________________
૧૪] ગણુધરવાદ
ગણધર કર્મ જ કારણ નથી, આત્મા પણ તેનું કારણ છે, અને કર્મ પણ કારણ છે. બન્નેમાં ભેદ એ છે કે આત્મા સમવાયી કારણ છે અને કર્મ એ સમવાયી કારણ નથી તેથી સુખ-દુઃખાદિ અમૂર્ત કાર્ય હે.વાથી તેના સમવાયી કારણ આત્માની અમૂર્તતાનું અનુમાન થઈ જ શકે છે. અને સુખ-દુઃખાદિની અમૂર્તતાને કારણે કર્મમાં અમૂર્તતાનું અનુમાન કરવાનું કશું જ પ્રયોજન રહેતું નથી. આથી દેહાદિ કાય મૂર્ત હોવાથી તેના કારણે કર્મને પણ મૂર્ત માનવું જોઈએ, એવા મારા કથનમાં કશે જ દેષ નથી.
'
(૧૯૨૯).
આ પ્રમાણે કર્મ એ રૂપી-મૂર્ત છતાં સુખ-દુઃખનું કારણ બને છે એ સિદ્ધ
થયું; તેથી તેનું પુણ્ય અને પાપરૂપ એમ બે પ્રકારનું માનવું માત્ર પુણ્યવાદનો જોઈએ એટલે “પુણ્યને અપકર્ષ થવાથી દુઃખની વૃદ્ધિ થાય છે, નિરાસ-પાપસિદ્ધિ પાપને પુણ્યથી સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી” એ પ્રથમ પક્ષ નિરત થઈ જાય છે.
(૧૯૩૦) અલભ્રાતા –તેમાં કાંઈ દલીલ છે ?
ભગવાન –દુખને બહુલતાને તદનુરૂપ કર્મના પ્રકર્ષથી માનવી જોઈએ, કારણ કે દુઃખને પ્રકૃષ્ટ અનુભવ છે. જેમ સુખની પ્રકૃષ્ટ અનુભવ હોવાથી તેના કારણ પુણ્યનો પ્રકર્ષ માનવામાં આવે છે તેમ પ્રકૃષ્ટ દુઃખાનુભવનું કારણ પણ કેઈ કર્મને પ્રકર્ષ હવે જોઈએ; તેથી પ્રકૃ2 દુખાનુભવનું કારણ પુણ્યને અપકર્ષ નહિ, પણ પાપને પ્રકર્ષ માનવે જઈ એ.
' (૧૯૩૧) વળી, જીવને જે પ્રકૃષ્ટ દુઃખ થાય છે તેનું કારણ કેવલ પુરયનો અપકર્ષ જ નથી, કારણ કે દુખના પ્રર્ષમાં બાહ્ય અનિષ્ટ આહાર આદિનો પ્રકઈ પણ અપેક્ષિત છે. જે પ્રકૃષ્ટ દુખના કેવલ પુષયના અપકર્ષ થી જ માનવામાં આવે તે પુયસંપાઘ જે ઇષ્ટાહારાદિ બાહ્ય સાધનો છે તેનો અપકર્ષ થવાથી જ પ્રકૃષ્ટ દુખ થવું જોઈએ; પણ તેમાં સુખને પ્રતિકૂલ એવાં અનિષ્ટ આહારદિ વિપરીત બાહ્ય સાધનના બલના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. સારાંશ એ છે કે જે દુઃખ પુણ્યના અપકર્ષથી થતું હોય તે સુખનાં સાધનો અપકર્ષ જ તેમાં કારણ હવે જોઈએ, દુખનાં સાધનાને પ્રકર્ષ આવશ્યક ન હોવો જોઈએ. વસ્તુતઃ દુખનો પ્રકર્ષ માત્ર સુખનાં સાધનોના અપકર્ષથી નથી થતું, પણ તેમાં દુખનાં સાધનોના પ્રકર્ષની પણ અપેક્ષા છે જ. તેથી જેમ સુખનાં સાધનોના પ્રકષ –અપ્રકર્ષ માટે પુણ્યનો પ્રકર્ષ-અપકર્ષ આવશ્યક છે તેમ દુઃખનાં સાધના પ્રકર્ષ-અપ્રકર્ષ માટે પાપને પ્રકર્ષ- અપકર્ષ પણ માન આવશ્યક છે. પુરિયના અપકર્ષથી ઈષ્ટ સાધનો અપકર્ષ થઈ શકે, પણ અનિષ્ટ સાધનની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org