________________
૧૧૬] ગણધરવાદ
[ગણધર હાવું જોઈએ—આમ અનવસ્થા દેષ આવે છે. અને જે કાર્મણ દેહમાં સ્વભાવથી જ પરિસ્પદ માનવામાં આવે તો બાહ્ય શરીરમાં પણ સ્વભાવથી પરિસ્પન્દ માનવે જઈ એ; અ૦િટ એવા મૂર્ત કાર્માણ શરીરને શા માટે પરિસ્પન્દનું કારણ માનવું ?
મંડિક-હા, એ જ બરાબર છે. બાહ્ય શરીરમાં પરિસ્પન્દ સ્વભાવથી જ થાય છે, માટે તે કારણે આત્માને સક્રિય માનવાની આવશ્યક્તા નથી.
ભગવાન–પણ શરીરમાં જે પ્રકારનું પ્રતિનિયત વિશિષ્ટ પરિસ્પદ દેખાય છે તે સ્વાભાવિક માની શકાય નહિ, કારણ કે શરીર જડ છે. “જે વસ્તુ સ્વાભાવિક હોય છે અર્થાત બીજા કોઈ કારણની અપેક્ષા નથી રાખતી તે વસ્તુ સદેવ હોય છે અથવા કદી નથી હોતી.” આ ન્યાયે શરીરમાં જે પરિસ્પન્દ સ્વાભાવિક હોય તો તે સદેવ એક જેવો જ હોવું જોઈએ, પણ વસ્તુતઃ શરીરની ચેષ્ટા નાના પ્રકારની છતાં અમુક પ્રકારે નિયત જ દેખાય છે તેથી તેને સ્વાભાવિક માની શકાય નહિ; એટલે કમ સહિત આત્માને જ શરીરની પ્રતિનિયત વિશિષ્ટ એવી ક્રિયામાં વ્યાપાર માન જોઈએ. તેથી આત્મા સક્રિય જ છે.
(૧૮૪૭-૪૮) મંડિક–સંસારી જીવ સકર્મ હોવાને કારણે સક્રિય સિદ્ધ થયો, પણ મુક્તાત્મામાં તે કર્મ નથી તેથી તે તે નિષ્કિય જ હવે જોઈએ. છતાં તેને સક્રિય માનતા હો છે તે તેમાં શું કારણ છે ?
ભગવાન–મેં તને બતાવ્યું તો છે જ કે મુક્તાત્માની ગતિક્રિયા સ્વાભાવિક તથા ગતિ પરિણામને કારણે થાય છે. અને એ પણ બતાવ્યું છે કે કર્મવિનાશથી જેમ સિદ્ધવરૂપ ધમને જીવ પ્રાપ્ત કરે છે તેમ તથાવિધ ગતિ પરિણામને પણ પ્રાપ્ત કરે છે.(૧૮૪૯)
મંડિક-સુક્તાત્મામાં ગતિ છે એ આપનું કહેવું યુકિતયુકત છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે સિદ્ધાલયથી આગળ પણ તેની ગતિ કેમ નથી થતી ?
ભગવાન–કારણ કે ત્યાર પછી ગતિસહાય દ્રવ્ય ધર્માસ્તિકાયને અભાવ છે. મંડિક-આગળ ધર્માસ્તિકાય શા માટે નથી ?
ભગવાન-ગતિસહાયક ધર્માસ્તિકાય લેકમાં જ છે, અલકમાં નથી. સિદ્ધાલયથી અલેમાં ગતિ આગળ એક છે તેથી તેમાં ધર્માસ્તિકાય નથી. અતઃ જીવની ગતિ નથી પણ તેથી આગળ નથી થતી.
(૧૮૫૦) મંડિક–પણ લેકથી ભિન્ન એ અલેક છે તેમાં શું પ્રમાણ છે ?
૧. “નિયં સવમલરવ વ તાન્યાનપેક્ષાસૂ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org