________________
ટિપ્પણે
[૧].
૫૦. ૩. પં. ૨, જીવના અસ્તિત્વની ચર્ચા-પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ સાથેના વિવાદમાં મુખ્ય પ્રશ્ન છે જીવન અસ્તિત્વને, ગણધર ઇન્દ્રભૂતિ દ્વારા વ્યક્ત થતું દૃષ્ટિબિંદુ ભારતીય દર્શનેમાં ચાર્વાક અથવા તો ભૌતિકદર્શનને નામે ઓળખાય છે. ચાર્વાક પક્ષ આત્માને અભાવ છે એમ જયારે કહે ત્યારે તેના અર્થ એમ નથી સમજવાનો કે આત્મા સર્વથા છે જ નહિ; પણ તેને અર્થ એટલે જ છે કે ચાર ભૂતની જેમ આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય નથી અથવા તો સ્વતંત્ર તત્વ નથી. એટલે કે ચાર્વાકને મતે ભૂતના વિશિષ્ટ સમુદાયથી જે વિશિષ્ટ વસ્તુ બને છે તે આત્મા કહેવાય છે. એ સમુદાયના નારા સાથે આત્મા નામની વસ્તુને પણ નાશ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે આમાં એ ભૌતિક પદાર્થ છે, ભૂત વ્યતિરિક્ત દેઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તેને સર્વથા અભાવ ચાર્વાકને પણ અભીષ્ટ નથી. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકરે કહ્યું છે કે સામાન્ય રીતે આત્માના અસ્તિત્વ વિશે વિપ્રતિપત્તિ-વિવાદ છે જ નહિ, પણ વિવાદ જે હોય તે તે વિશેષમાં છે એટલે કે કોઈ શરીરને જ આત્મા માને છે, કેઈ બુદ્ધિને આત્મા માને છે, કઈ ઇન્દ્રિયો કે મનને જ આત્મા માને છે, અને કઈ સંઘાતને આત્મા માને છે, અને કોઈ એ બધાથી ભિને સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે.-ન્યાયવા૦ પૃ. ૩૩૬
પ્રસ્તુત ચર્ચામાં આત્મા એ ભૌતિક નથી પણ સ્વતંત્ર તત્ત્વ છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આ આખી ચર્ચા એ એક જ મુદ્દાની આસપાસ થઈ છે કે આત્મા એ સ્વતંત્ર તત્વ છે કે નહિ. અને આખરે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે આમતવ એ સ્વતંત્ર તત્ત્વ છે, માત્ર ભૌતિક નથી. અહીં અપાયેલી યુક્તિઓ ભારતીય દર્શનોમાં સાધારણ છે. કોઈ ગ્રંથમાં તેને વિસ્તાર છે તો કેઈમાં સંક્ષેપ. બ્રાહ્મણ-બૌદ્ધ-જૈન કોઈ પણ દર્શનને ગ્રંથ જુએ તો તેમાં આવી જ યુક્તિઓ વડે આત્માનું સ્વાતંત્ર્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.
ચાઇ અને બૌદ્ધ એ બનને આટલી વાતોમાં સહમત છે કે આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય નથી અને નિત્ય દ્રવ્ય નથી; અર્થાત શાશ્વત દ્રવ્ય નથી. અર્થાત આત્મા બંનેને મતે ઉત્પન્ન થનાર છે; પણ ચાર્વાક અને બૌદ્ધમાં જે મતભેદ છે તે એ કે બુદ્ધિ, આત્મા જ્ઞાન કે વિજ્ઞાન નામની એક સ્વતંત્ર વસ્તુ છે એમ બૌદ્ધો માને છે, જ્યારે ચાર્વાક તેને માત્ર ચાર કે પાંચ ભૂતામાંથી નિપન્ન થનારી માત્ર પરતંત્ર વસ્તુ માને છે. બૌદ્ધો જ્ઞાનને અનેક કારણથી ઉત્પન તો માને છે અને એ અર્થમાં જ્ઞાનને પરતત્ર પણ કહે છે, પણ એ જ્ઞાનનાં કારમાં જ્ઞાન અને જ્ઞાનેતર બને પ્રકારનાં કારણોને સ્વીકારે છે, જ્યારે ચાર્વાક જ્ઞાનનિપત્તિમાં માત્ર ભૂતાને એટલે કે જ્ઞાનેતર કારણોને જ માને છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન જેવી એક મૂળ તવભૂત વસ્તુ છે જે અનિત્ય છે એમ બૌદ્ધો માને છે, જ્યારે ચાર્વાકે તેને મૂળ તત્ત્વ તરીકે સ્વીકારતા નથી, પણ ભૂતાને જ મૂળ તવામાં સ્થાન આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org