SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪) ગણધસ્વાદ [ગણધર મેતાય—આત્મામાં લક્ષણભેદ કેવી રીતે છે? ભગવાન- આત્માનું લક્ષણ ઉપયોગ છે. અને રાગ-દ્વેષ-કષાય અને વિષયાદિ ભેદને કારણે અનન્ત અથવસાય ભેદો હોવાથી તે ઉપગ અનન્ત પ્રકારને દેખાય છે, તેથી તદાધારભૂત આત્મા પણ અનન્ત હોવા જોઈએ. મેતાર્ય–આત્મા અનંત છતાં સર્વવ્યાપી કેમ ન હોય? ભગવાન-આત્મા શરીરમાં જ વ્યાપ્ત છે; તે સર્વવ્યાપક નથી, કારણ કે તેના ગુણે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમ સ્પશને અનુભવ આખા આત્મા દેહપ્રમાણ છે શરીરમાં થતો હોવાથી અને અન્યત્ર ન હોવાથી સ્પર્શનેન્દ્રિય માત્ર શરીરવ્યાપી છે તે પ્રમાણે આત્માને પણ શરીરવ્યાપ્ત જ માનવે જોઈએ. મેતાર્ય–આત્માને નિષ્ક્રિય શા માટે નથી માનતા? ભગવાન–આત્મા નિષ્ક્રિય નથી, કારણ કે તે દેવદત્તની જેમ ભક્તા છે. આ આત્મા બધી ચર્ચા ઇન્દ્રભૂતિ સાથે કરી જ છે, એટલે તેની જેમ તું પણ સક્રિય છે આમાને અનંત, અસવગત અને સક્રિય માની લે (૧૯૫૭) મેતાર્ય–-આત્મા અનેક છે એવું પ્રમાણથી સિદ્ધ થતું હોવાથી માની શકાય; પણ તેને દેવ-નારકરૂપ પરલેક તો દેખાતો નથી પછી શા માટે માનવો? ભગવાન–આ લોકથી ભિન્ન એવો દેવ-નારકાદિ પરલોક પણ તારે સ્વીકાર જોઈએ, કારણ કે મૌર્ય સાથેની ચર્ચામાં દેવલોકને અને અંકપિત દેવનારકનું સાથેની ચર્ચામાં નારકને પ્રમાણથી સિદ્ધ કર્યા જ છે, તેથી તારે અસ્તિત્વ પણ તેમની જેમ દેવ-નારકનું અસ્તિત્વ માનવું જ જોઈએ. (૧૯૫૮) મેતાર્ય–જીવ અને વિજ્ઞાનને અભેદ અથવા ભેદ ગમે તે માને છતાં પરલોકનું અસ્તિત્વ ઘટી શકતું નથી. જે જીવને વિજ્ઞાનમય અર્થાત વિજ્ઞાનથી પરલોકના અભાવનો અભિન્ન માને તો વિજ્ઞાન એ અનિત્ય હોવાથી નષ્ટ થઈ જાય છે પૂર્વપક્ષઃ વિજ્ઞાન એટલે જીવ પણ નષ્ટ થયે જ કહેવાય; તો પછી પરલેક કોનો અનિત્ય હેવાથી થશે ? આ રીતે અભેદપક્ષમાં પરલોક નથી. અને જે વિજ્ઞાનથી આત્મા અનિત્ય જીવ ભિન્ન માને તે જીવ જ્ઞાની નહિ બની શકે. જેમ આકાશથી જ્ઞાન ભિન્ન હોવાથી આકાશ અનભિજ્ઞ-અજ્ઞાની છે તેમ જીવ પણ અનભિજ્ઞ-થઈ જશે. (૧૯૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy