SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ લીધી.૧ ગોપ દ્વારા પરીષહ થશે એ નિમિત્તે શકેન્દ્ર ભગવાન પાસે સહાયતાર્થે આવે તેની સૂચના અને કેટલાક સંનિવેશમાં બ્રાહ્મણ બહુલ દ્વારા પારણા નિમિતે વધારાની સૂચના કર્યા પછી પિતાના મિત્ર ૬ઈજ્જતકની કુટીમાં નિવાસ પ્રસંગે તેમણે જે પાંચ તીવ્ર અભિગ્રહો–પ્રતિજ્ઞા સ્વીકાર્યા તેની ગણના કરી છે. ૧ જેમાં રહેવાથી મકાન માલિકને અપ્રીતિ થાય તેમાં ન રહેવું, ૨પ્રાયઃ કાયત્સર્ગમાં રહેવું, ૩ પ્રાયઃ મૌન રહેવું, ૪ ભિક્ષા પાત્રમાં નહિ પણ હાથમાં જ લેવી, ૫ ગૃહસ્થને વંદન ન કરવું. કલ્લાક સન્નિવેશથી નીકળીને અસ્થિગ્રામમાં વર્ષાવાસ કર્યો. ત્યાં શલપાણિ યક્ષના પ્રસંગની સૂચના આચાર્યો કરી છે અને જણાવ્યું છે કે તેણે ભયંકર ઉપસર્ગો કર્યા અને છેવટે હારીને ભગવાનની સ્તુતિ કરી. આ પ્રમાણે ભગવાનની સાધના કાળના વિહારના વિવિધ પ્રસંગોને વર્ણવતાં તેમને ગોશાલક મજે તે પ્રસંગને પણ ઉલ્લેખ કર્યો છે. ગોશાલકનાં પરાક્રમ (૨)નું અને ભગવાનના ઉગ્ર પરીષહોનું, ઉપસર્ગોનું અને તેમના સંમાનનું વર્ણન કર્યું છે, અને અંતે જણાવ્યું છે કે તેમને જાંભિક ગામની બહાર ઋજુવાલુકા નદીને તીરે વિયાવૃત્ય ચૈત્ય પાસે શ્યામક ગૃહપતિના ક્ષેત્રમાં શાલવૃક્ષની નીચે છઠને તપ હતા તે અવસ્થામાં ઉકડુ આસનની સ્થિતિમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રસંગે આચાર્યે ભગવાનની સંપૂર્ણ તપસ્યા ગણાવી દીધી છે. અને તેમને જે છદ્મસ્થ પર્યાય થયો તે બતાવ્યા છે કે બાર વર્ષ અને સાડા છ માસને હતા. ગણધરપ્રસંગ કેવલજ્ઞાન થયા પછી રાત્રે મધ્યમાપાપ નગરી પાસેના મહસેનવન ઉદ્યાનમાં ભગવાન પહોંચી ગયા. ત્યાં દ્વિતીય સમવસરણ થયું. સોમિલાર્ય નામના બ્રાહ્મણને ત્યાં દીક્ષા અવસરે યજ્ઞવાટિકામાં મોટો સમુદાય એકત્ર થયા હતા. યજ્ઞવાટિકાની ઉત્તરે એકાંત સ્થાનમાં દેવદાન-કો જિનેન્દ્રને મહિમા કરતા હતા. આ પ્રસંગે આચાર્યો સમવસરણનું વિસ્તૃત વર્ણન કર્યું છે. • ; દિવ્યષ સાંભળીને યવાટિકામાં બેઠેલા લેકેને સંતોષ થયો કે તેમના યજ્ઞથી આકર્ષાઈને દેવ આવી રહ્યા છે. ભગવાનના અગિયાર ગણધરે તે યgવાટિકામાં આવ્યા હતા. તેઓ ઉચ્ચકુલમાં ઉત્પન ક્યા હતા. તેમનાં નામ પણ આચાર્ય ગણાવ્યાં છે. પછી તેઓ શા માટે દીક્ષિત થયા તે બતાવવા માટે આચાર્યો તેમના મનમાં રહેલા સંશયોને ઉલ્લેખ કર્યો છે, અને તેમના શિષ્યોની સંખ્યા પણ બતાવી છે.' પણ જ્યારે તેમણે સાંભળ્યું કે દેવો તે જિનેન્દ્રનો મહિમા વધારી રહ્યા છે ત્યારે અભિમાની ઇન્દ્રભૂતિ અમર્ષ સાથે ભગવાન પાસે ગયો. તેને ભગવાને નામ-ગોત્રથી બોલાવ્યો અને તેના મનમાં રહેલા સંશયને કહીને કહ્યું કે તું વેદપદેને અર્થ જાણતો નથી; હું તને તેના સાચા અર્થો બતાવું ૧, ગા૦ ૪૫૯-૬૦ ૨. ગા૦ ૪૬૧ ૩, ગો૦ ૪૬૨-૪૬૩ ૪. ગા૦ ૪૬૩ ૫. ગા૦ ૪૬૪ ૬. ગા૦ ૪૬૪-૫૨૫ ૭. ૪૭૨–૫૨૬ ૮, ગા૦ ૫૨૭-૫૩૬ ૯, ૫૩૭-૫૩૮ ૧૦, ગા૦ ૫૩૯-૫૪૨ ૧૧, ગા. ૫૪૩-૫૯૦ ૧૨, ગા૨ ૫૯૧-૫૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy