________________
પ્રભાસ]
નિર્વાણચર્ચા
[૧૭૯
તમે એમ જાણેા કે મુક્તિઅવસ્થામાં અશરીરમ’—અશરીર એવા સમ્સ’—વિદ્યમાન જીવને અથવા સન્તમ—જ્ઞાનાદિથી વિશિષ્ટરૂપે વિદ્યમાન એવા જીવને પ્રિય-અપ્રિયના સ્પર્શ થતા નથી અને વીતરાગ એવા સશરીરને પણ પ્રિયાપ્રિયને સ્પર્શ થતા નથી. (૨૦૨૦)
પ્રભાસ-આપને ઇષ્ટ એવા અર્થના લાભ કરવા આપે ઉક્ત વેદવાકયના અનેક પ્રકારે પદચ્છેદ કર્યો, પણ મારા મતની પુષ્ટિ થાય તેવા પણ પન્નુચ્છેદ થઈ શકે છે. તે આ પ્રમાણે — શરીર લા અવસન્તમ”અને તેના અર્થ થશે કે અશરીર જે કાંય પણ વસતા નથી અર્થાત્ જે સથા છે જ નહિ. એટલે એ પ્રકારના પદચ્છેદથી મુક્તાવસ્થામાં જીવનેા સર્વથા નાશ થઈ જાય છે એવા મતની પુષ્ટિ થાય છે. ભગવાન—તે કરેલ પદ્મ છે અસંગત છે, કારણ મે... પ્રથમ મતાવ્યુ. તેમ ‘અશરીર' શબ્દથી જીવની વિદ્યમાનતા સિદ્ધ છે. તેથી તે શબ્દના અર્થથી અસંગત હાય એવે પન્નુચ્છેદ્ય ઉક્ત વાકચમાં કરી શકાય નહિ.
વળી, ઉક્ત વાકયમાં આગળ જઈને કહ્યુ` છે કે પ્રિય-અપ્રિયના સ્પર્શ થત નથી,’ તેમાં જે સ્પર્શવાની વાત આવી છે તે જીવને સત્-વિદ્યમાન માનેા તા જ ઘટી શકે, અન્યથા નહિ. જો જીવ વયાપુત્ર જેમ સ`થા અસત્ હાય તેા જેમ “વન્દેયાપુત્રને પ્રિયાપ્રિય કશુ` જ નથી' એ કહેવુ... નિરંક છે તેમ ‘અશરીરને પ્રિયાપ્રિય કશુ` જ નથી' એ કહેવુ' પણ નિરક બની જાય, જેમાં કયારેક પ્રિય-અપ્રિયની પ્રાપ્તિ હાય-પ્રાપ્તિના સ'ભવ હાય તેમાં જ તેને નિષેધ ક્યારેક કરી શકાય છે; જેમાં તેના સંભવ જ ન ઢાય તે વિષયમાં તેના નિષેધ કરાતા જ નથી જીવમાં સશરીર અવસ્થામાં પ્રિય -અપ્રિય પ્રાપ્ત છે તેથી મુક્ત અવસ્થામાં પ્રિય-અપ્રિયને નિષેધ યુક્તિયુક્ત છે, એટલે મુક્તાવસ્થામાં વિદ્યમાન એવા જીવનું... ‘અશરીર' એવા શબ્દ વડે ભાન થતુ હોવાથી અવસન્ત' એવા પન્નુછેદ થઈ શકે નહિ. (૨૦૨૧) પ્રભાસ-મુક્તાવસ્થામાં જીવ ભલે વિદ્યમાન હેાય—એ વસ્તુ વેદાભિમત પણ છે, છતાં વેદમાં તેને પ્રિય-અપ્રિય બન્નેના સ્પર્શી નથી એમ ઉક્ત વાકયમાં કહ્યું છે, તેથી મુક્ત જીવને પરમ સુખ છે એમ જે આપ કહેા છે તેને વેદમાં વિરાધ જ છે; તેથી મુક્તને સુખી કે દુ:ખી માની શકાય નહિ.
ભગવાન—એ વાત તેા હું પણ માનું છું કે પુણ્યકૃત સુખ અને પાપકૃત દુઃખ મુક્તમાં નથી. વેદમાં જે પ્રિય-અપ્રિયા નિષેધ છે તે સાંસારિક સુખ અને દુઃખ જે પુણ્ય અને પાપથી થાય છે તેનેા જ નિષેધ છે. એ સાંસારિક સુખદુઃખ વીતરાગ અને વીતદોષ એવા મુક્ત પુરુષને સ્પર્શી નથી જ કરી શકતાં, કારણ કે તે પૂર્ણ જ્ઞાની છે અને કશી પણ ગાધા તેમાં છે નહિ; આ વસ્તુ જ વેદમાં કહેવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org