SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - * છું. જ્યારે તેને સંશય દૂર થઈ ગયો ત્યારે તેણે પોતાના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. આ જ પ્રમાણે ક્રમશઃ બીજા પણ ગણધરોની દીક્ષા થઈ. આટલાં વર્ણન પછી આચાર્યો તે ગણધરો વિશેની હકીકતે વર્ણવી છે. જે શેષારો આ પ્રમાણે ઉપઘાત નિયુક્તિનાં કારમાંથી નિમહારના વર્ણન પ્રસંગે સામાયિકના અર્થકર્તા તીર્થકર અને સૂત્રકર્તા ગણધરને નિગમ કહ્યો, ત્યારપછી નિર્ગમના કાલાદિ અન્ય નિક્ષેપોની વિવેચના કરવામાં આવી છે. તે પ્રસંગે ખાસ કરી ઈચ્છાકાર, મિથ્યાકાર આદિ દશ પ્રકારની સામાચારીની વ્યાખ્યા વિસ્તારથી કરી છે." ક્ષેત્ર-કાલ વિવેચનમાં પ્રસ્તુત શું છે તે બતાવતાં પ્રશ્ન કર્યો છે કે ત િમિં ા વિવિધ નિrીં સુ” ૬ |૨૨. અર્થાત (સામાયિકને) કયા ક્ષેત્ર અને કાલમાં જિનવરેન્દ્ર પ્રકાશ્ય ? આના ઉત્તરમાં જણાવ્યું છે કે વૈશાખ શુકલ એકાદશીને દિવસે પૂર્વાણે મહસેન ઉદ્યાનમાં પ્રકાસ્યું. એટલે એ ક્ષેત્ર અને કાલમાં (સામાયિકનો) સાક્ષાત નિર્ગમ છે. બીજા ક્ષેત્ર અને કાલમાં તેને પરંપરાથી નિર્ગમ છે. ઉદ્દેશાદિદ્વારા ગાથામાંના પુરુષનું છેવટે ભાવપુરુષમાં તાત્પર્ય બતાવ્યા પછી કારણદ્વારનું જરા વિસ્તારથી વર્ણન કર્યું છે. તે પ્રસંગે સંસાર અને મોક્ષના કારણની પણ ચર્ચા કરી છે. ૧૦ અને પ્રસ્તતમાં તીર્થકર શા માટે સામાયિક અધ્યયનનું ભાષણ કરે છે અને ગણધર શા માટે તે સાંભળે છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. એ જ પ્રકારે પ્રત્યયદ્વાર વિશે પણ ખુલાસો કર્યો છે. ૨ લક્ષણદાર પ્રસંગે વસ્તુના લક્ષણની ચર્ચા કરી છે.૧૩ નઠારમાં સાતે મૂળ નાનાં નામ ગણાવ્યાં છે અને તેનાં લક્ષણો પણ વર્ણવ્યાં છે.૧૪ પ્રત્યેક નયના શત-શત ભેદ થાય છે એ કહ્યા પછી બીજા મતે પાંચ મૂળ નાની માન્યતા પણ જણાવી છે. ૧૫ નઠારા દષ્ટિવાદમાં પ્રરૂપણા કરવામાં આવી છે. ૧૬ ખરી રીતે જિનમતમાં એક પણ સૂત્ર કે અર્થે એવાં નથી જે નવિહીન હોય. એટઢે નાવિશારદે શાતાની યોગ્યતા જોઈને નય વિશે વિવેચના કરવી જોઈએ. ૧૭ પણ કાલિક શ્રતમાં અત્યારે નયાવતારણા થતી નથી. ૧૮ એમ કેમ બન્યું તે વિશે આચાર્યો ખુલાસો કર્યો છે કે પહેલાં કાલિકને અનુગ અપૃથક હતા, પણ અય વજી પછી કાલિકને અનુયોગ પૃથફ કરવામાં આવ્યા છે.૧૯ આ પ્રસંગે આર્ય વજીના જીવન વિશેની કેટલીક ઘટનાઓને બહુમાનપૂર્વક ઉલેખ આચાર્યો ૧. ગા૦ ૫૯૮-૬૪૧ ૨. ગા૦ ૬૪૨-૬૫૯ ૩. “૩m: સામાયિાથ-સત્રળતળ તીર્થ વરાળ ધરાળ , " આવશ્યક નિઇ હરિ૦ ટીવ પૃ. ૨૫૭ ગા૦ ૬૬૦ નું ઉત્થાન. ૪. ગા. ૬૬૦ ૫. ગા. ૬૬૬-૭૨૩ ૬, ગા. ૭૩૩ (વિશેષા, ભા. ગા. ૨૦૮૨) ૭. ગા. ૭૩૪ (વિશેષા. ભા. ગા. ૨૦૮૩, ૨૦૮૯) ૮. ગા. ૭૩૬ ૯, ગા. ૭૩૭ ૧૦. ગા. ૭૪૦-૪૧ ૧૧, ગા૦ ૭૪૨-૪૮ ૧૨, ગા૦ ૭૪૯-૫૦ ૧૩. ગા૦ ૭૫૧ ૧૪. ગા૭૫-૭૫૮ ૧૫. ગા૦ ૭૫૯ ૧૬. ગા૦ ૭૬૦ ૧૭, ગા૦ ૩૬૧ ૧૮. ગ૨ ૭૬૨ ૧૯, ગા૦ ૭૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy