________________
૧૪ ૪. આચાર્ય ભદ્રબાહુની નિર્યુકિતઓનો ઉપદ્રઘાત નિર્યુક્તિનું સ્વરૂપ
જેમ વેદના શબ્દોની વ્યાખ્યા યાકે નિરુત લખીને નિશ્ચિત કરી તે જ પ્રમાણે આચાર્ય ભદ્રબાહુએ જૈન આગમના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા પ્રાકૃત પદ્યમાં નિયુક્તિઓ લખીને નિશ્ચિત કરી. આચાર્ય ભદ્રબાએ આગમની જે નિયંક્તિઓ લખી છે તેમાં તેમણે જે ક્રમ સામાન્ય રીતે અપનાવ્યું છે તે કાંઈક આવો છે–ગ્રંથના પ્રત્યેક શબ્દ કે પ્રત્યેક વાકયને અર્થે અથવા તે વિવરણ તેઓ કદી કરતા નથી. સામાન્ય રીતે ગ્રંથના નામને જે પ્રસ્તુત અર્થે હોય તે બતાવે છે, ગ્રંથના આધારભૂત અન્ય આગમ પ્રકરણોને ઉલ્લેખ કરે છે, પછી સમસ્ત ગ્રંથને વિષયાનુક્રમ સંક્ષેપમાં સૂચવે છે. ત્યાર પછી પ્રત્યેક અધ્યયનની નિયુક્તિ લખતી વખતે તે તે અધ્યયનના નામને પ્રસ્તુત અર્થ સ્પષ્ટ કરે છે અને અધ્યયનમાં આવતા કેટલાક મહત્વના શબ્દ વિશે વિવરણ કરીને સંતોષ માને છે. શબ્દોના પ્રસ્તુત અર્થોને લાભ કરવા માટે તેઓ નિક્ષેપ પદ્ધતિથી શબ્દને સંભવિત બધા અર્થો બતાવે છે અને અપ્રસ્તુત અર્થોનું નિરાકરણ કરી માત્ર પ્રસ્તુત જે અર્થ હોય છે તે સ્વીકારવા ભલામણ કરી તે વિશે જે તેમને વિશેષ કાંઈ કહેવું હોય તો કહીને વ્યાખ્યા સમાપ્ત કરે છે. આવશ્યક નિર્યુક્તિ
સામાન્ય ક્રમ ઉપર બતાવ્યું તે છે છતાં તેમની આવશ્યક નિર્યુક્તિ તે આદ્ય નિર્યુક્તિ હોવાથી તેમાં તેમણે કેટલીક વિશેષતા અપનાવી છે. તે વિશેષતા એટલા માટે અપનાવી છે કે તે બધી નિયું. ક્તિઓ માટે ઉપયોગી થાય અને તે વસ્તુ વારંવાર કહેવી ન પડે. ભારતીય સંસ્કાર પ્રમાણે શુભ કાર્યનો પ્રારભ મંગલથી થાય છે. એટલે આચાય ભદ્રબાહુએ પણ આવશ્યકનિયુક્તિમાં પાંચ જ્ઞાનરૂપ નંદી'-મંગલની વ્યાખ્યા વિસ્તારથી કરીને મંગલ કર્યું છે, અને સાથે જ જૈનધર્મ પ્રમાણે કોઈ વ્યક્તિ કરતાં ગુણની મહત્તા જ વધારે છે તે સૂચવ્યું છે. પીઠિકાબંધ રૂપે એ મંગલ કાર્ય કરીને
૧. નંદી' એ પ્રાકૃત પદનું સંસ્કૃત નાંદી’ છે. નાટકના આરંભમાં સૂત્રધાર જે મંગલપાઠ કરે છે તે નાંદી' કહેવાય છે. અને નાટકમાં નાખ્યત્તે સૂત્રધાર : એવો ઉલ્લેખ મળે છે, જેને સાર એ છે કે મંગળ કર્યા પછી સૂત્રધાર આગળની પ્રવૃત્તિ પ્રારંભે છે. મંગળ એ પ્રજા સામાન્યની સાધારણ પ્રવૃત્તિ છે. કયાંક અમુક પાઠરૂપે, તે કયાંક પુષ્પ અક્ષત આદિ કવ્યા૫ણરૂપે—એમ અનેકવિધ મંગલાચરણ ગણાય છે. શાસ્ત્રના પ્રારંભમાં દેવસ્તુતિ, નમસ્કાર આદિપે પણ મંગલાનુષ્ઠાન થાય છે. જેના પરંપરા આધ્યાત્મિક દૃષ્ટિએ શુદ્ધ ગુણની પૂજક અને ઉપાસક રહી છે. આધ્યાત્મિક ગુણોમાં જ્ઞાનનું
સ્થાન મોખરે છે. એક તે જ્ઞાન એ સર્વગમ્ય વસ્તુ છે અને બીજુ તે ચારિત્રનું અંતરંગ કારણ છે. તેથી જ મંગલરૂપે પણ જ્ઞાનનું વર્ણન, વર્ગીકરણ શાસ્ત્રમાં સ્થાન પામ્યું છે. જૈન પરંપરામાં મંગલ શબ્દ પણ બહુ જૂના સમયથી વપરાતો આવ્યો છે. દશવૈકાલિક જેવા પ્રાચીન આગમમાં બધા નાગરિ' એ પ્રયોગ છે. એમ લાગે છે કે જ્યારે નાટક ભજવવાની અને લખવાની પ્રવૃત્તિ વધારે લોકપ્રિય બનતી ચાલી અને તેમાં મંગલસૂચક–'નાંદી' શબ્દનો પ્રયોગ સાધારણ લોકગમ્ય થઈ ગયા ત્યારે જન સંથકારેએ પણ એ શબ્દને મંગલ અર્થમાં ઉપયોગ કરી, પોતાને આધ્યાત્મિક દૃષ્ટિએ અભિપ્રેત એવા જ્ઞાનગુણને મંગલ સૂચવવા તેને પ્રાણ પ્રચલિત કર્યો અને એ જ ભાવનામાંથી જ્ઞાનેનું વર્ણન કરનાર શાસ્ત્ર “નન્દી' નામે વ્યવહારાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org