SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] ગણધરવાદ ગણધર] છે. પણ તેથી સ્વાભાવિક નિરુપમ વિષયાતીત સુખને પણ અભાવ મુક્તમાં છે તે વસ્તુ કેવી રીતે ફલિત થાય ? મુક્તપુરુષ વીતરાગ હાવાથી પુણ્યજનિત સુખ તેને પ્રિય નથી અને વીતદ્વેષ હાવાથી પાપજનિત દુઃખ તેને અપ્રિય નથી. આ પ્રમાણે પ્રિય અને અપ્રિય અને અભાવ છે. પણ મુક્તપુરુષમાં સુખ સ્વાભાવિક છે, અકમ જન્ય છે, નિરુપમ છે, નિપ્રતિકારરૂપ છે અને અનન્ત છે અને તે જ કારણે જે સુખ પૂર્વોક્ત પુણ્યજન્ય સુખથી અત્યંત વિલક્ષણ છે તેને પણ અભાવ ઉક્ત વેદવાકયથી ફલિત કરવા અપ્રાપ્ત છે; માટે તારે મેાક્ષ છે, મેાક્ષમાં જીવ છે, અને તેને સુખ પણ છે, એ ત્રણે ખાખતા વેદને પણ સંમત છે એમ માનવુ' જોઈ એ. પ્રભાસ-હવે માત્ર એક જ શકા છે અને તે એ કે જો વેદને ઉક્ત ત્રણે ખાખતા સંમત હેાય તે પછી વ્નરામય વૈજ્ઞત સવ” ચનિદેત્રમ”એ વાકચમાં વૃદ્ધાવસ્થામાં મરણુપત પણ સ્વર્ગ આપનાર અગ્નિહેાત્ર કરવાનું વિધાન શા માટે કર્યુ ? એમ કરવાથી તા સ્વગે જઈ શકાય, મેાક્ષની આશા તા માત્ર સુરાશા જ રહે; એટલે મનમાં એમ થઈ આવે છે કે મેાક્ષ હશે જ નહિ, અન્યથા વેદમાં મેક્ષેાપાયનું અનુષ્ઠાન કરવાની ભલામણ ન કરતાં સ્વર્ગાપાયની જ ભલામણ કેમ કરી ? ભગવાન-તુ' એ વેદવાકચના પણ અથ ઠીક સમજયા નથી. એ વાકચમાં ‘વા’ શબ્દ પણ છે, તે તરફ તારુ ધ્યાન ગયું...નથી. એ ‘વ’શબ્દ એ ખતાવે છે કે યાવજીવન અગ્નિહેત્રિનું અનુષ્ઠાન કરવું જોઈ એ. અને સાથે જ મેાક્ષાભિલાષા રાખનારે મેાક્ષમાં હેતુભૂત એવું અનુષ્ઠાન પણ કરવું જોઈ એ. આ પ્રકારે વેદપદોથી અને યુક્તિથી મેાક્ષ સિદ્ધ થાય છે, તેથી તારે એ બાબતમાં સ'શય કરવા જોઈએ નહિ. આ પ્રમાણે જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેના સંશયનું નિવારણ કર્યુ. ત્યારે પ્રભાસે પેાતાના ૩૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી. (૨૦૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy