________________
૯
ગણુધા જ કર્તા કહેવાય છે. ગણધરેાના સાક્ષાત્ શિષ્યેની અપેક્ષાએ અથંગમ પરંપરાગમ કહેવાય છે અને સૂત્રાગમ તેમને ગણધર પાસેથી સાક્ષાત્ મળતા હોવાથી તેમની અપેક્ષાએ તે અનંતરાગમ કહેવાય છે. ગણધરાના પ્રશિષ્યાની અપેક્ષાએ બન્ને પ્રકારના આગમે। પરંપરાગમ કહેવાય છે, ૧
આ ઉપરથી આપણે એટલુ તા તારવી શકીએ છીએ કે આગમના અર્થના ઉપદેશ તીથ કરાએ આપ્યા હતા, પણ તેને પ્રથમદ્દ કરવાનું માન ગણધરને ફાળે જાય છે. એટલે જ્યાં જ્યાં આગમને તીર્થંકરપ્રણીત કહેવામાં આવે છે ત્યાં તે અર્થ એટલા જ લેશે જોઇએ કે, એ આગમમાં જે વાત કહેવામાં આવી છે તેનું મૂળ તીર્થંકરના ઉપદેશમાં છે. તેના શબ્દાર્થ એવા નથી કે એ ગ્રન્થા પણુ તીર્થંકરાએ બનાવ્યા છે. આ વસ્તુનું સમર્થન આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકનિયુક્તિમાં કર્યું છે કે— अत्थ भास अरहा सुत्त गथति गणहरा उण । सासनस्य हियझए तओ सुत्तं पवत्तइ ॥ १२ ॥२
આવશ્યકના કર્તા વિષે એ માન્યતાઓ
હવે એ પ્રશ્ન વિચારીએ કે ગણધર એ કયા કયા ગ્રન્થની રચના કરી? અને તેમાં આવશ્યકસૂત્રને સમાવેશ થાય છે કે નહિ ?
આ બાબતમાં આગમ ગ્રન્થામાં અકમર્ત્ય જોવાતુ નથી.
(૧) અનુયોગદ્વાર સૂત્રમાં અલૌકિક આગમ વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં આયારાંગથી માંડીને દૃષ્ટિવાદ સુધીનાં ખાર અ ંગાના પ્રણેતા તી કરને કહ્યા છે. આના અર્થ આપણે એમ કરી શકીએ કે તેમના એ ઉપદેશને આધારે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. આ જ વસ્તુ નદીમાં પણ સભ્યશ્રુતના વન પ્રસંગે અનુયોગદ્દારના જ શબ્દોમાં કહેવામાં આવી છે. ષટ્ ખાંડાગમની ધવલા ટીકા અને કષાયપ હૂડની યધવલા ટીકામાં પણ ઇન્દ્રભૂતિ ગણધરને દ્વાદશાંગ અને ચૌદ પૂર્વીનાપ સૂત્રકર્તા કહેવામાં આવ્યા છે.
આ માન્યતાનું સમર્થન અન્યત્ર પણ મળે છે. આચાય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થં ભાષ્યમાં આગમમાં અંગ અને અંગબાહ્ય એવા ભેદ શા માટે કરવામાં આવે છે તે સમજાવતાં કહ્યુ છે કે, ગણધરકૃત તે ગ અને સ્થવિરકૃત તે અંગબાહ્ય. બૃહદ્રકલ્પભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્યમાં અંગ અને
૧. અનુયોગદ્વાર સૂ. ૧૪૭ પૂ. ૨૧૯, વિશેષા. ૯૪૮-૯૪૯ ૨. આ વસ્તુનું સમર્થન ભગવતી આરાધના ગા. ૩૪, વિજયાદયા પૃ. ૧૨૫, ષટ્ખ્ખંડાગમની ધવલા ટીકા (પૃ. ૬૦) અને કષાયપ હુડની જયધવલા ટીકા (પૃ. ૮૪)માં પણ છે, તથા મહાપુરાણુ (આદિપુરાણું) ૧. ૨૦૨, તિલેયપણૢત્તિ ૧, ૩૩; ૧, ૮૦: તત્ત્વાર્થ ભાષ્ય-સિદ્ધસેન વૃત્તિ ૧-૨૦માં પણ છે. ૩. અનુયેાગદ્વાર સૂ. ૧૪૭ પૃ. ૨૧૮, ૪. નદી સૂ. ૪૦ ૫. ચૌદ પૂના સમાવેશ ખારમા અંગમાં હાવાથી ધવલા અને જયધવલાને મત પૂર્વોકત મતથી ભિન્ન નથી. ૬. ષટ્યુંડાગણુ-ધવલા ટીકા ભાગ, ૧, પૃ. ૬૫ અને કષાય પ હુડ– ધવલા ટીકા ભા. ૧, પૃ. ૮૪ ૭. તત્ત્વાર્થ ભાષ્ય ૧, ૨૦, ૮. બૃહત્કલ્પભાષ્ય ગા. ૧૪૪ ૯. વિશેષા, ભા. ગા. ૫૫૦. અહીં, એ નોંધવા જેવું છે કે, બૃહત્કલ્પભાષ્યમાં અને વિષા, કશો જ ફરક નથી.
ભા ની ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org