________________
અકંપિત]
નારકચર્ચા અકંપિત આપે મારો સંશય તે બરાબર બતાવી દીધો. હવે પ્રથમ આપ એ બતાવો કે નારકના અભાવની સિદ્ધિમાં મારી જે યુક્તિ છે તે શાથી અયુક્ત છે. ભગવાન-તું જે એમ માને છે કે નારકનું પ્રત્યક્ષ નથી માટે નારકેનો અભાવ
છે, એ તારી માન્યતા અસિદ્ધ છે, કારણ કે બીજા જીવાદિ પદાર્થોની સંશનિવારણ જેમ નારકોને પણ હું સાક્ષાત્ કેવલ જ્ઞાન વડે જોઉં છું તેથી સર્વને પ્રત્યક્ષ છે તારે બીજા જીવાદિ પદાર્થોની જેમ નારકેની સત્તા પણ સ્વીકારવી
જોઈએ. અકંપિત–પણ હું તે નારકોને જેતે નથી, માટે હું તેમનું અસ્તિત્વ કેમ માનું? ભગવાન-તો શું પ્રત્યક્ષ એ એક જ પ્રત્યક્ષ છે? એમ તો બને નહિ. લોકમાં બીજા
આપ્ત પુરુષના પ્રત્યક્ષને પણ પ્રત્યક્ષ જેટલું જ મહત્ત્વ આપવામાં કોઈને પણ પ્રત્યક્ષ તે આવે છે. સિંહ-શરભ–હંસનું પ્રત્યક્ષ દર્શન સૌ કોઈને થતું પ્રત્યક્ષ કહેવાય નથી છતાં તેમને અપ્રત્યક્ષ કેઈ કહેતું નથી. તે બધા પદાર્થો
પ્રત્યક્ષ મનાય છે. વળી, તું પોતે બધાં દેશ-કાલ-ગ્રામ-નગર-નદી -સમુદ્રને પ્રત્યક્ષ કરતે નથી છતાં તે બધાં બીજાને પ્રત્યક્ષ હેવાથી તું તે બધાંને પ્રત્યક્ષ માને છે, તે જ પ્રકારે નારકે મને પ્રત્યક્ષ છે છતાં તું તેમને અપ્રત્યક્ષ કેમ કહી શકે? નારકોને પ્રત્યક્ષ જ કહેવા જોઈએ.
(૧૮૯૦-૯૧). અકંપિત–પણ નરી આંખે તો આ લેકમાં કોઈને પણ નારકે પ્રત્યક્ષ દેખાતા નથી, તે તેમને પ્રત્યક્ષ કેવી રીતે કહી શકાય ? ભગવાન-તારી સમજની ભૂલ હવે પકડાઈ. શું ઈન્દ્રિય પ્રત્યક્ષ એ એક જ પ્રત્યક્ષ
છે? શું ઇન્દ્રિયાતીત પ્રત્યક્ષ સંભવતું જ નથી? વસ્તુતઃ જે પ્રત્યક્ષ ઇન્દ્રિયજ્ઞાન પક્ષ છે નથી તેને તું પ્રત્યક્ષ સમજે છે અને જે પ્રત્યક્ષ છે તેને તું
પ્રત્યક્ષ માનતો નથી, આ તો તારો મહાન ભ્રમ છે. આથી જ નારકો નરી આંખે દેખાતા નથી એટલે તેમને પ્રત્યક્ષ માનવા તું તૈયાર નથી. પણ અકપિત! ઈન્દ્રિય પ્રત્યક્ષ એ તે ઉપચારથી જ પ્રત્યક્ષ કહેવાય છે. અતીન્દ્રિયજ્ઞાન જ મુખ્ય પ્રત્યક્ષ છે, કારણ કે તે માત્ર આત્માની અપેક્ષાથી જ ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિયજ્ઞાન પરોક્ષ છતાં તેને ઉપચારથી પ્રત્યક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે જેમ બાહ્યલિંગરૂપ ધૂમ દ્વારા બાહ્ય વહ્નિનું જ્ઞાન અનુમાનજન્ય હોવાથી પરોક્ષ છે તેમ
૧. એક જાતનું પ્રાણી જેને આઠ પગ મનાય છે અને જે બરફવાળા પ્રદેશમાં રહે છે તેવી માન્યતા છે. એ શબ્દના ઊંટ, હાથીનું બચ્ચું, પતંગિયું, તીડ, ઇત્યાદિ પણ અર્થે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org