SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્યપુત્ર દેવચર્ચા [૧૨૩ પુરનાં આલયોમાં દેવદત્તાદિ રહે છે માટે જ તે આલય કહેવાય છે, તે જ પ્રકારે સૂર્યચંદ્ર પણ જે આલય હોય તો તેમાં કેઈ ને કંઈ રહેતું જ હોવું જોઈએ. જે રહે છે તે જ દે કહેવાય છે. મૌર્યપુત્ર–આલય હોવાથી તેમાં કોઈ દેવદત્ત જેવા મનુષ્ય રહેતા હશે; પણ તે દેવ છે એમ શાથી કહે છે? ભગવાન–તું પોતે જ પ્રત્યક્ષ કરે છે કે આ દેવદત્તના આલય કરતાં તે અલ વિશિષ્ટ છે, તેથી તે આલામાં વાસ કરનારા પણ દેવદત્તથી વિશિષ્ટ જ હોવા જોઈએ, એમાં શું આશ્ચર્ય છે ? માટે તેઓ દેવ છે એમ માનવું જોઈએ. મૌર્યપુત્ર–આપે એવો નિયમ બનાવ્યો કે “તે આલય છે માટે તેમાં રહેનાર કઈ હોવું જોઈએ, પણ આ નિયમ અયુક્ત છે, કારણ કે શૂન્ય ગ્રહો આલય કહેવાય છે છતાં તેમાં વસનાર કઈ જ નથી. ભગવાન–કહેવાનું તાત્પર્ય એ છે કે જે આલય હોય તે સર્વદા શૂન્ય ન હોઈ શકે, તેમાં ક્યારેક તે કંઈ ને કંઈ રહે જ છે. તેથી ચંદ્રાદિમાં પણ નિવાસ કરનારા દે સિદ્ધ થાય છે. (૧૮૭૧) મૌર્યપુત્ર–આપ જેને આલય કહો છો તે વસ્તુતઃ આલય છે કે નહિ એનો જ જ્યાં નિર્ણય નથી ત્યાં “તે નિવાસસ્થાન છે માટે તેમાં કોઈ વાસ કરનાર હોવું જોઈએ” એમ કહેવું તે નિમૅલ છે. સંભવ છે કે આપ જેને સૂર્ય કહે છે તે અગ્નિનો ગેળે જ હોય અને જેને ચંદ્ર કહો છો તે સ્વભાવતઃ સ્વચ્છ જલ જ હોય. એમ પણ બને કે તે તિષ્ક વિમાનો પ્રકાશમાન રોના ગેળા જ હોય. ભગવાન–તે દેના રહેવાનાં વિમાનો જ છે, કારણ કે તે વિદ્યાધરોના વિમાનોની જેમ રત્નનાં બનેલાં છે અને આકાશમાં ગમન પણ કરે છે. વાદળાં અને વાયુ પણ આકાશમાં ગમન કરે છે છતાં તેને વિમાને ન કહી શકાય, કારણ કે તે રત્નનાં બનેલાં નથી. (૧૮૭૨) મૌર્યપુત્ર–સૂર્ય-ચંદ્રવિમાને એ માયાવીની માયા કેમ ન હોય? ભગવાન–વસ્તુતઃ એ માયિક નથી. છતાં માનીએ કે તે માયિક છે તે પણ એ માયાને કરનારા દેવે તે માનવા જ પડશે કારણ કે માયાવી વિના તો માયા સંભવે શી રીતે ? મનુષ્ય તે એવી વિક્રિયા કરી શકતા નથી, એટલે ન છૂટકે દેવ જ માનવા પડે છે. વળી સૂર્ય-ચંદ્રવિમાનોને તું માયિક કહે છે તે પણ અયુક્ત જ છે, કારણ કે માયા તે ક્ષણેક પછી નષ્ટ થઈ જાય છે પણ ઉક્ત વિમાને તે સદા, સર્વ દ્વારા ઉપલબ્ધ હોવાથી શાશ્વત છે. ચંપા કે પાટલીપુત્ર જેટલું સત્ય છે તેવું જ સત્ય એ પણ છે. (૧૮૭૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy