SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪. ૨. ] ટિપ્પણા [ ૨૦૧ જે તેની વિપક્ષમાં વૃત્તિ દ્વાય તા તે અવશ્ય અસદ્વેતુ બની જાય છે. એનું કારણ એ છે કે વિપક્ષમાં તા સાધ્યના અભાવ હાય છે; એટલે સાષ્યના જ્યાં અભાવ હોય ત્યાં પણ જો હેતુ વિદ્યમાન હોય તા તે સાધ્યના સદ્ભાવ સિદ્ધ કરવા કેવી રીતે સમર્થ થાય ? ૮૯. ૩. વાયુનું અસ્તિત્વ -વાયુસાધક યુક્તિએ માટે જુએ યૈમવતી, પૃ૦ ૨૭૨, ૮૯. ૬. આકાશસાધક અનુમાન—ન્યાય-વૈશેષિકા શબ્દગુણ ગુણી વિના સભવે નહિ અને પૃથ્વી આદિ કાઈ દ્રવ્યના તે ગુણુ સભવતા નથી, અર્થાત્ આકાશને ગુણુ માનવા જોઈએ એવું અનુમાન કરીને આકાશને સિદ્ધ કરે છે; બ્યામવતી પૃ૦ ૩૨૨. ૫રંતુ જૈને તે શબ્દને ગુણુ માનતા નથી, તેથી ઉક્ત અનુમાનને સ્થાને આચાર્ય અહીં જૈનસંમત આકાશના અવગાહદાનની યાગ્યતારૂપ જે ગુણ છે તેના ઉપયેગ કર્યો છે અને કહ્યું છે કે પૃથ્વીઆદિ જે મૃત દ્રવ્ય છે તેના કોઈ આધાર હોવા જોઈએ; જે આધાર છે તે દ્રવ્ય આકાશ છે. ઇત્યાદિ. ૯૧. ૧૦ શસ્રોપહત-કયા જીવનેા ઘાત કયા શસ્ત્રથી થાય છે તેની સમજ માટે જુએ આયા રાંગનું પ્રથમ અધ્યયન. ૯૨. ૭, પાંચ સમિતિ–૧–ઈય્યસમિતિ—કાઈપણ જીવને કલેશ ન થાય તે રીતે સાવધાનીથી ચાલવું તે; ર—ભાષાસમિતિ—સત્ય, હિતકારી, પરિમિત તથા અસંદિગ્ધ વચનના વ્યવહાર તે; ૩~ એષણાસમિતિ—જીવન યાત્રાને આવશ્યક ભેજનાદિ માટેની સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ; ૪—આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ—પાત્રાદિ વસ્તુને લેવા મૂકવામાં સાવધાની રાખવી તે; ૫—ઉચ્ચારપ્રશ્રવણ ખેલજલસિંધાણુપારેિષ્ઠાપનિકાસમિતિ—મળ—મૂત્ર——શ્લેષ્મશરીરના મેલ-લીટ વગેરેને યોગ્ય સ્થાનમાં પરવવામાં સાવધાની રાખવી તે. ૯૨. ૭.ત્રણ ગુપ્તિ—૧——મનેાગુપ્તિ, ર—વચનગુપ્તિ, ૩—કાયગુપ્તિ, એ ત્રણ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે અસત્પ્રવૃત્તિથી નિવૃત્તિ, [૫] ૯૪. ૨. આ ભવ-પરભવનું સાદશ્ય—આ ચર્ચામાં મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે અને પશુ મરીને પશુ જ થાય છે' એવા પૂ પક્ષ છે તે કાના છે એ હજી ાણુવામાં નથી આવ્યું પણ ઉક્ત પૂર્વ પક્ષને બહાને કારણુ સદૃશ જ કાર્ય હોય છે કે નહિ' એ ચર્ચા જે કરવામાં આવી છે તે બહુ મહત્ત્વની છે. ચાર્વાક અસકાય વાદી છે છતાં તેએ કાર્યને સદશ અને વિસદશ માને છે; ચૈતન્ય જેવા કાર્યંને કારણેાથી વિસદશ માને છે જ્યારે ભૌતિક કાર્ટૂન સદશ, ચાર્વાંકાએ એક જ ભૂત નહિ માન્યું અને ચાર કે પાંચ ભૂતા માન્યાં એ બતાવે છે કે તેમને મતે સર્વથા વિસદૃશ કાના સિદ્ધાન્ત માન્ય નથી. વેદાંત અને સાંખ્ય એ બન્ને સત્કાર્ય વાદી છે તેવી તેમને કા એ કારણુ સદૃશ હોય છે એમ માન્ય છે. વેદાન્તને મતે કાર્ટીમાં ગમે તેટલી વિલક્ષણતા દેખાતી હોય છતાં તે બધાના સમન્વય બ્રહ્મમાં છે ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy