SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨] ગણધરવાદ [૫. ૧૪– અને સાંખ્યને મતે પ્રકૃતિમાં. કઈ પણ કાર્ય વેદાન્ત મતે બ્રહ્મથી અને સાંખ્યમતે પ્રકૃતિથી સર્વથા વિલક્ષણ નથી. બ્રહ્મ એક છતાં તેનાં કાર્યોમાં જે વિલક્ષણતા દેખાય છે તેનું કારણ વેદાન્તમ અવિદ્યા છે અને પ્રકૃતિ એક છતાં કાર્યોમાં જે વિલક્ષણતા છે તેનું કારણ સાંખ્યમતે પ્રકૃતિના ગુણોનું વિષમ્ય છે. નિયાયિક-વૈશેષિક- બૌદ્ધ એ ત્રણે અસતકાર્યવાદી છે તેથી તેમને મતે કારણથી વિલક્ષણ પણ કાર્ય સંભવે છે. કારણ સદશ કાર્ય હોય છે એમાં તો એ ત્રણેને કશે જ વિવાદ નથી. જેને પણ એ બધાની જેમ કાર્યને કારણથી સદશ અને વિસદશ સ્વીકારે છે. ૧૦૨, ૧. મનુષ્યનામકર્મ—નામકર્મની પ્રકૃતિ જેથી જીવ મરીને મનુષ્ય બને. ૧૦ર, ૧ મનુષ્પગાત્રકમ-ગોત્રકર્મના મૂળ બે ભેદ છે : ઉચ્ચ અને નીચ. એ મૂળ બે ભેદોના જ અનેક ઉપભેદો સમજી લેવા જોઈએ; જેવા કે મનુષ્ય અને દેવ એ ઉચમાં અને નરક અને તિર્યંચ નીચમાં. [૬] ૧૦૩. ૨. બંધમાક્ષચર્ચા–આ પ્રકરણમાં મુખ્યત્વે બંધ-મેક્ષ સંભવે કે નહિ, એ ચર્ચાના વિષય છે. ભારતીય દર્શનોમાં ચાર્વાકદર્શન જ એવું છે જેમાં જીવના બંધ-મેક્ષને સ્વીકાર કરવામાં નથી આવ્યો. અન્ય દર્શનેમાં તે સ્વીકૃત છે. સાંખે એ બંધ-મેક્ષ સ્વીકાર્યા તો છે, પણ તે પુરુષને બદલે પ્રકતિમાં સ્વીકાર્યા છે. પણ આ ભેદ તે પરિભાષાને છે, કારણ કે છેવટે તે પ્રકૃતિ અને પુરુષને વિવેક થવો એ જ મોક્ષ છે એમ સાંખે કહે છે. એટલે તાત્પર્ય તો એ જ છે કે પુરુષ અને પ્રકૃતિની જે એકતા મનાઈ હતી તેનું સ્થાન વિવેક લે છે તે જ મેક્ષ છે. આ જ વસ્તુ અન્ય દર્શનમાં પણ માન્ય છે. અન્ય દર્શનેએ ચેતન- અચેતનને વિવેક-ચેતન અચેતનના બંધને અભાવ એને જ મેક્ષ કહ્યો છે. તત્ત્વજ્ઞાન પ્રકૃતિને ધર્મ હોય કે પુરુષને, પણ એ અત્યંત આવશ્યક છે એમ તે સૌ કઈ સ્વીકારે જ છે. એટલે સાંખ્ય અને અન્ય દર્શનમાં આ બાબતમાં પરિભાષાને જ ભેદ છે. ૧૦૩. ૮. “s gષ વિગુનઃ'-આ વાકય કયાંનું છે તે શોધી શકાયું નથી, પણ તે સાંખ્યમતની છાપવાળ છે એમાં સંશય નથી, કારણ કે સાંખેને મતે આત્મામાં બંધ-મેક્ષ-સં સાર એમાંનું કશું જ નથી મનાયું, પરંતુ પ્રકૃતિમાં એ બધું મનાયું છે. આ વાક્યની સાથે તાવતરનું “મfધ્યાઃ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કે નિશ્ચ” ૬. ૧. એ વાક્ય તુલના કરવા જેવું છે. ૧૦૮. ૮. અભવ્ય–જીના ભવ્ય અને અભવ્ય એવા બે સ્વાભાવિક પ્રકાર છે અન્ય દર્શનમાં અભવ્ય’ શબ્દને પ્રયોગ હોય તો પણ ત્યાં તેનો અર્થ “દુર્ભવ્ય” જેવો જ લેવાને હેય છે. જીવના આ પ્રકારે બે ભેદ શા માટે કરવામાં આવે છે તેનું કશું જ કારણ આપી શકાતું નથી, તેથી આચાર્ય સિદ્ધસેને આ બાબતને આગમગમ્ય એટલે કે અહેતુવાદાન્તર્ગત ગણી છે. ૧૦. ૮. ગા. ૧૮૨૭–આ ગાથામાં “બે મોક્ષે જવાથી સંસાર ખાલી થઈ જશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy