SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ નવમો ગણધર અલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા તે બધાને દીક્ષિત થયેલા જાણીને અચલભ્રાતાને થયું કે હું પણ ભગવાન પાસે જાઉં, વંદના કરું અને સેવા કરું; અને તે ભગવાન પાસે આવી પહોંચ્યા. (૧૯૦૫) જન્મ–જરા-મરણથી મુકત એવા ભગવાને સર્વજ્ઞ સર્વદશી હોવાથી તેને “અચલભ્રાતા હારિત” એમ નામ ગોત્રથી બોલાવ્યા. ' (૧૯૮૬) અને તેને કહ્યું કે “ગુરૂષ gવે નિ સર્વ ઈત્યાદિ વાળ્યાનુસારે તને એમ લાગે છે કે આ સંસારમાં પુરુષ સિવાય કશું જ સત્ય નથી તેથી પુણ્યપાપ વિશે સંદેહ પુણ્ય-પાપ જેવી વસ્તુ પણ સંસારમાં માનવાની આવશ્યક્તા નથી. પણ તું જુએ છે કે લોકોને બહુ ભાગ એ છે જે પુણ્ય-પાપને સદ્ભાવ માને છે–એટલે તને સંદેહ છે કે પુણ્ય પાપને સદ્ભાવ છે કે નહિ. પણ તું ઉક્ત વેદવાક્યનું યથાર્થ તાત્પર્ય જાણતા નથી તેથી જ તને એ સંશય થાય છે. હું તને તેને ખરો અર્થ બતાવીશ જેથી તારા સંશયનું નિવારણ થઈ જશે. ' (૧૯૦૭) વળી, પુણ્ય-પાપ વિશે તારી સમક્ષ જુદા જુદા મતે ઉપસ્થિત છે તેમાંથી પણ તું નિર્ણય કરી શકતા નથી કે ખરો પક્ષ કયો હશે; તેથી તારું પુણ્ય-પાપ વિશે મન ડોલાયમાન છે. તારી સામે પુણ્ય-પાપ વિશેના જે મતે ઉપસ્થિત મતભેદો છે તે આ પ્રમાણે– (૧) માત્ર પુય જ છે, પાપ નથી. (૨) માત્ર પાપ જ છે, પુણ્ય નથી. (૩) પુણ્ય અને પાપ એક જ સાધારણ વસ્તુ છે. જેમ મેચકમણિમાં વિવિધ રંગ છતાં તે એક જ સાધારણ વસ્તુ છે તેમ સુખ અને દુઃખરૂપ ફલ આપનાર કેઈ એક જ સાધારણ વસ્તુ છે. (૪) સુખરૂપ ફલ દેનાર પુણ્ય અને દુઃખરૂપ ફલ દેનાર પાપ-એ બને સ્વતંત્ર છે. (૫) કર્મ જેવી અર્થાત પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ જ નથી; સ્વભાવથી જ આ બધે ભવપ્રપંચ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy