________________
વ્યકત]
શુન્યવાદનિરાસ
[૮૭
ભગવાન-તે પરભાગના અદશનથી વસ્તુને અભાવ સિદ્ધ નહિ થાય. પરભાગનું અદશન એ અહેતુ બની જશે. તો પછી એમ જ કહો ને કે “કાંઈ જ દેખાતું નથી” માટે સર્વશૂન્ય છે.
વ્યક્ત–હા, ખરી વાત એ જ છે કે “કશું નથી દેખાતું માટે જ સર્વને અભાવ છે.-સર્વશૂન્ય છે,
ભગવાન–એમ કહેવા જતાં તો તે જે પ્રથમ સ્વીકાર્યું છે તેનો બાધ થઈ જશે, એટલે કે પ્રથમ તે એમ કહ્યું કે પરભાગનું અદર્શન છે અને હવે તું એમ કહે છે કે કશાનું દર્શન નથી, આમાં તે પરસ્પર વિરોધ છે. વળી ઘટપટાદિ બાહ્ય વસ્તુ સર્વને પ્રત્યક્ષ છે તેથી એમ કેમ કહેવાય કે કશું જ નથી દેખાતું? આમાં તો પ્રત્યક્ષ વિરોધ છે; તેથી કશું જ દેખાતું નથી એ હેતુથી સર્વાભાવ સિદ્ધ કરી શકાય નહિ.
વ્યકત–સર્વ સપક્ષમાં હેતુ વિદ્યમાન ન હોય છતાં જે તે સર્વ વિપક્ષથી વ્યાવૃત્ત હોય-અર્થાત્ એક પણ વિપક્ષમાં વિદ્યમાન ન હોય તો તે સહેતુ કહેવાય છે, જેમ શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. આમાં હેતુ બધા અનિત્ય પદાર્થોમાં વિદ્યમાન નથી, કારણ કે વીજળી, વાદળાં વગેરે અનિત્ય પદાર્થો એવાં છે જે પ્રયત્નની અપેક્ષા નથી રાખતા; છતાં કોઈ પણ વિપક્ષમાં એ હેતુ નથી. અર્થાત કઈ પણ એવો નિત્ય પદાર્થ નથી જે ત્પત્તિમાં પ્રયત્નની અપેક્ષા રાખતો હોય, કારણ કે નિત્ય પદાર્થને ઉત્પત્તિ જ નથી ત્યાં પ્રયનનું શું કામ? એટલે ઉક્ત હેતુ સર્વ સપક્ષવ્યાપી ન હોવા છતાં સર્વ વિપક્ષથી વ્યાવૃત્તિને કારણે સ્વસાધ્ય અનિત્યતાને સિદ્ધ કરે છે. તે જ પ્રમાણે “પરભાગનું અદર્શન” ભલે સફટિકાદિ શૂન્ય પદાર્થોમાં ન હોય અર્થાત્ ભલે તે સર્વપક્ષમાં ન હોય છતાં સપક્ષના બહુભાગમાં તો છે જ, તેથી તે સ્વસાધ્યને સિદ્ધ કરી શકે છે,
ભગવાન-પરભાગનું અદર્શન” એ હેતુમાં ઉક્ત હેતુની જેમ વ્યતિરેક સિદ્ધ થતો નથી. ઉક્ત હેતુનો વ્યતિરેક–જે અંત્ય નથી તે પ્રયત્નથી ઉત્પન્ન પણ થતું નથી; જેમ આકાશ—એ સિદ્ધ છે. પણ અહીં તો જ્યાં શૂન્યતા નથી ત્યાં પરભાગનું અદર્શન પણ નથી' એ વ્યતિરેક કયાં સિદ્ધ કરશે ? એ વ્યતિરેક તો કોઈ સદ્દભૂત વસ્તુમાં જ સિદ્ધ થઈ શકે. અને તું તો સર્વાભાવ માનતો હોવાથી કોઈ સદ્ભુત વસ્તુને સ્વીકાર કરી જ ન શકે. એટલે પરભાગના અદશનને તારે અહેતુ જ માન રહ્યો.
(૧૯૪૪-૪૫) યકત --પર અને મધ્યભાગ નથી, કારણ કે ખરવિષાણની જેમ તે અપ્રત્યક્ષ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org