________________
પ્રભાસ] નિર્વાણચર્ચા
[૧૭૭ પ્રભાસ–“સિરપ ન પ્રજ્ઞાયતે” એ વાક્યમાં જે એમ કહ્યું છે કે જીવને મોક્ષમાં નાશ થઈ જાય છે, તેનું જ સમર્થન આપે કહેલ ઉક્ત વેદવાક્યના “ઝા વા વસ”” ઈત્યાદિ અંશથી થાય છે. તે આ પ્રમાણે–ઉક્ત વાકયમાં જે શારીર’ શબ્દ છે તેને અર્થ એ છે કે જ્યારે શરીર સર્વથા નષ્ટ થઈ જાય છે ત્યારે જીવ પણ ખરવિષાણુની જેવો અસત્ જ છે, કારણ કે તે પણ નષ્ટ છે. અર્થાત અશરીર શબ્દ ખરવિષાણ સંદેશ નષ્ટ જીવ માટે પ્રયુક્ત છે. એટલે વેદમાં કહ્યું કે અશરીર નષ્ટ એવા જીવને પ્રિય કે અપ્રિય અર્થાત્ સુખ કે દુઃખને સ્પર્શ નથી. આ પ્રમાણે ઉક્ત બનને વેદવાક્યોની સંગતિ થાય છે. એટલે મોક્ષમાં જીવનો નાશ જ વેદાંભિપ્રેત છે એમ માનવું જોઈએ. આથી “તિરફ ન પ્રજ્ઞા” એ વાક્યના આધારે જીવને તથા સુખ દુઃખનો મેક્ષમાં અભાવ છે એમ માનવું જોઈએ. તેથી દીપનિર્વાણ જે મોક્ષ વેદને અભિપ્રેત છે એમ સિદ્ધ થાય છે.
(૨૦૧૬) ભગવાન-તું વેદવાક્યને યથાવત અર્થ જાણતો નથી, તેથી જ તારા મતે વેદને અભિપ્રાય એ છે કે મોક્ષમાં જીવને નાશ છે અને સુખ કે દુઃખ પણ નથી. પણ હું તને તે વેદવાકયને સાચા અર્થ બતાવું છું, તે સાંભળ, વેદમાં જે “અશરીર શબ્દ છે તે “અધન” શબ્દની જેમ વિધમાનમાં નિષેધ બતાવે છે. અર્થાત્ જેમ વિદ્યમાન એવા દેવદત્ત માટે “અધન” એવા શબ્દનો પ્રયોગ કરી એમ બતાવાય છે કે દેવદત્ત પાસે ધન નથી એટલે કે વિદ્યમાન એવા દેવદત્તમાં ધનને નિષેધ અધન” શબ્દથી સૂચિત થાય છે, તેમ વિદ્યમાન એવા જીવને માટે “અશરીર શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે જીવને શરીર નથી એવો તે શબ્દનો અર્થ થાય છે. અર્થાત “અશરીર’ શબ્દને અર્થ છેશરીર વિનાને જીવ. જેમ દેવદત્તને અરવિષાણની જેમ સર્વથા અભાવ હોય તો તેને માટે “અધન' શબ્દનો પ્રયોગ ન થાય તેમ જીવન પણ જે સર્વથા અભાવ હોય તો તેને માટે પણ “અશરીર એવો શબ્દ વપરાય નહિ.
(૨૦૧૭) પ્રભાસ– અશરીર શબ્દમાં નગનિષેધ પથુદાસ અર્થમાં છે, એટલે તેનો અર્થ એ થાય છે કે “શરીર જેને નથી એવો કોઈ પદાર્થ; પણ તે પદાર્થ જીવ જ છે એમ શાથી કહે છે ?
ભગવાન જ્યાં પર્ય દાસ નગનિષેધ અભિપ્રેત હોય છે ત્યાં અત્યન્ત વિલક્ષણ નહિ પણ તત્સદિશ એ અન્ય પદાર્થ સમજવું જોઈએ. વ્યાકરણનો નિયમ છે કે “નંગ-વગુત્તમ અવસાધિકરો છે તથા ઘર્થનતિ : ”—લેકમાં નગ્ન અને ફુવ શબ્દને જેની સાથે રોગ હોય તે શબ્દથી અન્ય એ તત્સદશ અર્થ સમજાય છે. જેમ અબ્રાહ્મણ શબ્દને બ્રાહ્મણથી ભિન્ન છતાં બાહ્મણ સદશ ક્ષત્રિયાદિ અર્થ જ છે પણ અભાવરૂપ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org