________________
૧૨૬] ગણધરવાદ
[ગણધર ભગવાન-ગણધર અને ચક્રવર્યાદિને ઉપચારથી દેવ કહેવામાં આવે છે. જેમ કોઈ મુખ્ય સિંહ ન હોય તો માણુવકને ઉપચારથી પણ સિંહ ન કહેવાય તેમ છે મુખ્ય દેવ હોય જ નહિ તે ચક્રવર્યાદિને ઉપચારથી પણ દેવ કહેવાય નહિ. માટે દેવ' શબ્દનો અર્થ “મનુષ્યથી ભિન્ન દેવ' માન જોઈએ. (૧૮૮૦-૮૧)
મર્યપુત્ર–આ પ્રકારે યુક્તિથી સિદ્ધિ છતાં વેદમાં પરસ્પર વિરોધી અર્થવાળાં વાક્યો કેમ છે? ભગવાન–વેદવાક્યોને યથાવત અર્થ જાણે તો તેમાં પરસ્પર વિરોધી અર્થને
બદલે સંગતિ જણાશે. પહેલી વાત એ છે કે વેદને જો દેવનું વેદવાકયોનો અસ્તિત્વ માન્ય ન હોય તે વેદમાં અનેક ઠેકાણે જે અગ્નિહોત્રાદિનું સમન્વય સ્વર્ગફળ બતાવ્યું છે જેમ કે–'નિદૈત્ર સુદુયાત્ સ્વામ: ઈત્યાદિ.
તે અયુક્ત બની જાય. જે દેવનું જ અસ્તિત્વ ન હોય તો સ્વર્ગ કને મળે ? માટે દેવેનું અસ્તિત્વ વેદોને માન્ય છે એમ સ્વીકારવું જ જોઈએ.
વળી, દાનાદિનું ફળ પણ સ્વર્ગમાં મળે છે એવી લોકોની માન્યતા છે તે પણ જે દેવોની સત્તા ન હોય તો નિરાધાર બની જાય. અને “a pપ ચાયુષ'ઈત્યાદિ વેદ વાક્યો સ્પષ્ટ રીતે દેવેનું અસ્તિત્વ સિદ્ધ કરે છે એ તે તે પ્રથમ સ્વીકાર્યું જ છે.
મૌર્યપુત્ર–એ બધું તે ઠીક જ છે, પણ જ્ઞાનાતિ માપમાન નીર્વાણનિન્દ્ર-મ-જ્ઞ -વેરાવીન” ઈત્યાદિ વાકયમાં દેવોને માયોપમ શા માટે કહ્યા?
ભગવાન-એ વાક્યનું તાત્પર્ય પણ દેવોનો અભાવ બતાવવાનું નથી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વયં દેવે પણ અનિત્ય છે તો પછી બીજી સિદ્ધિ તે સુતરાં નિસાર અને અનિત્ય હોય જ એમાં શી શંક? આ અર્થ માં જ ઈન્દ્રાદિ દેવોને માપમ અર્થાત્ માયિક કહ્યા છે. જે એમ ન હોય તે દેવનું અસ્તિત્વ બતાવનારાં વાક્યો અને કૃતિમાત્રનાં પદો વડે દેવતાનું આવાહન–એ બધું અસંગત જ થઈ જાય.
(૧૮૮૨) ઉથ-ડશિઆદિકતુ વડે કરીને “યમ-સોમ સૂર્ય—અને સુરગુરુના સ્વારાજય ઉપર જ્ય મળે છે” એવું બતાવનાર વાક્યોમાં દેવનું અસ્તિત્વ સૂચિત છે જ. તે બધાં જ વાક્યો જે દે ન હોય તે નિરર્થક થઈ જાય.
૧. સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર કરે.
૨. યુપસહિત યજ્ઞને કંતુ કહેવાય છે. પણ જેમાં યુપ ન હેય અને દાનાદિ ક્રિયા હોય તે યા કહેવાય છે.
૩. “મ-સેમ-સૂર્ય-કુલુ-સ્વાન ગતિ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org