SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સૂત્ર-તંત્ર-ગ્રન્થ-પાઠ-શાસ્ત્ર એ એકાક છે. અનુયાગ—નિયેાગ–ભાષ્ય-વિભાષા-વાર્તિક એકાÖક છે. ઉપેાઘાત અનુયાગ અને અનુયાગનું સદૃષ્ટાંત નિક્ષેપ સાથે વિવરણ કર્યાં પછી ભાષા, વિભાષા અને વાતિકના ભેદ આચાર્યે સદષ્ટાંત સ્પષ્ટ કર્યો છે.૨ વ્યાખ્યાનવિધિના વિવરણ પ્રસ ંગે આચાર્ય અને શિષ્યની યેાગ્યતાનું સદૃષ્ટાંત નિરૂપણ કર્યું” છે.ક આટલી પ્રાસ ંગિક ચર્ચા કર્યાં પછી આયા સામાયિક અધ્યયનને ઉપોદ્ઘાત રચે છે, એટલે કે તે વિશે કેટલાક પ્રશ્નો ઉઠાવીને તેની ચર્ચા દ્વારા સામાયિકના સૂત્રપાઠની વ્યાખ્યા કરતાં પહેલાં અવશ્ય જાણવા જેવી સામાન્યરૂપે સામાયિક વિશેની જ હકીકતાનું નિરૂપણ કરે છે. આજે કેાઈ પણ પુસ્તકની પ્રસ્તાવનામાં જે મુદ્દાઓની ચર્ચા અપેક્ષિત હોય છે તેના જેવા જ મુદ્દાની ચર્ચા એ ઉપાદ્ધાતમાં આયાયે કરી છે તે આ પ્રમાણે — ૧ ઉદ્દેશ જેની વ્યાખ્યા કરવાની છે તેનું સામાન્ય કથન, જેમ કે અધ્યયન. ૨ નિર્દેશ-જેની વ્યાખ્યા કરવાની છે તેનું વિશેષ કથન, જેમ કે સામાયિક. ૩. નિગમ-વ્યાધ્યેય વસ્તુના નિગમ, સામાયિક કાનાર્થી ઉદ્ભવ્યું. ૪ ક્ષેત્ર તેના ક્ષેત્ર-દેશની ચર્ચા. ૫. કાલ-તેના કાલની ચર્ચા. ૬, પુરુષકયા પુરુથી એ વસ્તુ મળી તેની ચર્ચા. ૭. કારણચર્ચા. ૮. પ્રત્યય-શ્રદ્દાની ચર્ચા. ૯. લક્ષચર્ચા. ૧૭ નવિચાર, ૧૧ સમવતાર-નયેની અવતારણુો. ૧૨ અનુમત વ્યવહાર–નિશ્ચયનયની અપેક્ષાથી વિચાર, ૧૩ કિસ્--એ શું છે? ૧૪ તેના ભેદ કેટલા છે? ૧૫ કાને છે? ૧૬ કયાં છે ? ૧૭ શામાં છે? ૧૮ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ૧૯ ટલેા કાળ ટકે છે? ૨૦ ટલા પ્રાપ્ત કરે છે? ૨૧ વિરહકાલ કેટલા છે? ૨૨ અવિરહકાલ કેટલા છે? ૨૩ કેટલા ભાવ સુધી પામે ? ૧૪ કેટલી વાર સ્વીકારે ? ૨૫ કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે ? ૨૬ નિરુક્તિ. ભ, ઋષભદેવ—પરિચય આમાંથી જે ત્રીજો મુદ્દો નિગમને છે. તેના વિવરણમાં આચાયે ઉદ્દેશાદિની જેમ નિગ મના પણ નામાદિ છ નિક્ષેપ કરીને તેના અનેક અર્થોં કર્યાં છે. આ પ્રસ ંગે ભગવાન મહાવીરના મિથ્યાત્યાદિમાંથી નિગમ-નીકળવુ -કેવી રીતે થયા તે કહેવાને બહાને ભગવાનના પૂર્વભવાની ચર્ચા કરવા ભગવાન ઋષભદેવના યુગ પહેલાનાં કુલકરના યુગથી ઇતિહાસ શરૂ કર્યાં છે.” તેમાં કુલકરે વિશેપૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણુ, સહનન, સસ્થાન, વણુ, તેમની સ્ત્રી, આયુ, કઈ વયમાં કુલકર થયા, મરીને કયા ભાનમાં ગયા, અને તેમના સમયતી નીતિ -એ ખાબåાની ચર્ચા કરી છે. છેલ્લા કુલકર નાભિનાં પત્ની મરુદેવી હતાં. તેમને નિવાસ વિનીતાભૂમિમાં હતા. તેમના પુત્ર તે ઋષભદેવ, ઋષભદેવ ૧. ગા૦ ૧૩૨-૧૩૪ ૨. ગા૦ ૧૩૫ ૩, ગા૦ ૧૩૬-૧૩૯ ૪. ગા૦ ૧૪૦-૧૪૧ ૫, ગા૦ ૧૪૫ ૬. ગા૦ ૧૪૬ ૭. ગા૦ ૧૫૦ ૮. ગુ૦ ૧૫૨ ૯. ગા૦ ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy