________________
૧૬૦]
ગણધરવાદ
ગિણધર તેને આધારે તને શંકા થવી સ્વાભાવિક છે કે વસ્તુત: નિર્વાણનું અસ્તિત્વ છે કે નહિ. પણ તે વાકનો ખરો અર્થ તું જાણતો નથી, તેથી જ તને એ સંદેહ થાય છે. તેને ખરા અર્થ હું તને બતાવું છું', તેથી તારા સંદેહનું નિવારણ થઈ જશે (૧૯૭૪) . વળી, તને એમ પણ થાય છે કે નિર્વાણ વસ્તુતઃ કેવું હશે. કેઈ કહે છે કે
દીપનિર્વાણની જેમ જીવને નાશ થઈ જાય તે જ નિર્વાણ નિર્વાણ વિશે મતભેદો છે, જેમ કે—
ભદીપ જેમ નિર્વાણને પામે છે ત્યારે તે પૃથ્વીમાં નથી સમાતે, આકાશમાં નથી જતે, કઈ દિશામાં કે કોઈ વિદિશામાં પણ નથી જ, પણ તેલ ખૂટી જવાથી તે માત્ર શાંત થઈ જાય છે–બુઝાઈ જાય છે, તેમ જીવ પણ જ્યારે નિર્વાણને પામે છે ત્યારે તે પણ પૃથ્વી કે આકાશમાં નથી જતે, કઈ દિશા કે વિદિશામાં નથી જ, પણ તે કલેશને ક્ષય થવાથી માત્ર શાંતિને પામે છે, અર્થાત સમાપ્ત થઈ જાય છે.”
અને વળી, કેઈ કહે છે કે સત–અર્થાત વિદ્યમાન એવા જીવની રાગ-દ્વેષ-મદમોહ-જન્મ-જરા-રોગાદિ દુઃખને ક્ષય થષાથી જે એક વિશિષ્ટ અવસ્થા થાય છે તે મક્ષ છે;-જેમકે
કેવલજ્ઞાન અને કેવલદર્શન સ્વભાવવાળા, સર્વ પ્રકારનાં દુખથી રહિત એવા, એને રાગદ્વેષાદિ આતરિક શત્રુઓને જેમણે ક્ષીણ કરી નાખ્યા છે એવા મુક્તિમાં ગયેલા છ આનંદને અનુભવ કરે છે.”
આવા વિરોધી મત સાંભળીને તને શંકા થાય છે કે બેમાંથી નિર્વાણનું કયું સ્વરૂપ વાસ્તવિક માનવું.
(૧૯૭૫) વળી, તું એમ પણ માને છે કે કર્મ અને જીવને સંગ આકાશની જેમ અનાદિ છે તેથી જીવ અને આકાશના અનાદિ સંગની જેમ જીવ અને કર્મના સંગનો પણ વિનાશ નહિ થાય. એટલે સંસારને અભાવ જ કદી નહિ થાય, પછી નિર્વાણની વાત જ ક્યાં રહી? १. "दीपो यथा निर्व तिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् ।
दिश न काचिद् विदिश न काञ्चित् स्नेहक्षयात् केवलमेति शन्तिम् ।। जीवस्तथा निर्वृतिमभ्युपेता नैवावनि गच्छति नान्तरिक्षम् । दिश न काचिद् विदिश न कारि-चत् क्लेशक्षयात् केवलमेति शान्तिम् ।।
સીન્દ્રાનં-૧૬, ૨૮-૨૯ २. केवलसं विदर्शनरुपाः सर्वार्तिदुःखपरिमुक्ताः ।
मोदन्ते मुक्तिगता जीवाः क्षीणान्तरारिगणाः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org