SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૯િ૩ વ્યકત] શૂન્યવાદનિરાસ માટે હે વ્યક્ત! લોક જીવસંકુલ છે તેથી સંયમીને પણ હિંસાદોષ લાગશે અને અહિંસાને અભાવ થઈ જશે એ કહેવું બરાબર નથી. આ પ્રકારે એ વસ્તુ સિદ્ધ થઈકે સંસારમાં પાંચ ભૂત છે તેમાંનાં પ્રથમ ચાર પૃથ્વી-જલ-તેજ-વાયુ એ સજીવ પણ છે અને પાંચમું આકાશ અચેતન જ છે. વ્યક્ત–પ્રમાણથી પાંચે ભૂત સિદ્ધ થયાં, પણ વેદવચનમાં વિરોધ છે તેનું શું ? ભગવાન–વેદમાં સંસારના બધા પદાર્થોને સ્વપ્ન જેવા કહ્યા છે તેનો અર્થ એ નથી કે સર્વથા અભાવ છે. પણ ભવ્ય જીવો એ પદાર્થોમાં અનુરક્ત દિવચનનો સમનવય થઈ મૂઢ ન બની જાય, તેમાં આસક્ત ન બની જાય એટલા માટે તેમને સ્વનોપમ અર્થાત્ અસાર બતાવ્યા છે, જેથી સંસારના પરિગ્રહથી મુક્ત થઈને નિર્મોહી બની મનુષ્ય વીતરાગ અને સર્વજ્ઞ બને અને અને મોક્ષલાભ કરે. આ પ્રકારે ઉક્ત વેદવચનનું તાત્પર્ય સર્વશૂન્યતામાં નથી, પણ પદાર્થોમાં આસક્તિયોગ્ય કશું જ નથી એ બતાવવાનું છે. આ પ્રકારે જરા મરણથી મુક્ત એવા ભગવાને જ્યારે તેને સંશય દૂર કર્યો ત્યારે તેણે પિતાના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. (૭૬૯) ' (૧૯૬૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy