SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અંગખાના ભેદ ત્રણ પ્રકારે બતાવવામાં આવ્યો છે તેમાંના એક પ્રકાર આચાય ઉમાસ્વાતિએ નિર્દેશલ ઉક્તમતને અનુસરે છે અને સાથે એ પણ સૂચિત થાય છે કે, તેમના સમયમાં આચાર્ય ઉમાસ્વાતિ નિર્દિષ્ટ માન્યતામાં શૈથિલ્ય આવવુ ં શરૂ થઈ ગડ્યુ હતુ.. એટને અ ંગખાદ્યના ભેદ આચાય ઉમાસ્વાતિની જેમ એક જ પ્રકારે નહિ, પણ ત્રણ પ્રકારે બતાવવામાં આવ્યા છે. વળી ન་દીસૂત્રની `િમાં તથા આચાર્ય હિરભદ્રની નદીટીકામાં અંગખાની રચના વિશે એ મત ફલિત થાય છે તેમાં પણ એક મત તા આચાય ઉમાસ્વાતિએ સ્વીકારેલ મત જ છે કે જે ગણધરકૃત હોય તે અંગ અને સ્થવિરકૃત હોય તે અંગખાદ્ય. આ ઉપરથી પણુ એમ સિદ્ધ થાય છે કે જેમ જેમ વખત પસાર થતા ગયા તેમ તેમ અંગબાઘુ એ ગણધરકૃત છે એમ માનવા તરફ વલણ હોવા છતાં જૂની માન્યતાનેા પણુ ઉલ્લેખ આચાર્યાં કરવાનું ચૂકતા નથી. એ ગમે તેમ હાય, પણ પ્રાચીન માન્યતા એવી સિદ્ધ થાય છે કે આવશ્યક એ અંગબાહ્ય હોવાથી આવશ્યકના કર્તા ગણધર નહિ પણ કાઈક સ્થવિર હતા. પણ આ માન્યતા વિરુદ્ધ ખીજી માન્યતા કરે શરૂ થઈ એ કહેવુ કઠણુ છે. છતાં ણુ એટલુ તા નિશ્ચિત છે કે આવશ્યકસૂત્ર એ પણુ ગણુધરકૃત છે, એવી માન્યતા સર્વ પ્રથમ આવશ્યકનિયુક્તિમાં સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થયેલ નજરે પડે છે. આવસ્યકસૂત્રના સામાયિકાધ્યયનની ઉદ્ભાનિયુક્તિમાં ઉદ્દેશાદે અનેકામાં જે પ્રશ્ના ઉઠાવ્યા છે અને તેને ક્રમશઃ જે ઉત્તર નિયુક્તિકારે આપ્યા છે. તેના સળંગ સ્વાધ્યાય કરનારને એ વસ્તુ સ્પષ્ટ થયા વિના નહિ રહે કે નિયુક્તિકાર વારંવાર એ જ વસ્તુ સિદ્ધ કરવા માગે છે કે સામાયિકાદિ અધ્યયનાની રચના ભગવાનના ઉપદેશને આધારે ગણુધરાએ કરી છે. આ જ વસ્તુનું વિશેષાવસ્યકભાષ્યકાર જિનભદ્રે પણુ પોતાના ઉક્ત નિયુક્તિના ભાષ્યપ્રસંગે સમ ન કર્યુ છે,૪ અને તે જ વસ્તુને તે બુના ટીકાકારો આચર્યું હરિભદ્ર, મલયગિરિ, મલધારી હેમચંદ્ર આદિ તે તે સગે અનુસરે એમાં કશી જ નવાઈ નથી, આચાર્ય ભદ્રબાહુએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાં જે હું કહું છું તે પરંપરાથી પ્રાપ્ત થયેલું છે.પ એ પરંપરાની ભાળ કાઢીએ તે એ આપણને આવસ્યકના પ્રાચીનતમ વ્યાખ્યાન અનુયે ગદ્દારમાં મળે છે. ત્યાં પણ આવશ્યકનાં અધ્યયને વિષે આવસ્યકનિયુક્તમાં આવતી ન દ્દેશ દિ' પ્રદર્શક ગાથાએ એ જ રૂપમાં છે ૬ એ ગાથાએના વિશેષ વિવરણ માટે અનુયોગદ્વાર ચૂર્ણિÇમાં કશું જ કહ્યું નથી, પણ આચાર્ય હરિભદ્રે પોતાના આવસ્યકવિવરણમાં વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરી છે અને તે વિવરણ આવશ્યકનિયુક્તિને જ અનુસરે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આચાય મલધારી હેમચંદ્ર પણ આવશ્યકનિયુક્તિના ઉપયોગ કરીને જ એ ગાયાની વ્યાખ્યા કરે છે,૮ એટલે એમ માની શકાય કે અનુયાગની ઉક્ત ગાથાએનું તાત્પર્ય એ છે કે, આશ્યકત્ર ૧. નદી ચૂર્ણિ પૃ. ૪૭ ૨, પૃ. ૯૦ ૩. આવ. નિ. ગા. ૧૪૮–૧૪૧ ૪. આવ. નિ.ની વિશેષરૂપે તેની ભાષ્યાદિ ટીકાએ સાથે નીચે ગાથાઓ દ્રષ્ટબ્ય છે—ગા. ૮૦, ૯૦, ૨૭૦, ૭૩૪, ૭૩૫, ૭૪૨, ૭૪૫, ૭૫૦; વિશેષા. ૯૪૮-૯, ૯૭૩-૪, ૧૯૮૪-૮૫, ૧૫૩૩, ૧૫૪૫-૪૮, ૨૦૮૨, ૨૦૮૩, ૨૦૦૯. ૫. આવ. નિ. ૮૭. પૃ. ૧૨૨, ૪, પૃ. ૨૫૮-૨૫૯. ૬. અનુયાગદ્વાર સૂ ૧૫૫, ૭. અનુયોગદ્દારવૃત્તિ-હરિભદ્રકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy