SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ એટલે તેમની રચનાનું પ્રામાણ્ય ખીન્ન કરતાં વધી જાય એ સ્વાભાવિક છે. એટલે આગળના આચાર્યાંએ આગમમાં ખપી શકે એવું બધું સાહિત્ય ગણધરને નામે ચડાવવું ઉચિત માન્યું, જેથી તેના પ્રામાણ્યમાં સ ંદેહનુ સ્થાન ન રહે અને એથી ક્રમે કરી આવશ્યકથી માંડીને પુરાણ સુધીનુ અંગબાહ્ય સાહિત્ય ગણધરકૃત મનાવા લાગ્યું. અગબાહ્યમાં તા અનેક ત્ર થે। હતા. છતાં આવશ્યકને સર્વ પ્રથમ ગણધરકૃત માનવાની પરંપરાનુ પ્રચલન થયું તેનું કારણ એ જાય છે કે, સ્વયં અગત્ર થામાં જ અનેક ઠેકાણે જ્યાં જ્યાં ભગવાન મહાવીરના સાક્ષાત્ શિષ્યાના શ્રુતજ્ઞાનના અભ્યાસના નિર્દેશ છે ત્યાં ઘણે ઠેકાણે તેએએ સામાયિકાદ અગિયાર અંગેનુ અધ્યયન કર્યું'' એવા ઉલ્લેખ મળે છે. સામાયિક એ આવશ્યકનું પ્રથમ પ્રકરણ છે. અને અધ્યયનક્રમમાં તેનું સ્થાન તે અગિયાર અંગથી પણ પહેલાં હોય તા આવશ્યકને ગણધરકૃત હરાવવામાં ખાસ વાંધ। ઉપસ્થિત ન થાય. એટલે અગબાહ્યમાંથી આવશ્યકસૂત્ર ગણધરની કૃતિ તરીકે પ્રથમ પસંદગી પામે તે સ્વાભાવિક છે. વળી આવસ્યકની સૌથી જૂની વ્યાખ્યા અનુયોગદ્દારસૂત્રમાં ઉપક્રમદ્રારના પ્રમાણભેદની ચર્ચાને પ્રસગે સૂત્રગમ વગેરે ભેદેશ કર્યાં છે. આવશ્યકસૂત્રના સામાયિક અધ્યયનની જ ચર્ચાને પ્રસંગે એ ભેદ્દે કરેલા હોવાથી નિયુક્તિકાર, ભાષ્યકાર અને ખીજા ટીકાકારા એ ભેદીને સામાયિકાયનને સામે રાખીને ઘટાવે તે સ્વાભાવિક છે. એટલે જ તેએ બધા સામાયિકના અકર્તી તીથંકરને અને સૂત્રકર્તા ગણધરને માને છે. પણ એટલું ધ્યાનમાં રાખવું જેઈએ કે અનુયોગસૂત્રમાં આગમના સૂત્રાગાદિ ભેદે કરીને પણ પ્રસ્તુત સામાયિક સૂત્રમાં તેના ઉપસંહાર તેમાં કર્યું નથી. અન્યત્ર અનુયોગદ્દારની એ પદ્ધતિ છે કે પ્રસ્તુત અપ્રસ્તુત બધા ભેદે સૂચવીને છેવટે ઉપમહારમાં અપ્રસ્તુતનું નિરાકરણ કરીને પ્રસ્તુત શું છે તેની સૂચના કરવામાં આવી છે. ૩. આવશ્યકનિયુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ નામના અનેક આચાર્ય થઈ ગયા હૈાવાથી એકની જીવનટના ખીજાના નામે ચડી જવાના તથા એકના પ્રથા ખીજાને નામે ચડી જવાના ઘણા જ સાંભવ રહે છે. દા.ત, નિયુક્તિએ પ્રથમ ચતુર્દ શપૂ ધર ભદ્રબાહુ પછીના ધણા આચાર્યોનાં નામેાના ઉલ્લેખ હોવા છતાં, હજી હમણાં સુધી એ માન્યતા પ્રચલિત હતી કે, બધી નિયુક્તિએ ચતુર્થાંશ-પૂ ધરરચિત છે અને હજી પણ ધણા શ્રદ્ધાળુ જીવે એ જ માન્યતાને વળગી રહ્યા છે. ચતુર્થાંશપૂર્વધર ભદ્રબાહુ શ્વેતામ્બર આગમ પ્રમાણે નેપાલમાં યોગસાધના અર્થે ગયેલા એવી કથા છે, ત્યારે એ જ ભદ્રબાહુ દક્ષિણમાં ગયા એવી કથા દિગ ંબર સાહિત્યમાં પ્રચલિત છે. વસ્તુત:, આ બે જુદા જુદા ભદ્રબાહુના જીવનની ઘટનાએ એકને નામે ચડી હોય તેમ જણાય છે. આમાં કઈ હકીકત કયા ભદ્રબાહુના જીવન સાથે સુસંગત છે તે હજી શેાધને વિષય છે. પણ આવશ્યકાદિની જે નિયુક્તિએ ઉપ્લબ્ધ છે તે પ્રથમ ચતુર્થાંશપૂ ધર ભદ્રબાહુની નહિ પણ વિ ઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન ખીજા ભદ્રબાહુની રચના છે એ મુનિ શ્રી પુણ્યવિજયજીએ અસંદિગ્ધ રૂપે સિદ્ધ કરી દીધું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy