SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨) ગણધરવાદ [૩. ૫૦ ૩– બૌદ્ધો જ્ઞાન-વિજ્ઞાન અને આત્મા એ બધાંને એક જ વસ્તુ માને છે, એટલે આત્મા અને જ્ઞાનમાં માત્ર નામને ભેદ છે એમ માને છે, વસ્તભેદ નથી. આથી ઉલટુ ન્યાય-વૈશેષિક અને મીમાંસક આત્મા અને જ્ઞાનને જદી જદી વસ્તુ સ્વીકારે છે. નૈયાયિકાદિસંમત જ્ઞાન ગુણ એ જ બૌદ્ધમતે આત્મા છે. સાંખ્યને મતે આત્મા–પુરુષ એ સ્વતંત્ર તત્ત્વ છે અને બુદ્ધિ એ પ્રકૃતિમાંથી નિષ્પન થનાર વિકાર છે, જેમાં જ્ઞાન, સુખ, દુઃખ આદિ વૃત્તિઓ પેદા થાય છે. બૌદ્ધો આત્મા અને જ્ઞાનને એક માનતા હોવાથી તેમને મતે આત્મા કે જ્ઞાન એ પણ અનિત્ય છે, જ્યારે બીજા દાર્શનિકોને મતે આત્માપુરુષ એ નિત્ય છે અને બુદ્ધિ કે જ્ઞાન અનિત્ય છે. શાંકર વેદાન્તને મતે આત્મા ચિસ્વરૂપ છે, જે ફૂટસ્થ નિત્ય છે; જ્ઞાન એ તેને ગુણ કે ધર્મ ન હતાં અંતઃકરણની એક વૃત્તિ છે અને અનિત્ય છે. પૃ૦ ૩. ૫૦ ૩. વૈશાખ સુદ એકાદશી –આ દિવસે ભગવાન મહાવીરને સમાગમ ગણધરે સાથે થયે એમ તાબર માન્યતા છે; પરંતુ દિગમ્બર માન્યતા પ્રમાણે કેવલ જ્ઞાન થયા પછી છાસઠ દિવસે ગણધરનો સમાગમ થયો છે તેથી ઉક્ત તિથિ તેમને માન્ય નથી. આ માટે જુઓ કષાય પાહુડ ટીકા, પૃ. ૭૬. ભગવાન મહાવીરનું આયુ ૭૨ વર્ષનું હતું અને બીજા મતે ૭૧ વર્ષ ૩ માસ અને ૨૫ દિવસનું હતું એ પ્રકારની ભગવાન મહાવીરના આયુ વિશેની બે માન્યતાને ઉલ્લેખ કરીને કષાય પાહડની ટીકામાં એ બે માન્યતામાંથી કઈ ઠીક છે તેના ઉત્તરમાં વીરસેન સ્વામીએ જણાવ્યું છે કે એ બેમાંથી કઈ માન્યતા ઠીક છે એ વિશેને ઉપદેશ અમને મળ્યો નથી એટલે એ બાબતમાં મૌન રહેવું એ જ ઉચિત છે. જુઓ પૃ. ૮૧. દિગંબરે મતે વૈશાખ શુકલ એકાદશીને બદલે શ્રાવણ કૃષ્ણ પ્રતિપદા તીર્થે પત્તિની તિથિ છે. ષટ્રખંડાગમ ધવલા–પૃ. ૬૩. ૩. ૪. મહસેન વનમાં-ગણધરને સમાગમ મહસેન વનમાં થયો હતો અને ત્યાં જ તીર્થપ્રવર્તન થયું હતું. આ માન્યતા ભવેતાંબરોની છે, પરંતુ દિગંબરે મતે એ સમાગમ રાજગૃહની નજીકના વિપુલાચલ પર્વત ઉપર થયો હતો અને ત્યાં જ તીર્થનું પ્રવર્તન થયું હતું. જુઓ કષાય પાહુડી ટીકા, પૃ. ૭૩. ૩. ૧૦. સંદેહ-એટલે સંશય. એકતર નિર્ણય કરાવે એવા સાધક પ્રમાણુ અને બાધક પ્રમાણુના અભાવમાં વસ્તુના અસ્તિત્વનો કે નિષેધનો નિર્ણય થતો ન હોય ત્યાં અસ્તિત્વ અને નાસ્તિત્વ-જેવી બને કોટિને સ્પર્શ કરનારું જે જ્ઞાન થાય છે તે સંશય કહેવાય છે. જેમ કે જીવ છે કે નહિ ? આ સાપ છે કે નહિ ? અથવા આ સાપ છે કે દેરડું ? ૩. ૧૧. સિદ્ધિ-પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે વસ્તુને નિર્ણય કરવું તે. ૩. ૧૧. પ્રમાણ–વસ્તુનું સમ્યજ્ઞાન જેથી થાય તે પ્રમાણુ કહેવાય છે. ચાવકને મત માત્ર પ્રત્યક્ષ-ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન-જ પ્રમાણ છે. બૌદ્ધો અને કેટલાક વૈશેષિક આચાર્યો પ્રત્યક્ષ અને અનુમાન એ બેને પ્રમાણ માને છે. સાધન-હેતુ-લિંગ વડે કરી સાધ્યનું જ્ઞાન કરવું તે અનુમાન છે; જેમ કે દૂરથી પાટા ઉપર ધુમાડા જોઈને ગાડી આવવાનું જ્ઞાન કરવું તે અનુમાન છે. સાંખ્યો અને કેટલાક વશેષિકો તથા પ્રાચીન બૌદ્ધો પ્રત્યક્ષ અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ માને છે. આગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy