવ્યું છે." તે કેટલે કાળ ટકે છે ઈત્યાદિ પ્રટનનું ૧૬ સમાધાન કર્યા પછી સામાયિકના સમ્યકત્વાદિ ભેદના પર્યાયને સંગ્રહ કરીને૧૭ નિરક્ત નામના ઉદ્દઘાત નિર્યુક્તિના અંતિમ દ્વારનું વિવેચન કરીને સર્વવિરતિ સામાયિકનું પાલન કરી મહર્ષિપદને પામનાર આઠ પ્રસિદ્ધ મહાપુરુષનાં દૃષ્ટાંત આપે છે૧૮ અને તેમને નમસ્કાર કરીને ઉપદૂધાત નિર્યુક્તિનું પ્રકરણ પૂરું કરે છે. ઉપસંહાર ઉપદ્યાત નિક્તિના ઉક્ત વિષયાનુક્રમને અહીં વિસ્તાર એટલા માટે કર્યો છે કે વાચકને ધ્યાનમાં આવે કે આ૦ ભદ્રબાહુએ આવશ્યકના ઉદઘાતને બહાને વસ્તુતઃ સમસ્ત ટીકાને ઉપદ્યાતા ર છે. અને તેથી જ અન્યત્ર સર્વત્ર અવશ્ય કથયિતવ્યને તેમણે અહીં જ સમાવી દીધું છે. તેથી જ તેમણે પોતાની અન્ય નિર્યુક્તિઓમાં આમાંની કઈ બાબતની ચર્ચા ફરી કરવાનું ઉચિત મા નહિ આવશ્યક નિર્યુક્તિના માત્ર ઉદ્દઘાતમાં જ જેટલી ગાથાઓ છે તેટલી ઘણા આખા નિર્યુક્તિપ્રન્થોમાં પણ નથી. આવશ્યક મૂળ સૂત્રનું પરિમાણુ બીજ સૂત્રો કરતાં ઘણું જ ઓછું છે છતાં તેની માત્ર ઉદ્દઘાત નિર્યુક્તિનું પ્રમાણુ બીજી ઘણી આખી નિર્યુક્તિના પ્રમાણ કરતાં ઘણું વધી ૧ ગો૦ ૭૬૪-૭૨ ૨ ગા૦ ૭૭૪, ૭૭૭ ૩ ૭૭૫-૭૭૬ ૪ ગા૦ ૭૭૮-૭૮૮ (મલયગિરિ) ૫ ૭૮૯ ૬ ગા૨ ૭૯૦-૭૯૪ ૭ ગા) ૭૯૫ ૮ ગા૨ ૯૬-૯૭ ૯ ગા) ૭૯૯-૮૦૩ ૧૦ ગા) ૮૦૪-૮૨૯ ૧૧ ગ૦ ૮૩૦ ૧૨ ગા૦ ૮૩૧ ૧૩ ગા૦ ૮૩૨-૪૦ ૧૪ ગા૦ ૮૪૧-૪૩ ૧૫ ગાર ૮૪૪-૪૮ ૧૬ ગા૦ ૮૪૯-૮૬૦ ૧૭ ૮૬૧-૮૬૪ ૧૮ ગ૦િ ૮૬૫-૮૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy