________________
વ્યક્ત] શુન્યવાદનિકાસ
[૮૯ ભગવાન–સ્પર્શાદિ ગુણોનો ગુણી અદશ્ય છતાં વિદ્યમાન હોવું જોઈએ, કારણ
તે ગુણો છે; જેમ રૂપ ગુણનો ગુણ ઘટ છે. એટલે સ્પર્શ–શબ્દ વાયુનું અસ્તિત્વ –વાચ્ય-કપાદિ ગુણોને પણ સંપાદક જે ગુણી છે તે વાયુ છે.
આ પ્રકારે વાયુનું અસ્તિત્વ સિદ્ધ થતું હોવાથી તે વિશે સંદેહને અવકાશ નથી.
(૧૭૪૯) વ્યકત–આકાશસાધક અનુમાન કેવું છે? ભગવાન–પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ બધાનો કોઈ આધાર હોવો જોઈએ,
કારણ કે તે બધાં મૂર્ત છે. જે મૂર્ત હોય છે તેને આધાર હોય આકાશની સિદ્ધિ છે; જેમ પાણીનો આધાર ઘડે હોય છે. જે પૃથ્વી આદિને આધાર
છે તે આકાશ છે. હે વ્યક્ત ! આ પ્રમાણે આકાશ સિદ્ધ થતું હોવાથી એ વિશે પણ સંદેહને સ્થાન નથી.
વ્યકત–પૃથ્વી આદિ ભૂતોનો આધાર સાય છે; એટલે કે દષ્ટાંન્તમાં જળના આધાર તરીકે જે ઘટરૂપ પૃથવી લીધેલ છે તે તે હજી સાધારરૂપે સિદ્ધ કરવાની હાઈ આધાયુક્ત અંશમાં સાધ્ય જ છે. તો એવી સાધારરૂપે હજી સિદ્ધ નહિ થયેલ પૃથ્વીને દષ્ટાંતમાં કેવી રીતે લઈ શકાય?
ભગવાન–તો પછી ઉક્ત અનુમાનને બદલે આવાં અનુમાન કરીને ભૂતના આધારને સિદ્ધ કરવો જોઈ એ–પૃથ્વી આધારવાળી છે મૂર્ત હોવાથી, પાણીની જેમ, તેમ પાણીના આધારની સિદ્ધિમાં અગ્નિને અને અગ્નિના આધારની સિદ્ધિમાં વાયુને અને વાયુના આધારની સિદ્ધિમાં પૃથ્વીને દષ્ટાંત તરીકે મૂકીને તત્તત ભૂતોના આધારને સિદ્ધ કરવો જોઈએ, એથી ઉક્ત દેષ નિવૃત્ત થઈ જશે. આ પ્રમાણે ઉક્ત ભૂતના આધારરૂપ આકાશની સિદ્ધિ થવાથી તેના વિશે પણ સંદેહને અવકાશ નથી. (૧૭૫૦)
હે સૌમ્ય! આ પ્રકારે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સિદ્ધ એવાં ભૂતની સત્તા સ્વીકારવી જ જોઈએ. જ્યાં સુધી શસ્ત્રથી ઉપઘાત થયો ન હોય, ત્યાં સુધી એ ભૂત સચેતનસજીવ છે, શરીરના આધારભૂત છે અને નાના પ્રકારે જીવના ઉપગમાં આવે છે. (૧૭૫૧)
વ્યકત -ભૂતને વળી આપે સજીવ શાથી કહ્યાં ? ભગવાન-પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચારે સચેતન છે, કારણ કે તેમાં
જીવનાં લક્ષણો દેખાય છે, પણ આકાશ તે અમૂર્ત છે અને તે ભૂતસજીવ છે જીવનો આધાર માત્ર બને છે પણ સજીવ નથી. (૧૭૪ર) ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org