________________
અચલજાતા પુણ્ય-પાપ ચર્ચા
| [૧૪૧ અલભ્રાતા–જે તેમ જ હોય તે મૂર્ત છતાં કર્મ દેખાતું તે નથી; માટે દષ્ટ એવાં મૂત અનાદિને જ અમૂર્ત સુખનું કારણ માનવાં જોઈએ; અદષ્ટ છતાં મૂર્ત એવાં કર્મને માનવું વ્યર્થ છે. ભગવાન– અનાદિ દષ્ટ મૂર્ત સાધને સમાન છતાં તેનું ફળ સુખ-દુખાદિ
સમાન નથી દેખાતુ. જે અન્નથી એકને આરોગ્યલાભ થાય છે અદષ્ટ છતાં મૂત તે જ અનનથી બીજે વ્યાધિગ્રસ્ત બને છે. આ પ્રકારે દષ્ટ અન્ન કર્મની સિદ્ધિ સમાન છતાં સુખ-દુઃખાદિરૂપ ફળની જે વિશેષતા દેખાય છે તે
. સકારણ હોવી જોઈએ; એટલે તેનું કારણ અદષ્ટ એવું કર્મ માનવું જ પડે છે. જે સુખ-દુઃખદિની વિશેષતા નિષ્કારણ જ હોય તો તે આકાશની જેમ સદા સંભવે અથવા ખરવિષાણુની જેમ કદી ન સંભવે. પણ એ વિશેષતા તે કાદાચિક છે, તેથી તેનું કારણ અદષ્ટ છતાં મૂર્ત એવું કર્મ માનવું જ જોઈએ.
' (૧૯૨૬) અલભ્રાતા–પણ તે કર્મ દેખાતું તે નથી–અદષ્ટ છે, તો પછી તેને મૂર્ત શા માટે માનવું? અમૂર્ત કેમ નહિ ?
ભગવાન–તેને મૂર્ત એટલા માટે માનવું કે તે દેહાદિ મૂર્ત વસ્તુમાં નિમિત્ત માત્ર બનીને ઘટની જેમ બલાલાયક છે. અથવા જેમ ઘડાને તેલ વગેરે મૂર્ત વસ્તુથી બલ મળે છે તેમ કમેને પણ વિપાક દેવામાં સ્ત્ર-ચંદનાદિ મૂતે વસ્તુઓ વડે બલ મળતું હોવાથી કર્મ પણ ઘડાની જેમ મૂર્ત છે. અથવા, કમને મૂર્ત માનવું જોઈએ, કારણ કે દેહાદિરૂપ તેનું કાર્ય મૂર્તિ છે. જેમ પરમાણુનું કાર્ય ઘટાદિ મૂર્ત હેવાથી પરમાણુ પણ મૂર્ત અર્થાત રૂપાદિવાળું છે તેમ કર્મનું કાર્ય શરીર મૂર્ત હોવાથી કર્મને પણ મૂર્ત માનવું જોઈએ.
અલભ્રાતા–પણ ફરી આ વિશે મારે પ્રશ્ન છે કે શું કર્મનું દેહાદિ કાર્ય મૂર્તિ હવાથી કર્મ મૂર્ત છે કે સુખ-દુઃખાદિ અમૂર્ત કાર્યું હોવાથી કર્મ અમૂર્ત છે? અર્થાત જે આપ કાર્યની મૂર્તતા અગર અમૂર્તતાને આધારે કારણની મૂર્તતા કે અમૂર્તતા માનતા હો તો કર્મનાં કાર્યો મૂર્ત તેમજ અમૂર્ત બન્ને પ્રકારનાં દેખાય છે. એટલે સહજ પ્રશ્ન ઊઠે છે કે કેમ મૂર્ત છે કે અમૂર્ત ?
(૧૯૨૭-૧૮) ભગવાન–મારા કહેવાનું તાત્પર્ય એવું નથી જ કે કાર્ય મૂર્તિ કે અમૂર્ત હોય તો તેનાં બધાં જ કારણે મૂર્ત કે અમૂર્ત હોવાં જોઈએ. સુખાદિ અમૂર્ત કાર્યનું કેવલ
૧. આનું તાત્પર્ય એમ જણાય છે કે પાણીને લાવવું છે તે એકલું શરીર કશું કરી શકે નહિ, પણ તેમાં જે ઘટને, સહકાર મળે તો શરીરમાં પાણી લાવવાનું સામર્થે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org