________________
૩. ૨૫.] ટિપ્પણો
[૧૮૩ એટલે આપ્ત પુરુષનું વચન અથવા તો શાસ્ત્ર. નૈયાયિકો અને પ્રાચીન જૈનાગોમાં ઉક્ત ત્રણ ઉપરાંત ઉપમાન પ્રમાણ પણ માનવામાં આવ્યું છે. સાદસ્યથી જ્ઞાન કરવું તે ઉપમાન છે; જેમ કે ગાય જેવું ગવય (રેઝ) છે. પ્રભાકર મીમાંસકોને પક્ષ પૂર્વોક્ત પ્રમાણે ઉપરાંત અર્થા૫ત્તિને અને કુમારિયાદિ મીમાંસકેને પક્ષ અર્થપત્તિ અને અભાવને પણ પ્રમાણ માને છે. કોઈ એક પ્રમાણસિદ્ધ અર્થની ઉપસ્થિતિને આધારે અન્ય પક્ષ અર્થની કલ્પના કરવી તે અર્થપત્તિ છે; જેમ કે દેવદત્ત જડે છે. છતાં તે દિવસે તે ખાતો નથી, એ ઉપરથી તેના રાત્રિભૂજનનું જ્ઞાન કરવું તે અર્થપત્તિ છે. મીમાંસકોનું કહેવું છે કે અનુમાનમાં દષ્ટાંત હોય છે, પણ અર્થપત્તિમાં દૃષ્ટાંત હેતું નથી.
પૂર્વોક્ત પ્રત્યક્ષાદિ પાંચે પ્રમાણુની જ્યાં ઉત્પત્તિ ન હોય ત્યાં અભાવ પ્રમાણુ પ્રવૃત્ત થાય છે એમ મીમાંસકો માને છે. એ અભાવ પ્રમાણ એ ઘટાદિ વસ્તુના જ્ઞાનને અભાવ છે અથવા તે ધટાદિથી જિન ભૂતલાદિ વસ્તુનું જ્ઞાન અર્થાત માત્ર ભૂતલનું જ્ઞાન થાય તેથી પ્રમાતા સમજે કે અહીં ઘડે નથી.
જૈન દાર્શનિકોએ માત્ર બે જ પ્રમાણ માન્યાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. અનુમાનાદિ બધાં પ્રત્યક્ષેત્ર પ્રમાણેને સમાવેશ પરીક્ષમાં છે.
૩. ૧૭. જીવ પ્રત્યક્ષ નથી
આત્મા પ્રત્યક્ષ નથી એ મત માત્ર ચાર્વાકને જ નથી, પણ પ્રાચીન યાયિક અને વૈશેષિકો પણ આત્માને અપ્રત્યક્ષ માનતા હતા એ જ કારણ છે કે ન્યાયસૂત્રમાં (૧. ૧, ૧૦) ઈચ્છા-દેષ વગેરેને આત્મલિંગો કહ્યાં છે. અને તેના ઉત્થાનમાં ભાષ્યકારે સ્પષ્ટ કહ્યું છે કે આત્મા પ્રત્યક્ષ નથી, પણ તેનું જ્ઞાન આગમ ઉપરાંત અનુમાનથી પણ થઈ શકે છે. વૈશેષિક દર્શનના પ્રસિદ્ધ ભાષ્યકાર પ્રશસ્ત પાદે પણ આત્મનિરુપણ પ્રસંગે (પ્રશસ્તપાદ ભાષ્ય પૃ. ૩૬૦) કહ્યું છે કે આત્મા સૂક્ષ્મ હેવાથી અપ્રત્યક્ષ છે છતાં તેનું કારણ વડે અનુમાન થઈ શકે છે. આમ છતાં પ્રાચીન નૈયાયિકવશેષિકોએ પણ ગિજ્ઞાન વડે તે આત્માને પ્રત્યક્ષ મા જ છે. અર્થાત સાધારણ મનુષ્યને આત્મા પ્રત્યક્ષ નથી, પણ ગિજનેને છે. તકના અખાડામાં યોગિપ્રત્યક્ષ અને આગમમાં ભેદ નથી રહેતા એટલે તૈયાયકશૈશેષિકોએ આત્માને અનુમાનથી સિદ્ધ કરવાનું ઉચિત માન્યું છે. પણ તર્કના વિકાસે આગળ જઈને સાધારણ મનુષ્યને પણ આત્મા પ્રત્યક્ષ છે એમ સિદ્ધ કર્યું. અને ચાર્વાક સિવાયનાં બધાં દર્શનો પ્રત્યયના આધારે આત્મા પ્રત્યક્ષ છે એમ માનવા લાગ્યાં. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા 2િ0, પૃ. ૧૩૬.
૩. ૨૧. પરમાણુ-તુલના કરે, ઈશ્વરકૃષ્ણના પ્રકૃતિ વિશેના આ કથન સાથે –“સૌફક્યાર તનપરિયનમાવત્ ચિંતસ્વયુવઘેઃ” સાંખ્ય કા. ૮
૪-૧. અનુમાન પ્રત્યક્ષપૂવક છે–અનુમાન પ્રત્યક્ષપૂર્વક છે એ વસ્તુ ન્યાયસૂત્રમાં કહી છે-૧, ૧, ૫. અને તેના ભાષ્યમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે પ્રસ્તુતમાં લિંગ અને લિંગના સંબંધનું અને દર્શન લિંગનું એને પ્રત્યક્ષ સમજવું. લિંગલિંગીના સંબંધનું પ્રત્યક્ષ થયું હોય તે આગળ જઈને
૧. ન્યૂયાભાષ્ય ૧, ૧, ૩, વૈશેષિક સૂત્ર ૯, ૧. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org