________________
૧૬૬] ગણધરવાદ
[ગણધર એ રીતે દીપ જેમ નિર્વાણને પામે છે ત્યારે પરિણામન્તરને પામે છે પણ સર્વથા નષ્ટ નથી થતું, તેમ જીવ પણ જ્યારે પરિનિર્વાણને પામે છે ત્યારે સર્વથા નષ્ટ નથી થઈ જતો, પણ તે નિરાબાધ-આત્યંતિક સુખરૂપ પરિણામન્તરને પામે છે, આથી દુઃખના ક્ષયવાળી એવી જીવની વિશેષાવસ્થાને જ નિર્વાણ માનવું જોઈએ. (૧૯૯૧)
પ્રભાસ-આત્માની અક્ષયવાળી અવસ્થા એ જ જે મોક્ષ હોય, અને તેમાં શબ્દાદિ વિષયોનો ઉપભગ તે છે નહિ, તે પછી મુતાત્માને સુખ કયાંથી હોય? દુઃખનો અભાવ એ કાંઈ સુખ ન કહેવાય. ભગવાન -મુક્ત જીવને પરમ મુનિની જેમ અકૃત્રિમ, મિથ્યાભિમાનથી રહિત
એવું સ્વાભાવિક પ્રકૃષ્ટ સુખ હોય છે, કારણ કે તેમને પ્રકૃષ્ટ જ્ઞાન વિષયભેગ નહિ હોવા ઉપરાંત જન્મ-જરા વ્યાધિ-મરણ-ઈષ્ટવિગ-અતિશેક-ક્ષુધાછતાં મુકતને સુખ પિપાસા-શીત-ઉષ્ણુ-કામ-ક્રોધ-મદ-શાઠય-તૃષ્ણ-રાગ-દ્વેષ-ચિન્તા-સુક્ય
આદિ સકલ બાધાને અભાવ છે. કાષ્ઠાદિ જડ પદાર્થોમાં પણ જન્માદિ બાધા નથી હોતી છતાં તેમને સુખી ન કહી શકાય, કારણ કે તેમને જ્ઞાન નથી; પણ મુક્તામામાં તે જ્ઞાન અને બાધાવિરહ બને છે તેથી તેને સુખ પણ છે.
પ્રભાસ-એ શાથી જાણવું કે મુક્તાત્માને પરમ જ્ઞાન છે અને જન્મજરાદિ કઈ પણ પ્રકારની બાધા નથી ?
ભગવાન-મુક્તાત્મા પરમ જ્ઞાની છે, કારણ કે જ્ઞાનના આવરણને સર્વથા અભાવ છે. આવરણનો અભાવ એટલા માટે છે કે જ્ઞાનાવરણના જે હેતુઓ છે તેને પણ તેમાં અભાવ છે. મુક્તાત્મામાં જન્મજરાદિ ખાધાનો પણ અભાવ છે, કારણ કે બાપાના હેતુભૂત વેદનીય આદિ બધાં કર્મોને મુક્તાત્મામાં અભાવ છે. આ જ વસ્તુને અનુમાન પ્રયોગમાં મુકવી હોય તે આ પ્રમાણે કહી શકાય- મુક્તામાં ચંદ્રની જેમ સ્વાભાવિક એવા પિતાનો પ્રકાશ વડે પ્રકાશિત છે, કારણ કે તેમાં પ્રકાશનાં સમસ્ત આવરણોને અભાવ થઈ ગયે છે. કહ્યું પણ છે–
“સ્વાભાવિક ભાવશુદ્ધિ સહિત જીવ ચન્દ્રમા જેવો છે, ચદ્રિકા જેવું તેનું વિજ્ઞાન છે, અને વાદળાં જેવું તેનું આવરણ છે.” અને મુક્તાત્મા નવરા પગમથી નીરોગ બનેલી વ્યક્તિની જેમ અનાબાધ સુખવાળા છે, કારણ કે તેમાં બાધાના સમસ્ત હેતુઓને અભાવ છે. કહ્યું પણ છે–
૧. બસ્થિત: તિરુવન્નીવઃ પ્રથા માવજીયા | ન્નિાવર વિજ્ઞાન મારામત્રવત્ત છે”
ગષ્ટસમુચ્ચય ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org