________________
૧૯
પૂર્વભવે વૈરનાભ રાજા હતા. તે ભવમાં તીર્થંકરનામકર્મ બાંધી સર્વાર્થસિદ્ધિમાં દેવ થઈ ત્યાંથી યુવી ઋષભદેવ થયા. આ પ્રસંગે ઋષભદેવના પણ અનેક પૂર્વભવોનું વર્ણન છે, અને જે વીશ કારણે તીર્થ કરનામકમને બંધ ઋષભદેવને જીવે તે ગણાવ્યા છે, અને તીર્થંકરનામકર્મ વિશે કેટલીક હકીકતોનો નિર્દેશ કર્યો છે. આટલું પ્રાસંગિક કહીને ઋષભદેવના જીવન વિશે આટલી બાબતેનું વર્ણન કર્યું છે -જન્મ, નામ, વૃદ્ધિ, જાતિસ્મરણ, વિવાહ, અપત્ય, અભિષેક, રાજ્યસંગ્રહ-૪ આ ઉપરાંત આહાર, શિ૯૫, કર્મ, પરિગ્રહ, વિભૂષા ઈત્યાદિ ૪૦ વિષયની ચર્ચા દ્વારા એ યુગનું ચિત્ર આપણી સામે ઉપસ્થિત કરવા પ્રયાસ કર્યો છે અને બતાવ્યું છે કે તે યુગના નિર્માણમાં ઋષભદેવે કેવો ભાગ ભજવે છે. એ બધા વિષયોની ચર્ચા નિર્યુક્તિમાં નથી કરવામાં આવી પણ રચના છે. ઋષભદેવના ચરિત્રવર્ણન પ્રસંગે ૨૪ તીર્થકરોના ચરિત્રનું સાધર્મ-ધર્મે બેધન, પરિત્યાગ, ઈત્યાદિ ૨૧ બાબતોને આધારે વિચાર્યું છે. આમાં બહુ જ સંક્ષેપમાં એવીતીર્થકરને જીવનને સાર આપી દીધું છે. આટલું પ્રાસંગિક વર્ણન સમાપ્ત કરીને આ બધું કહેવાને પ્રસંગ કેમ આવ્યા તે સંબંધ જોડતાં કહે છે કે સામાયિકના નિગમવિચારપ્રસંગે ભગવાન મહાવીરના પૂર્વભવની ચર્ચામાં તેમના મરીચિજન્મને વિચાર આવશ્યક હતા અને તે પ્રસંગે ભગવાન ઋષભદેવને પ્રસંગે ઉપસ્થિત થશે. કારણ કે મરીચિ તે ઋષભદેવને પૌત્ર હતો. આ રીતે સંબંધ જોડીને પાછું ઋષભચરિત્ર દીક્ષા પ્રસંગથી શરૂ કરે છે તેમાં વળી વર્ષોતે તેમને ભિક્ષાલાભ થાય છે તે પ્રસંગે વીશે તીર્થકરોનાં પારણું ક્યા કયા નગરમાં થયાં હતાં, કણે કણે પ્રથમ ભિક્ષા આપી, તેમનાં નામ ગણવ્યાં છે, અને તે પ્રસંગે થનાર દિવ્યવૃષ્ટિનું અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરવા સાથે જણાવ્યું છે કે તેમાંનાં કેટલાક તો તે જ ભાવે અને કેટલાક ત્રીજે ભવે નિર્વાણ પામ્યાં છે.
ભગવાનના દર્શને નીકળેલા ભરતે તેમને નહીં જેવાથી તેમના સ્મરણમાં ધર્મચક્રની સ્થાપના કરી તે પ્રસંગ વર્ણવીને કહ્યું છે કે ઋષભદેવ એક હજાર વર્ષ સુધી છઘસ્થપર્યાએ વિચર્યા અને તેમને અંતે કેવલ જ્ઞાન થયું એટલે પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરી અને દેવોએ ઉત્સવ કર્યો. જે દિવસે ઋષભદેવ ભગવાનને કેવલ ઉપન્ન થયું તે જ દિવસે ભારતની આયુધશાલામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. આ અરના ખબર સેવકોએ ભરતને આપ્યા એટલે તેણે વિચાર્યું કે પ્રથમ પિતા ઋષભદેવજીની પૂજા કરવી જોઈએ, કારણ ચક્ર તે આ ભવમાં ઉપકારી છે, પણ પિતાજી તો પરલોક માટે પણ હિતાવહ છે. ૧૨ ભગવાનનાં માતા મરુદેવી અને પુત્ર-પુત્રી–પૌત્રો આદિ તેમનાં દર્શન કરવા આવ્યાં, અને ઉપદેશ સાંભળી તમાંનાં ધણાએ દીક્ષા લીધી. તેમાં ભગવાન મહાવીરના પૂર્વભવને જીવ મરીચિએ પણ દીક્ષા અંગીકાર કરી. ૧૩ ભરતને દેશવિજય અને ભગવાનને ધર્મો વિજય શરૂ થયે. ભારતે પોતાના નાના ભાઈઓને આનાધીન થવા કહ્યું. તેમણે ભગવાનની સલાહ માગી એટલે તેમણે ઉપદેશ આપ્યો અને બાહુબલી સિવાયના બધા ભાઈઓ દીક્ષિત થયા. આ વાત દૂત પાસેથી સાંભળીને બહુબાહુબલીને કેપ થયો અને તેણે ભરતને યુદ્ધનું આલ્વાન કર્યું. સૈન્યના સંહાર કરતાં બંનેએ જ લડી લેવું એમ નકકી થયું. અંતે બાહુબલીને અધર્મ યુદ્ધ કરતાં બૈરાગ્ય આવ્યું અને દીક્ષા લીધી.' આટલું પ્રાસંગિક કહીને
૧, ગા૦ ૧૭૧-૧૭૮ ૨, ગા) ૧૭૯-૧૮૧ ૩. ગા૨ ૧૮૨-૧૮૪૪. ૧૮૫-૨૦૨ ૫, ગા. ૨૦૩ થી ૬, ગી૨ ૨૦૯-૩૧૨ ૭. ગા૦ ૩૧૩ ૮. ગા) ૩૨૩-૩૨૫ ૯, ગા૦ ૩૨૬-૩૨૯ ૧૦, ગા૦ ૩૩૦-૩૩૪ ૧૧. ગ૦િ ૩૩૫-૩૪૧ ૧૨, ગા) ૩૪૨-૪૩ ૧૩, ગા૦ ૩૪૪-૩૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org