________________
૧૪૦]. ગણધરવાદ
[ગણધર અલભ્રાતા-આપના કહેવાનો ભાવાર્થ એ છે કે સંસારમાં બધું જ તુલ્ય અને અતુલ્ય છે, તે પછી કાર્યાનુરૂપ કારણ હોવું જોઈએ” એમ કહેવાનું પ્રજન શું? આપ ન કહે તો પણ એ વસ્તુ સમજાય એવી છે. સંસારમાં કોઈ એકાન્ત અનનુરૂપ-અતુલ્ય હોય તો જ તેની વ્યાવૃત્તિ માટે કાર્યને અનુરૂપ કારણનું વિધાન આવશ્યક બને; પણ એવો કોઈનો પક્ષ હોય જ નહિ તો પછી વિશેષતઃ કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનું કશું જ પ્રયોજન નથી.
ભગવાન-સૌમ્ય! કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનો અભિપ્રાય એ છે કે યદ્યપિ સંસારમાં બધું જ તુલ્યાતુલ્ય છે છતાં કારણને જ એક વિશેષ-સ્વપર્યાય કાર્ય છે તેથી તેને એ દષ્ટિએ અનુરૂપ કહેવામાં આવે છે. અને કાર્ય સિવાયના બધા પદાર્થો તેના અકાર્ય છે–પરપર્યાય છે તેથી તે દૃષ્ટિએ તે બધાને કારણથી અનુરૂપ-અસમાન કહેવામાં આવે છે. આનું તાત્પર્ય એ છે કે કારણ કાર્ય વસ્તુરૂપે પરિણુત થાય છે પણ તેથી ભિન્ન બીજી વસ્તુરૂપે પરિણત થતું નથી. આ વસ્તુનું સમર્થન કરવા ખાતર જ અહી વિશેષતઃ કાર્યાનુરૂપ કારણનું કથન કરવામાં આવ્યું છે, એટલે કે બીજી બધી વસ્તુઓ સાથે કારણની અન્ય રીતે સમાનતા છતાં આ દષ્ટિએ-અર્થાત પર૫ર્યાયની દષ્ટિએ કાર્યભિન્ન બધી વસ્તુઓ કારણથી અસમાન-અનનુરૂપ છે, એ વસ્તુનું પ્રતિપાદન કરવું અહીં ઈષ્ટ છે.
અલભ્રાતા–પ્રસ્તુતમાં સુખ અને દુઃખ એ તેના કારણના સ્વપર્યાય કેવી રીતે છે?
ભગવાન–જીવ અને પુણ્યને સંયોગ એ જ સુખનું કારણ છે. તે સંયોગને જ સ્વપર્યાય સુખ છે. અને જીવ-પાપને સંયોગ તે દુઃખનું કારણ છે. તે સંગને જ સ્વપર્યાય દુઃખ છે. વળી, જેમ સુખને શુભ, કલ્યાણ, શિવ ઈત્યાદિ કહી શકાય છે તેમ તેના કારણે પુણ્યને પણ તે જ શબ્દો વડે કહી શકાય છે. વળી દુઃખ જેમ અશુભ, અકલ્યાણ, અશિવ ઈત્યાદિ સંજ્ઞાને પામે છે તેમ તેનું કારણ પાપદ્રવ્ય પણ એ જ શબ્દોથી પ્રતિપાદિત થાય છે; આથી જ વિશેષરૂપે સુખ-દુઃખના અનુરૂપ કારણ તરીકે પુય-પાપને કહ્યાં છે.
(૧૯૨૪) અલભ્રાતા–આ૫ના કહેવાનું તાત્પર્ય શું એવું છે કે નીલાદિ પદાર્થ મૂર્ત છતાં જેમ અમૂર્ત એવા ત—તિભાસી જ્ઞાનને ઉત્પન્ન કરે છે તેમ મૂર્ત એવું કમ પણ અમૂર્ત સુખાદિને ઉત્પન્ન કરે છે?
ભગવાન-હા.
અચલભ્રાતા- તો પછી એમ પણ શું આપ માને છે કે જેમ અન્નાદિ દષ્ટ પદાર્થો સુખનું મૂર્ત કારણ છે તેમ કમ પણ મૂર્ત કારણ છે? ભગવાન-હા.
(૧૯૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org