SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ २० આચાર્યો, મરીચિએ પરીષહથી હારીને ત્રિદંડી સંપ્રદાયની સ્થાપના કરી એ પ્રસંગ, બ્રાહ્મણોની ઉત્પત્તિને પ્રસંગ, અને બ્રાહ્મણોનું પતન પણ વર્ણવ્યું છે. ફરી બીજા પ્રસંગે ભરતે ભગવાનને જિન અને ચક્રી વિશે પૂછવું અને ભગવાને તેમની વિસ્તૃત હકીકત કહી ઉપરાંત વાસુદેવ-બળદેવની પણ કહી ભરતે પૂછયું કે આ સભામાં કોઈ ભાવિ ધર્મવિર ચક્રવર્તી-તીર્થકર છે? તેના જવાબમાં ભ0 ઋષભદેવે ધ્યાનસ્થ પરિવ્રાજક પિતાને પૌત્ર મરીચિને દેખાડવ્યો અને કહ્યું કે એ “વીર' નામે અંતિમ તીર્થકર થશે, અને તે જ પોતાની નગરીમાં આદિ વાસુદેવ ત્રિપૃષ્ઠ નામે અને વિદેહક્ષેત્રમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવત પણ થશે. આ સાંભળી ભરત ભગવાનને નમસ્કાર કરીને મરીચિને નમસ્કાર કરવા જાય છે અને જઈને વંદન-ને મસકાર કરીને કહે છે કે હું આ પરિવ્રાજક મરીચિને વેદના નથી કરતે પણ ભાવી તીથ કર તું થવાનું છે તેથી નમસ્કાર કરું છું. આ સાંભળી મરીચિ ગવમાં ફલાઈ જાય છે અને હર્ષો-મત્ત થઈ પોતાના ઉત્તમકુલની પ્રશંસા કરે છે.* ભગવાન ઋષભદેવ વિચરણ કરતા કરતા અષ્ટાપદ પર્વત પર પહોંચે છે અને ત્યાં નિર્વાણ પામે છે.નિર્વાણ પછી ભગવાનની ચિતા રચવામાં આવી અને તેમનાં અસ્થિ તથા ભસ્મના ગ્રહણ પ્રસંગને લઈને યાચક અને આહિતાગ્નિની કેવી રીતે પ્રસિદ્ધિ થઈ તે સૂચવ્યું છે. એ સ્થાને સ્તૂપ અને જિનગૃહોની રચના કરવામાં આવી તે પણ કહ્યું છે અને પછી ભરતને વીંટીના પતનથી આદર્શગ્રહકાચગૃહમાં વૈરાગ્ય, જ્ઞાન અને દીક્ષાને પ્રસંગ સૂચવી દીધા છે.* ભગવાનના નિર્વાણ પછી મરીચિની અંતિમાવસ્થામાં તેને કપિલ નામને શિષ્ય સાંપડે છે. અત્યાર સુધી મરીચિ પોતાની કમજોરી સ્વીકારતો હતો અને ભગવાનના ધર્મની જ પ્રરૂપણા કરતે, જે કોઈ દીક્ષાથી હોય તેને બીજા સાધુઓને સેપી દેતા, પણ હવે તેણે કપિલને કહ્યું કે અહીં પણ ધર્મ છે. એટલે કપિલે તેની જ પાસે દીક્ષા લીધી. આ પ્રકારના દુર્ભાષિતથી કડાકડી સાગરોપમ સુધી સંસારમાં ભા. વળી તેણે કલમદનથી નીચત્ર પણ બાંધ્યું હતું. તે મરીને બ્રહ્મલોકમાં ઉત્પન થયે, અને તેણે સાંખ્ય તને પ્રચાર કર્યો, ભ૦ મહાવીર આ પછી એ મરીચિના અનેક ભવનું વર્ણન કર્યું છે. અને છેવટે તે બ્રાહ્મણકુંડ ગામમાં કોડાલ-સગોત્ર બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કક્ષામાં દેવલોકથી ચવીને આવ્યા તે જણાવ્યું છે.’ ભગવાન મહાવીરનું ચરિત્ર અહીંથી શરૂ થાય છે. તેમાં આચાર્યો ૧-સ્વપ્ન, ૨ ગર્ભાપહાર, ૩ અભિગ્રહ. ૪ જન્મ ૫ અભિષેક, ૬ વૃદ્ધિ, ૭ જાતિસ્મરણ, ૮ દેવદ્વારા કરાવવાનો પ્રયત્ન, ” ૯ વિવાહ, ૧૦ અપત્ય, ૧૧ દાન, ૧૨ સંબોધન, ૧૩ મહાભિનિષ્ક્રમણ—આટલી બાબતોના વર્ણનની સૂચના કર્યા પછી જણાવ્યું છે કે તેમણે માતાપિતાને સ્વર્ગગમન પછી દીક્ષા ૧, ગા૦ ૩૪૮-૩૪૯ ૨, ૩૫૦-૩૬૬ ૩, ૩૬૭-૪૨૧ ૪. ગા૦ ૪૨૧-૪૩૨ ૫. ૪૩૩-૩૪ ૬, ગ૦િ ૪૩૫-૪૩૬ ૭. ૪૩૭–૪૩૯ ૮, ગા૦ ૪૪૦-૪૫૭ ૯. ગા) ૪૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy